ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હૈદરાબાદમાં ઓનર કિલિંગ મામલે ઓવૈસીએ કહ્યું- આ ઘટનાને હવે બીજો રંગ આપવામાં આવી રહ્યો છે

હૈદરાબાદ ઓનર કિલિંગ પર પોતાનું મૌન તોડતા, ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીન (AIMIM) ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ શુક્રવારે આ ઘટનાની નિંદા કરી અને તેને ભારતીય બંધારણ અને ઇસ્લામ અનુસાર 'ગુનાહિત કૃત્ય' ગણાવ્યું. જોકે, આ જગન્ય હત્યાકાંડથી લોકો સતત તેમના મૌન રહેવા પર સતત સવાલ ઉઠાવી રહ્યા હતા. ઓવૈસીએ ઓનર કિલિંગની આ ઘટનાની નિંદા કરી અને કહ્યું કે, અમે હત્યારાઓની સાથે ઉભા નથી. તેલંગાણામા
10:09 AM May 07, 2022 IST | Vipul Pandya
હૈદરાબાદ ઓનર કિલિંગ પર પોતાનું મૌન તોડતા, ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીન (AIMIM) ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ શુક્રવારે આ ઘટનાની નિંદા કરી અને તેને ભારતીય બંધારણ અને ઇસ્લામ અનુસાર "ગુનાહિત કૃત્ય" ગણાવ્યું. 
જોકે, આ જગન્ય હત્યાકાંડથી લોકો સતત તેમના મૌન રહેવા પર સતત સવાલ ઉઠાવી રહ્યા હતા. ઓવૈસીએ ઓનર કિલિંગની આ ઘટનાની નિંદા કરી અને કહ્યું કે, અમે હત્યારાઓની સાથે ઉભા નથી. તેલંગાણામાં જનતાને સંબોધતા તેમણે કહ્યું કે, અમે સરૂરનગરની ઘટનાની નિંદા કરીએ છીએ. મહિલાએ સ્વેચ્છાએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. તેના ભાઇને તેના પતિની હત્યા કરવાનો કોઇ અધિકાર નથી. બંધારણ મુજબ આ ગુનાહિત કૃત્ય છે અને ઈસ્લામ અનુસાર સૌથી ખરાબ ગુનો છે. આ સાથે તેમણે વધુમાં કહ્યું કે, "હવે ઘટનાને બીજો રંગ આપવામાં આવી રહ્યો છે. શું અહીંની પોલીસે આરોપીઓની તાત્કાલિક ધરપકડ નથી કરી? તેઓએ તેની ધરપકડ કરી છે. અમે હત્યારાઓ સાથે ઉભા નથી."
જહાંગીરપુરી અને ખરગોનમાં સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓ વિશે વાત કરતા ઓવૈસીએ કહ્યું, "હું કહેવા માગુ છું કે જે પણ ધાર્મિક સરઘસ કાઢવામાં આવે છે, તે મસ્જિદ પર હાઈ રીઝોલ્યુશનવાળા CCTV લગાવવા જોઈએ અને જ્યારે પણ કોઈ સરઘસ નીકળે છે, તો તેનું પ્રસારણ કરવું જોઈએ. ફેસબુક પર લાઇવ કરો જેથી દુનિયાને ખબર પડે કે કોણ પથ્થર ફેંકી રહ્યું છે. ઓવૈસીએ કહ્યું- "મીડિયાના લોકો પૂછે છે કે, 'ઓવૈસીએ આ વિશે કેમ કશું કહ્યું નહીં?' હું તેમને પૂછવા માંગુ છું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યારે બોલશે? વડાપ્રધાન મોદી આ ઘટના પર કેમ ચૂપ છે? તમારા ડેડી-અબ્બા કેમ ચૂપ છે?"
ઉલ્લેખનીય છે કે, ગુરુવારે 25 વર્ષીય નાગરાજુને તેની પત્નીના સંબંધીઓ દ્વારા કથિત રીતે સળિયા અને તીક્ષ્ણ હથિયારો વડે માર મારવામાં આવ્યો હતો, જેઓ આંતરજાતીય લગ્નની વિરુદ્ધ હતા. તેલંગાણા પોલીસના જણાવ્યા અનુસાર, બિલાપુરમ નાગરાજુ કોલેજના સમયથી સૈયદ અશરીન સુલતાના સાથે સંબંધમાં હતા. આ દંપતીએ જાન્યુઆરી 2022 માં લગ્ન કર્યા હતા, ત્યારબાદ સુલતાનાએ હિંદુ ધર્મ અપનાવ્યો અને પોતાનું નામ બદલીને પલ્લવી રાખ્યું. તાજેતરમાં પરિણીત યુગલ બાઇક પર સાથે મુસાફરી કરી રહ્યા હતા ત્યારે નાગરાજુ પર છોકરીના પરિવાર દ્વારા કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો અને તેની હત્યા કરવામાં આવી હતી.
Tags :
AsaduddinOwaisiGujaratFirstHyderabadhyderabadownerkillingMurderMuslimownerkilling
Next Article