ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

1 જૂન સુધીમાં 6 વર્ષ પુરા થયા બાદ જ ધો.1માં પ્રવેશનો મામલો, સંચાલક મંડળે માંગ્યો ગ્રેસ પિરિયડ

1 જૂન 2023 સુધીમાં છ વર્ષ પૂર્ણ ન થયા હોય તેવા બાળકને આગામી સત્રમાં ધોરણ 1માં પ્રવેશ નહીં મળવાના નિયમ સામે સંચાલક મંડળે ગ્રેસ પિરિયડની રજુઆત કરી છે. મહત્વપૂર્ણ છે કે  આગામી શૈક્ષણિક સત્રથી ધોરણ 1માં પ્રવેશ માટે જે બાળકને 1 જુને 6 વર્ષ પૂર્ણ થયા નહિ હોય તો તેઓને ધોરણ 1માં પ્રવેશ નહિ મળે. નવી શિક્ષણ નીતી મુજબ પ્રવેશ માટે 1 જુને 6 વર્ષ પૂર્ણ થયા હોવા જરુરી છે.આ મામલે ધોરણ 1માં પ્રવેશ માટે વય મર્
01:08 PM Jan 07, 2023 IST | Vipul Pandya
1 જૂન 2023 સુધીમાં છ વર્ષ પૂર્ણ ન થયા હોય તેવા બાળકને આગામી સત્રમાં ધોરણ 1માં પ્રવેશ નહીં મળવાના નિયમ સામે સંચાલક મંડળે ગ્રેસ પિરિયડની રજુઆત કરી છે. મહત્વપૂર્ણ છે કે  આગામી શૈક્ષણિક સત્રથી ધોરણ 1માં પ્રવેશ માટે જે બાળકને 1 જુને 6 વર્ષ પૂર્ણ થયા નહિ હોય તો તેઓને ધોરણ 1માં પ્રવેશ નહિ મળે. નવી શિક્ષણ નીતી મુજબ પ્રવેશ માટે 1 જુને 6 વર્ષ પૂર્ણ થયા હોવા જરુરી છે.આ મામલે ધોરણ 1માં પ્રવેશ માટે વય મર્યાદામાં છુટછાટ આપવા માંગ ઉઠી છે. રાજ્યના શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને પત્ર લખી બાળકોને પ્રવેશ માટે ગ્રેસ પિરિયડ આપવા માંગ કરી છે.
ગ્રેસ પિરિયડ ન મળે તો 40 હજાર વિદ્યાર્થીઓને અસર થશે તેવી રજુઆત 
વર્ષ 2023-24નું શૈક્ષણિક સત્ર આગામી જુન માસથી શરુ થશે. ત્યારે ધોરણ 1માં પ્રવેશ મેળવનારા બાળકોને નવી શિક્ષણ નીતી મુજબ પ્રવેશ માટે 1 જુન સુધી 6 વર્ષ પૂર્ણ હોવા જરુરી છે. પરંતુ આ મામલે જો સરકાર ગ્રેસ પિરિયડ ન આપે તો 40 હજારથી વધુ બાળકોનું વર્ષ બગડશે તેવી શક્યતા શાળા સંચાલક મંડળે વ્યક્ત કરી છે. રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું છે કે બાળકોને ગ્રેસ પિરિયડ આપી રાહત આપવામાં સરકારને વાંધો ન હોવો જોઈએ.
અગાઉ શું નિયમ હતો ?
14 જુન સુધી જન્મેલા બાળકોને સાશનાધિકારીની પરમિશનથી ધોરણ 1માં પ્રવેશ આપવા શાળા સંચાલક મંડળે રજુઆત કરી છે. તેઓએ જણાવ્યું કે અગાઉ એવી જોગવાઈ હતી કે 31 ઓગસ્ટના દિવસે પાંચ વર્ષ પુર્ણ થયા હોય તેને પહેલા ધોરણમાં પ્રવેશ આપવામાં આવતો હતો. ત્યાર બાદ જે જિલ્લા શિક્ષણાધિકારી કે જિલ્લા સાશનાધિકારી તેઓ 14 સપ્ટેમ્બર સુધીનો ગ્રેસ પિરિયડ ગણીને એટલે કે જો વાલી લેખિત પરવાનગી માંગે તો અધિકારી દ્વારા લેખિતમાં પરવાનગી આપવામાં આવતી હતી અને પહેલા ધોરણમાં બાળકને દાખલ કરવામાં આવતા હતા. 
નવી શિક્ષણનિતિમાં 31 મે એટલેકે 1લી જુન કટ ઓફ ડેટ 
હવે નવી શિક્ષણનિતિમાં 31 મે એટલેકે 1લી જુન કટ ઓફ ડેટ ગણવામાં આવી છે. ત્યારે અમે સરકારને વિનંતી કરી છે કે અગાઉની  જેમ ગ્રેસ પિરિયડ આપી 14 જુન કે 15 જુન ગ્રેસ પિરિયડ ગણી આવા  બાળકોનો સમાવેશ કરવામાં આવે તો મોટા ભાગના બાળકો પ્રવેશ મેળવવામાં વંચિત રહી જતા હોય તો તે બચી જાય. એક વર્ષ પુરતો આ ગ્રેસ પિરિયડ આપવામાં સરકારને કોઈ વાંધો ન હોવો જોઈએ એવું અમારુ માનવું છે.  
શૈક્ષણિક વર્ષ એપ્રિલ મહિનાથી ચાલુ કરવાની પણ છે માંગ 
આ ઉપરાંત શૈક્ષણિક વર્ષ એપ્રિલ મહિનાથી ચાલુ કરવાની પણ અમારી માંગ છે. આ ઉપરાંત નવી શિક્ષણ નિતી પ્રમાણે બાળ મંદિરની નોંધણી ફરજિયાત કરવાની છે. તેમને મંજૂરીના પત્રો આપવાના છે તે કાર્યવાહી પણ હજુ સુધી આ વર્ષે થઈ શકી નથી. એટલે  નવી શિક્ષણનીતીને લઈને જે દ્વીધા છે તેને લઈ આ વર્ષ પુરતુ ગ્રેસ પિરિયડ આપવામાં આવે તો મોટાભાગના વાલીઓનો પ્રશ્નનો ઉકેલ આવી જાય તેમ છે.
આ પણ વાંચોઃ  દીવાન-બલ્લુભાઈ શાળા દ્વારા 116માં સ્થાપનાદિનની વિશિષ્ટ ઉજવણી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
6yearsadmissioneducationeducationdepartmentgoverningbodygraceperiodGujaratFirstJune1schoolsSt.1
Next Article