Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જંગલગલના સર્વે નમ્બર 158માં દસ હેકટર જમીનમાં ઉભા પાક પર જેસીબી ફેરવી દબાણ દૂર કરાયું

અમીરગઢનાના નોર્મલ રેન્જની હદમાં આવેલ જેથી જંગલ વિસ્તાર માં આવેલ સર્વે નમ્બર 158 માં વર્ષો જુના દબાણોને સોમવારના દિવસે વનવિભાગ દ્વારા કેટલાક દબાણ દારો ના દબાણોને ત્રણ ટ્રેક્ટરો અને ત્રણ જેસીબી મસીનોની મદદ થી ખેતરમાં વાવેલ ઉભો પાક રાયડો એરંડા બટાકા ઘઉં જેવા પાકોને જેસીબી દ્વારા તોડી પાડી ભેળાણ કરવામાં આવ્યો હતો દબાણ કરાયેલ 10 હેક્ટર જેટલાં વિસ્તારમાં આશરે ૫૦ વિગા જમીનમાં દબાણ નà«
જંગલગલના સર્વે નમ્બર 158માં દસ હેકટર જમીનમાં ઉભા પાક પર જેસીબી ફેરવી દબાણ દૂર કરાયું
અમીરગઢનાના નોર્મલ રેન્જની હદમાં આવેલ જેથી જંગલ વિસ્તાર માં આવેલ સર્વે નમ્બર 158 માં વર્ષો જુના દબાણોને સોમવારના દિવસે વનવિભાગ દ્વારા કેટલાક દબાણ દારો ના દબાણોને ત્રણ ટ્રેક્ટરો અને ત્રણ જેસીબી મસીનોની મદદ થી ખેતરમાં વાવેલ ઉભો પાક રાયડો એરંડા બટાકા ઘઉં જેવા પાકોને જેસીબી દ્વારા તોડી પાડી ભેળાણ કરવામાં આવ્યો હતો દબાણ કરાયેલ 10 હેક્ટર જેટલાં વિસ્તારમાં આશરે ૫૦ વિગા જમીનમાં દબાણ ને દાંતા પ્રાંત કોર્ટના હુકમ થી ખુલ્લો કરવામાં આવ્યો હતો 
અમીરગઢ મામલતદાર દબાણ સમિતિના અધ્યક્ષ સ્થાને નાયબ વન સંરક્ષક પી જે ચૌધરી તેમજ મદદનીશ વન સંરક્ષક કનકબા ચાવડાના માર્ગ દર્સન હેઠળ અમીરગઢ નોર્મલ રેન્જના આર એફ ઓ એમ જે વાઘેલાની હાજરીમાં ત્રણ રેન્જની ટિમો પાલનપુર અમીરગઢ ઇકબાલગઢના ૨૫ જેટલા માણસોની હાજરીમાં જેથી જંગલના સર્વે નમ્બર 158 માં કરાયેલ 10 હેક્ટર જેટલાં જંગલ વિસ્તારમાં કરાયેલ દબાણ ને દાંતા પ્રાંત કોર્ટના હુકમ થી જે સી બી ફેરવી જંગલના ભાગ ની જમીન માં દબાણ કરી જે વાવેતર કરવામાં આવ્યું હતું તે દૂર કરી જમીન ને જંગલ હસ્તક કરવામાં આવી હતી  
જેથી જંગલ સર્વે નંબર 158 માં છેલ્લા કેટલાય વર્ષો થી જમીન કાઢી ખેતરો બનાવી કેટલાક દબાણ દારો વર્ષો થી ખેતી કરતા હતા જોકે પાંચેક વર્ષ અગાઉ વન વિભાગ દ્વારા આ જમીન માં પ્રોટેકશન દીવાલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તે સમય આ દબાણ દારો દ્વારા દીવાલ નું કામ બંધ કરવા સ્ટે લાવવામાં આવ્યો હતો. 
જોકે વન વિભાગે પુરાવા રજુકરતા દબાણ દારો તારીખ ૨૬/૬/૨૦૨૨ ના દાંતા પ્રાંત કોર્ટ માં કેસ હારી જતા વન વિભાગ દ્વારા તારીખ ૩/૧૨/૨૦૨૨ ના દબાણ દારો ને નોટિસની ફાળવણી કરી જમીન ખાલી કરવાની સૂચના અપાઈ હતી જોકે દબાણ દારો દ્વારા વાવેલ પાક ઉભો હોઈ દબાણ દૂર ના કરતા આજ રોજ અમીરગઢ વન વિભાગ ના આર એફ ઓ એમ જે વાઘેલા તેમજ વન વિભાગ ની ટિમ દ્વારા આજે આ દબાણ વાળી જગ્યા ને જેસીબી દ્વારા ખુલ્લી કરી વન વિભાગે જમીન ને કબ્જે લીધી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.