Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શ્રીલંકામાં 420 રુપિયે લીટર પેટ્રોલ જ્યારે ડીઝલનો ભાવ 400 રુપિયે લીટર પહોંચ્યો

શ્રીલંકામાં લોકોની હાલત હવે વધુ ખરાબ થઇ રહી છે. ભયંકર આર્થિક કટોકટીથી ત્રસ્ત બનેલા લોકોને પેટ્રોલ 420 રુપિયે લીટર અને ડીઝલ 400 રુપિયે લીટર મળી રહ્યું છે. નવી સરકાર પણ ભાવ ઘટાડવા અસમર્થ જોવા મળી રહી છે. શ્રીલંકા સરકારે  મંગળવારે પેટ્રોલના ભાવમાં 24.3 ટકા અને ડીઝલના ભાવમાં 38.4 ટકાનો વધારો કર્યો છે. શ્રીલંકાના વિદેશી મુદ્રા ભંડોળમાં સર્જાયેલી અછતના કારણે આર્થિક કટોકટી સર્જાઇ છે જેથી ફરી àª
શ્રીલંકામાં 420 રુપિયે લીટર પેટ્રોલ જ્યારે ડીઝલનો ભાવ 400 રુપિયે લીટર પહોંચ્યો
શ્રીલંકામાં લોકોની હાલત હવે વધુ ખરાબ થઇ રહી છે. ભયંકર આર્થિક કટોકટીથી ત્રસ્ત બનેલા લોકોને પેટ્રોલ 420 રુપિયે લીટર અને ડીઝલ 400 રુપિયે લીટર મળી રહ્યું છે. નવી સરકાર પણ ભાવ ઘટાડવા અસમર્થ જોવા મળી રહી છે. 
શ્રીલંકા સરકારે  મંગળવારે પેટ્રોલના ભાવમાં 24.3 ટકા અને ડીઝલના ભાવમાં 38.4 ટકાનો વધારો કર્યો છે. શ્રીલંકાના વિદેશી મુદ્રા ભંડોળમાં સર્જાયેલી અછતના કારણે આર્થિક કટોકટી સર્જાઇ છે જેથી ફરી વાર પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે. અહી ઓક્ટેન 92 પેટ્રોલનો ભાવ 420 રુપિયા અને ડિઝલમાં 400 રુપિયે પ્રતિ લીટર થઇ ગયા છે. 
ભારતની ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશનની શ્રીલંકાની સહાયક કંપની લંકા આઇઓસીએ પણ ભાવમાં વધારો કર્યો છે. કંપનીનું કહેવું છે કે સિલોન પેટ્રોલીયમ કોર્પોરેશનની બરાબરી કરવા માટે તેમણે ભાવ વધાર્યો છે. 
પેટ્રોલ ડીઝલના ભાવ વધતાં ઓટો યુનિયને પણ ભાડા વધારીદીધા છે. હવે 90 રુપિયાનો ભાવ રિક્ષા યુનિયન દ્વારા કરી દેવાયો છે.શ્રીલંકામાં મોંઘવારી દર 40 ટકાની આસપાસ પહોંચ્યો છે અને ખાવા પીવાની ચીજોની પણ અછત જોવા મળી રહી છે. સંકટ સામે ઝઝુમી રહેલા લોકો હવે રસ્તા પર ઉતર્યા છે અને રાષ્ટ્રપતિ રાજપક્ષેના રાજીનામાની માંગ કરી રહ્યા છે. 
જો કે ભારતે 40 હજાર ટન ડીઝલ મોકલ્યા બાદ  40 હજાર ટન પેટ્રોલ મોકલ્યું છે. ભારતનો ઇરાદો ઝઝુમી રહેલા શ્રીલંકાને મદદ કરવાનો છે. ભારતે ગત મહિને શ્રીલંકાને 50 કરોડ ડોલરની લોન પણ આપી હતી. 
                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                       
Advertisement
Tags :
Advertisement

.