Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અગ્નિપથ યોજના પર ઉઠી રહેલા સવાલોના જવાબમાં કેન્દ્ર સરકારે જાહેર કરી ફેક્ટ શીટ

સેનામાં ભરતી માટે નવી યોજના 'અગ્નિપથ'ને લઈને દેશના ઘણા ભાગોમાં હંગામો ચાલી રહ્યો છે. વિપક્ષે ગુરુવારે આ યોજનાને લઈને કેન્દ્ર સરકાર પર હુમલો તેજ કર્યો અને તેને પાછો ખેંચવાની માંગ કરી. વળી, સરકારે એક સ્પષ્ટતા જારી કરીને કહ્યું કે, નવું 'મોડલ' માત્ર સેના માટે નવી ક્ષમતાઓ લાવશે નહીં, પરંતુ ખાનગી ક્ષેત્રમાં યુવાનો માટે તકોના દરવાજા પણ ખોલશે. મહત્વનું છે કે, તાજેતરની અગ્નિપથ યોજનાનો વિà
અગ્નિપથ યોજના પર ઉઠી રહેલા સવાલોના જવાબમાં કેન્દ્ર સરકારે જાહેર કરી ફેક્ટ શીટ
સેનામાં ભરતી માટે નવી યોજના 'અગ્નિપથ'ને લઈને દેશના ઘણા ભાગોમાં હંગામો ચાલી રહ્યો છે. વિપક્ષે ગુરુવારે આ યોજનાને લઈને કેન્દ્ર સરકાર પર હુમલો તેજ કર્યો અને તેને પાછો ખેંચવાની માંગ કરી. વળી, સરકારે એક સ્પષ્ટતા જારી કરીને કહ્યું કે, નવું 'મોડલ' માત્ર સેના માટે નવી ક્ષમતાઓ લાવશે નહીં, પરંતુ ખાનગી ક્ષેત્રમાં યુવાનો માટે તકોના દરવાજા પણ ખોલશે. 
મહત્વનું છે કે, તાજેતરની અગ્નિપથ યોજનાનો વિરોધ કરનારાઓ માટે સરકાર તરફથી 'અગ્નિપથ, મિથ વિ. તથ્ય'. શીર્ષક હેઠળ એક ફેક્ટ શીટ બિનસત્તાવાર રીતે બહાર પાડવામાં આવી છે. આ ફેક્ટ શીટ દ્વારા સરકારે પોતાનો પક્ષ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે, અગ્નિપથ યોજના પર ઉભા થયેલા પ્રશ્નોના જવાબો આપવામાં આવ્યા છે. સરકારનું કહેવું છે કે, "જે લોકો ઉદ્યોગસાહસિક બનવા માંગે છે, તેમને નાણાકીય સહાય અને લોન આપવામાં આવશે. જેઓ વધુ અભ્યાસ કરવા માંગે છે તેમને ધોરણ 12ના સમાન પ્રમાણપત્ર આપવામાં આવશે અને વધુ અભ્યાસ માટે બ્રિજિંગ કોર્સ પ્રદાન કરવામાં આવશે. જેઓ નોકરી ઇચ્છે છે તેમને CAPF અને રાજ્ય પોલીસ ભરતીમાં પ્રાધાન્ય આપવામાં આવશે. ગુરુવારે, હરિયાણા, યુપી અને બિહાર સહિત દેશના વિવિધ ભાગોમાં અગ્નિપથ યોજના વિરુદ્ધ પ્રદર્શન થયા હતા. દરમિયાન, સરકારી અધિકારીઓએ 16 જૂને 'ફેક્ટ શીટ' જાહેર કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ 'ફેક્ટ શીટ' યોજના વિશે ફેલાયેલી કથિત માન્યતાઓ અથવા ગેરસમજોને દૂર કરવા માટે છે. તો ચાલો આ 'ફેક્ટ શીટ' પર કરીએ એક નજર....
સ્પષ્ટતા આપતા સરકારે નીચેની બાબતો કહી છે-
- અગ્નિવીર સમાજ માટે ખતરો બનવાના સવાલના જવાબમાં સરકારે કહ્યું કે, આવું કહેવું પણ સેનાના મૂલ્યોનું અપમાન છે. જે યુવક એક વખત યુનિફોર્મ પહેરે છે તે આખી જીંદગી દેશની સેવા કરશે.
- આજે પણ જે લોકો સેનામાંથી નિવૃત્ત થાય છે તે દેશભક્ત છે અને રાષ્ટ્ર વિરોધી સંગઠનોમાં જોડાતા નથી.
- અગ્નિપથ યોજના યુવાનો માટે તકો વધારશે. આગામી વર્ષોમાં વર્તમાન કરતાં ત્રણ ગણી વધુ ભરતી થશે.
- રેજિમેન્ટ સિસ્ટમમાં કોઈ ફેરફાર કરવામાં આવી રહ્યા નથી. શ્રેષ્ઠ અગ્નિવીરને સૈન્યમાં કાયમી કરવામાં આવશે, તેથી તેમનો તાલમેલ વધશે.
- આવી ટૂંકા ગાળાની યોજનાઓ મોટા ભાગના દેશોમાં ચલાવવામાં આવી રહી છે અને તેનું પરીક્ષણ પણ થઈ ચૂક્યું છે. - યુવાનો માટે આ એક મોટી તક છે. પ્રથમ વર્ષમાં ભરતી થયેલા અગ્નિવીરોની સંખ્યા સેનામાં 3 ટકા હશે.
- ચાર વર્ષ પછી, તેઓ સૈન્યમાં કન્ફર્મ થાય તે પહેલાં તેમની ફરીથી કસોટી કરવામાં આવશે, તેથી સૈન્યમાં ભરતી થયેલાઓને સંપૂર્ણ રીતે પરીક્ષણ અને તાલીમ આપવામાં આવશે.
- વિશ્વની મોટાભાગની સેનાઓ યુવાનો પર નિર્ભર છે. આ યોજના દ્વારા યુવા અને અનુભવી વચ્ચે 50-50નો ગુણોત્તર બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી કે તેઓ બેરોજગાર યુવાનોનો અવાજ સાંભળે અને યુવાનોને અગ્નિપથ તરફ લઈ જઈને તેમની ધીરજની "અગ્નિપરીક્ષા" ન કરે. સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવે આ પગલાને "બેદરકારી" અને દેશના ભવિષ્ય માટે સંભવિત "ઘાતક" ગણાવ્યું. દરમિયાન, બિહાર, ઉત્તર પ્રદેશ અને હરિયાણા સહિત ઘણા રાજ્યોમાં વિરોધ ઉગ્ર બન્યો છે. વિરોધ કરી રહેલા યુવાનોએ ટ્રેનોને આગ ચાંપી દીધી, બસોની બારીઓ તોડી નાખી. બિહારમાં ભાજપના ધારાસભ્ય અને ત્યાંથી પસાર થનારા લોકો પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.
Advertisement
Tags :
Advertisement

.