Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પોષી પૂનમ,માં અંબાના પ્રાગટય દિવસની શક્તિપીઠ અંબાજી ખાતે ધામધૂમથી ઉજવણી કરાશે

બનાસકાંઠા જિલ્લામાં આવેલ શક્તિ, ભક્તિ અને આસ્થાના પ્રતીક સમા પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે આજે તા. 6 જાન્યુઆરી 2023ના રોજ જગતજનની માં અંબાનો પ્રાગટય દિવસ પોષી પૂનમ ધામધૂમથી ઉજવવામાં આવશે.શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ, અંબાજી દ્વારા પોષી પૂનમની ઉજવણી માટે શોભાયાત્રા- જ્યોતયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાશક્તિ યજ્ઞ સહિતના ધાર્મિક કાર્àª
12:47 PM Jan 05, 2023 IST | Vipul Pandya
બનાસકાંઠા જિલ્લામાં આવેલ શક્તિ, ભક્તિ અને આસ્થાના પ્રતીક સમા પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે આજે તા. 6 જાન્યુઆરી 2023ના રોજ જગતજનની માં અંબાનો પ્રાગટય દિવસ પોષી પૂનમ ધામધૂમથી ઉજવવામાં આવશે.શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ, અંબાજી દ્વારા પોષી પૂનમની ઉજવણી માટે શોભાયાત્રા- જ્યોતયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાશક્તિ યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું વિશેષ આયોજન અને તૈયારીઓ કરવામાં આવી છે. માં અંબાના પ્રાગટય દિવસે માં અંબાના આશીર્વાદ મેળવવા મંદિર ટ્રસ્ટ દ્વારા સૌ માઇભક્તોને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
અંબાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે
માં અંબાના પ્રાગટય દિવસે દર્શનાર્થે આવતા યાત્રિકોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે અને શ્રધ્ધાળુ ભાવિક ભક્તો માં અંબાના ઉત્સવને માણી શકે એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પોષી પૂનમ માં અંબાનો પ્રાગટય દિવસ હોઈ તેને અનુરૂપ વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે. જે અંતર્ગત ગબ્બર થી મંદિર સુધીના માતાજીના ચાચર ચોક સુધી જયોત યાત્રા નીકળશે. તેમજ અંબાજી નગરમાં હાથીની અંબાડી પર માં અંબાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. જેમાં 1600 કિલો બુંદી પ્રસાદ અને 2100 કિલો સુખડી પ્રસાદ ભાવિક ભક્તોને વિતરણ કરવામાં આવશે. શોભાયાત્રામાં 25  થી 30  જેટલા ટેબ્લોઝ દ્વારા વિવિધ ઝાંખીઓનું પ્રદર્શન કરવામાં આવશે. તો અંબાજી પ્રાથમિક શાળાના બાળકો દ્વારા શક્તિની ઉપાસના અને આરાધનાનું મહત્વ દર્શાવતાસાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. ઉપરાંત માં અંબાના મહાશક્તિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 50  જેટલા યજમાનો ભાગ લઈ ધન્યતા અનુભવશે.
ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ ભાવિક ભક્તો ઉમટી પડે છે
પોષી પૂનમ એ માં આંબાનો પ્રાગટય દિવસ હોઈ ધાર્મિક દ્રષ્ટિએ તેનું વિશેષ મહત્વ રહેલું છે. માં અંબાના પ્રાગટય દિવસને ઉલ્લાસભેર ઉજવવા માઇભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળતો હોય છે. જેને લીધે આ દિવસે માં અંબાના આશીર્વાદ પ્રાપ્ત કરવા ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ ભાવિક ભક્તો ઉમટી પડે છે.
સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠંડા પીણા અને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી  છે. 
ધામધૂમથી ઉજવાનારા માં અંબાના પ્રાગટ્યોત્સવ પ્રસંગે અંબાજી નિવાસીઓ પોતાના ઘરે ઘરે અને વ્યાપારી પ્રતિષ્ઠાનોમાં સાંજના સમયે એક દીપ પ્રગટાવે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે. જ્યારે શોભાયાત્રામાં જોડાતા હજારો માઇ ભક્તોની સેવામાં માર્ગો ઉપર અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠંડા પીણા અને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે. આ પ્રાગટયોત્સવ ખરેખર અંબાજીમાં એક અલૌકિક માહોલ ખડો કરે છે. ત્યારે માર્ગોને સુશોભિત કરીને માતાજીની સવારીને આવકારવા લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.
આપણ  વાંચો- ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સ્વયંસિધ્ધા પ્રોજેકનું લોકાર્પણ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AmbajiGabbarmountainAmbajiMatajiTempleAmbajiProcessionBanaskanthaGujaratFirstMataji'sridingpilgrimagePragatyotsavaofAmbain
Next Article