MPની પબ્લિક સ્કૂલમાં વેક્સિનેશન વખતે ભાન ભૂલ્યો હેલ્થ વર્કર
મધ્યપ્રદેશના સાગરમાં કોરોના વેક્સિનેશનમાં સ્વાસ્થ્ય વિભાગની એક મોટી બેદરકારી સામે આવી છે. સ્વાસ્થ્ય વિભાગના ઓફિસરે બુધવારે જૈન પબ્લિક સ્કૂલમાં બાળકોને વેક્સિન આપવા માટે એક નર્સિંગના વિદ્યાર્થીને એકલાને મોકલી દીધો હતો. તેણે એક જ સીરિંજથી 30 બાળકોને વેક્સિન આપી હતી. વાલીઓએ હોબાળો કરતાં નર્સિંગના વિદ્યાર્થીએ કહ્યું હતું કે, ઓફિસરે મને માત્ર એક જ સીરિંજ આપીને કહ્યું હતું કે, આન
મધ્યપ્રદેશના સાગરમાં કોરોના વેક્સિનેશનમાં સ્વાસ્થ્ય વિભાગની એક મોટી બેદરકારી સામે આવી છે. સ્વાસ્થ્ય વિભાગના ઓફિસરે બુધવારે જૈન પબ્લિક સ્કૂલમાં બાળકોને વેક્સિન આપવા માટે એક નર્સિંગના વિદ્યાર્થીને એકલાને મોકલી દીધો હતો. તેણે એક જ સીરિંજથી 30 બાળકોને વેક્સિન આપી હતી. વાલીઓએ હોબાળો કરતાં નર્સિંગના વિદ્યાર્થીએ કહ્યું હતું કે, ઓફિસરે મને માત્ર એક જ સીરિંજ આપીને કહ્યું હતું કે, આનાથી જ બધા બાળકોને વેક્સિન આપવાની છે.
નર્સિંગ વિદ્યાર્થીની બેદરકારી સામે વાલીઓનો હોબાળો
જૈન પબ્લિક સ્કૂલમાં વેક્સિનેશન કેમ્પ માટે સ્વાસ્થ્ય વિભાગે તેમના કર્મચારીના બદલે નર્સિંગ વિદ્યાર્થીને મોકલી દીધો હતો. નર્સિંગ થર્ડ યરના વિદ્યાર્થી જીતેન્દ્રએ વિદ્યાર્થીઓને વેક્સિન આપવાનું શરૂ કર્યું હતું. તેણે એક પછી એક એમ 30 વિદ્યાર્થીઓને વેક્સિન આપી હતી.
Advertisement
સ્ટાફની અછતના કારણે બેજવાબદાર વર્તન
બુધવારે સાગરના 52 સેન્ટર પર વેક્સિનેશન કેમ્પ શરૂ કરવામાં આવ્યા હતા. દરેક કેમ્પમાં વેક્સિનેશન કેમ્પમાં 2 સભ્યો હોય છે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીનું કહેવું છે કે, સ્ટાફ ઓછો હોવાથી 40 સેન્ટર પર ખાનગી કોલેજના નર્સિંગ સ્ટાફને વેક્સિનેશનની જવાબદારી આપવામાં આવી હતી. માત્ર 12 કેન્દ્રો પર જ વિભાગના સ્ટાફે વેક્સિનેશન કર્યું હતું.