Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ચોમાસામાં ચાખવા પૂરતાં પણ ન ખવાય આ 5 શાક, થવા લાગે છે સાંધાનો દુખાવો અને Body Pain

ચોમાસામાં ન ખાવા જોઈએ આ 5 શાકવટાણા (Peas)સૂકા વટાણામાં પૂરતી માત્રામાં પ્યુરીન રેહલા છે, જે યુરિક એસિડને વધારવાનું કામ કરે છે. જો પહેલાથી જ તમારું યુરિક એસિડનું પ્રમાણ વધેલું છે, તો સૂકા વટાણાનું સેવન ન કરવું જોઈએ. નહીંતર તમારી સમસ્યા વધી શકે છે. બીન્સ (Beans)બીન્સ એટલે કે ચોળી, ફણસી વગેરે જેવા શાક યુરિક એસિડનું સ્તર વધારે છે. તેથી જો પહેલાથી જ તમારું યુરિક એસિડનું પ્રમાણ વધેલું છે, તો તેનુ
12:19 PM Jul 25, 2022 IST | Vipul Pandya
ચોમાસામાં ન ખાવા જોઈએ આ 5 શાક
વટાણા (Peas)
સૂકા વટાણામાં પૂરતી માત્રામાં પ્યુરીન રેહલા છે, જે યુરિક એસિડને વધારવાનું કામ કરે છે. જો પહેલાથી જ તમારું યુરિક એસિડનું પ્રમાણ વધેલું છે, તો સૂકા વટાણાનું સેવન ન કરવું જોઈએ. નહીંતર તમારી સમસ્યા વધી શકે છે. 
બીન્સ (Beans)
બીન્સ એટલે કે ચોળી, ફણસી વગેરે જેવા શાક યુરિક એસિડનું સ્તર વધારે છે. તેથી જો પહેલાથી જ તમારું યુરિક એસિડનું પ્રમાણ વધેલું છે, તો તેનું સેવન ભૂલથી પણ ન કરશો. તેના સેવનથી માત્ર યુરિક એસિડનું સ્તર જ નહીં પરંતુ શરીરમાં સોજા આવવાની સમસ્યા પણ થઈ શકે છે. 
રીંગણ (Brinjal)
રીંગણમાં પણ પ્યુરીનની માત્રા વધુ હોય છે. જેનું સેવન કરવાથી તમારું યુરિક એસિડનું પ્રમાણ વધે છે. તદુપરાંત શરીરમાં સોજા આવવાની સમસ્યા ઉત્પન્ન થાય છે. સાથે જ ચહેરા પર ચકામાં અને ખુજલી(Itching) ની સમસ્યા પણ થઈ શકે છે. યુરિક એસિડની પીડિત લોકોએ રીંગણના સેવનથી દૂર રહેવું જોઈએ.
પાલક (Palak)
યુરિક એસિડથી પીડિત વ્યક્તિ માટે પાલક પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેમાં પર્યાપ્ત માત્રામાં પ્રોટીન અને પ્યુરીન રહેલું હોય છે, જે યુરિક એસિડનું સ્તર વધારે છે. તેથી પાલકનું નિયમિત કરવાથી બચવું જોઈએ.
અરબી (Arabi)
સામાન્ય રીતે તો અરબી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ જો તમે ગાઉટથઈ પીડાતા હોવ, તો અરબીનું સેવન ન કરશો. અરબીના સેવનથી સાંધામાં દુખાવો થઈ શકે છે. તેમજ યુરિક એસિડની માત્રા પણ વધી શકે છે.
(આ લેખ ફક્ત સામાન્ય જાણકારી માટે છે. વધુ માહિતી માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.)
Tags :
GujaratFirsthealthHealthCareHealthTipsMonsoon
Next Article