મહેસાણામાં બાયો માઇનિંગ પદ્ધતિથી થશે કચરાનો નિકાલ
મહેસાણા નગરપાલિકા દ્વારા રોજના 88 ટન કચરાનું કલેક્શનસમગ્ર કચરો મહેસાણામાંથી કલેક્શન કરી ને ડમ્પિંગ સાઈટ ઉપર ઠાલવવામાં આવે છે અત્યાર સુધીમાં 2.30 લાખ ટન કચરાના ઢગલા સર્જાતા પાલિકાએ 1 કરોડના ખર્ચે એજન્સી ને સોંપ્યું કામ બાયો માઇનિંગ પદ્ધતિ થી કચરાના નિકાલ ની કામગીરી હાથ ધરી એકત્રિત થયેલ કચરાનું શોર્ટીંગ કરી જરૂરી વસ્તુઓ અલગ તારવી તેમાંથી ઉભો થયો આવક નો સ્ત્રોતછેલ્લા એક માસમાં 10 à
08:48 AM Jan 04, 2023 IST
|
Vipul Pandya
- મહેસાણા નગરપાલિકા દ્વારા રોજના 88 ટન કચરાનું કલેક્શન
- સમગ્ર કચરો મહેસાણામાંથી કલેક્શન કરી ને ડમ્પિંગ સાઈટ ઉપર ઠાલવવામાં આવે છે
- અત્યાર સુધીમાં 2.30 લાખ ટન કચરાના ઢગલા સર્જાતા પાલિકાએ 1 કરોડના ખર્ચે એજન્સી ને સોંપ્યું કામ
- બાયો માઇનિંગ પદ્ધતિ થી કચરાના નિકાલ ની કામગીરી હાથ ધરી
- એકત્રિત થયેલ કચરાનું શોર્ટીંગ કરી જરૂરી વસ્તુઓ અલગ તારવી તેમાંથી ઉભો થયો આવક નો સ્ત્રોત
- છેલ્લા એક માસમાં 10 હજાર ટન જેટલા કચરાનો નિકાલ કરવામાં સફળતાં મળી
- આવનાર બે વર્ષ માં સંપૂર્ણ કચરાનો નિકાલ થશે તેવું પાલિકા હાલ માની રહી છે
મહેસાણા (Mehsana) નગરપાલિકા દ્વારા રોજના 88 ટન કચરા (Garbage)નું કલેક્શન સમગ્ર મહેસાણા માંથી કરીને ડમ્પિંગ સાઈટ ઉપર ઠાલવવામાં આવે છે . અત્યાર સુધીમાં 2.30 લાખ ટન કચરાના ઢગલા સર્જાતા પાલિકાએ 1 કરોડના ખર્ચે એજન્સી ને કામ આપી બાયો માઇનિંગ પદ્ધતિ (Bio-Mining Method) થી કચરાના નિકાલની કામગીરી હાથ ધરી છે. છેલ્લા એક માસમાં 10 હજાર ટન જેટલા કચરાનો નિકાલ કરવા માં સફળતા મળી છે જ્યારે આવનાર બે વર્ષ માં સંપૂર્ણ કચરાનો નિકાલ થશે તેવું પાલિકા હાલમાં માની રહી છે.
રોજ 88 ટન જેટલો કચરાનું કલેક્શન
મહેસાણા પાલિકા દ્વારા ગંદકીની સમસ્યા ને અટકાવવા અને શહેર ને સ્વચ્છ બનાવવા એજન્સી અને તંત્ર દ્વારા રોજે રોજ 88 ટન જેટલો કચરાનું ક્લેશન કરવામાં આવી રહ્યો છે.પાલિકા દ્વારા કલેક્શન કરતા કચરાના ડમ્પિંગ સાઈટ પર નિકાલ કરવામાં આવતા અત્યાર સુધીમાં 2.30 લાખ ટન જેટલો કચરો ડમ્પિંગ સાઈટ પર જમા થતા મસ મોટા કચરાના ઢગલા જામતા સાઈડ પર એકત્ર થયેલા કચરાના ઢગલા ના નિકાલ માટે પાલિકા દ્વારા ટેન્ડર કરી યોગ્ય ભાવ નક્કી કરી પ્રતી ટન 234 રૂપિયાના ભાવથી કુલ 1 કરોડ ના ખર્ચે 2.30 ટન કચરાના નિકાલ નું કામ આપાતા એક માસમાં 10 હજાર ટન કચરાનો નિકાલ કરાયો છે.
2.30 લાખ ટન કચરા નિકાલ માટે એક કરોડના ખર્ચે બાયો માઈનિંગ પ્લાન
એજન્સી દ્વારા કચરાને અલગ તારવી શકાય તેવી આધુનિક મશીનરી ની ઉપયોગ કરતા કચરામાંથી મળતા પ્લાસ્ટિક ,કોટન મેટલ વગેરે 80 ટકા જેટલી નાની મોટી ચીજ વસ્તુઓને ને અલગ કરી તેમાંથી પણ આવક મળે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.જ્યારે 20 ટકા પથ્થર માટી જેવા કચરાને પુનઃ સ્થળ પર જ ડમપિંગ સાઈડ પર લેવલ કરી દેવામાં આવશે પાલિકાએ રોજના 88 ટન કચરાના કલેક્શનથી એકત્ર થયેલા 2.30 લાખ ટન કચરા નિકાલ માટે એક કરોડના ખર્ચે બાયો માઈનિંગ પ્લાન અપનાવે છે જેથી ડમ્પિંગ સાઈટ ઉપર કચરાનો યોગ્ય નિકાલ પણ થયો છે બીજી તરફ પાલિકા તંત્ર આવનાર સમયમાં નવા આવતા રોજે રોજના કચરાના નિકાલ માટે પણ આયોજન કર્યું છે ત્યારે સ્વચ્છતા માટે મહેસાણા નગરપાલિકાની અનોખી પહેલ અન્ય શહેરો માટે પ્રેરણા રૂપ બની શકે છે.
આ પણ વાંચો--આ વર્ષે નીકળનારી રથયાત્રા માટે નવા રથ બનાવવાની કામગીરી શરૂ, નવા રથને 100 વર્ષ સુધી કંઇજ નહીં થાય
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article