ભાવનગરમાં વિદ્યાર્થીઓના આરોગ્ય પર જોખમ, ભોજનમાં જીવાત અને દેડકા જોવા મળ્યા
ભાવનગરના સણોસરા ખાતે આવેલ પ્રસિદ્ધ લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓના આરોગ્ય પર જોખમ ઉભું થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અહીં વિદ્યાર્થીઓના ભોજનમાં જીવાતું અને દેડકા આવી રહ્યા છે. ગંભીર બેદરકારીના કારણે આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે. આવી અગાવ પણ અનેક વખત વિદ્યાર્થીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે આમ છતાં પૌષ્ટિક ભોજન મળી રહ્યું નથી. દેશની નામાંકિત લોકભારતી વિદ્યાપીઠ સણોસરા ખાતે ભોજનમાં વિદ્યાર્થીઓની વારંવાર ફરિયાદને લઈ ઉઠી રહ્યા છે અનેક સવાલો. આ બાબતે વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાપીઠ સામે ઉગ્ર વિરોધ કરી એક દિવસ માટે જમવા પણ ગયા ન હતા.
આ પણ વાંચો - જુલાઇ 2023 સમગ્ર વિશ્વનો અત્યાર સુધીનો સૌથી ગરમ મહીનો , ક્યાંક અસહ્ય ગરમી, તો ક્યાંક જંગલોમાં આગ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ