Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બહુચરાજીમાં ગાયકવાડ સરકાર વખતનું તળાવ બન્યું ગંદકીનું ઘર, વહીવટકર્તાઓની લાપરવાહીની સાક્ષી પુરતું ઐતિહાસિક તળાવ

શક્તિપીઠ બહુચરાજી એ સમગ્ર ગુજરાતમાં આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. અહીં માના ચરણોમાં શીશ નમાવવા મોટી સંખ્યામાં માઇ ભક્તો માનાં દરબારમાં આવતા હોય છે. પરંતુ છેલ્લા 5 વર્ષેથી પણ વધુના સમયથી યાત્રાધામ બહુચરાજીના વિકાસને જાણે ગ્રહણ લાગી ગયું છે. રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રોજેકટ માટે ગ્રાન્ટ  ફાળવવામાં તો આવે છે પરંતુ સ્થાનિક વહીવટકર્તાઓની ઈચ્છા શક્તિના અભાવે સમય મર્યાદામાં ગ્રાનà
01:35 PM Jan 08, 2023 IST | Vipul Pandya
શક્તિપીઠ બહુચરાજી એ સમગ્ર ગુજરાતમાં આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. અહીં માના ચરણોમાં શીશ નમાવવા મોટી સંખ્યામાં માઇ ભક્તો માનાં દરબારમાં આવતા હોય છે. પરંતુ છેલ્લા 5 વર્ષેથી પણ વધુના સમયથી યાત્રાધામ બહુચરાજીના વિકાસને જાણે ગ્રહણ લાગી ગયું છે. રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રોજેકટ માટે ગ્રાન્ટ  ફાળવવામાં તો આવે છે પરંતુ સ્થાનિક વહીવટકર્તાઓની ઈચ્છા શક્તિના અભાવે સમય મર્યાદામાં ગ્રાન્ટનો ઉપયોગ ન થતા મંજુર થયેલી ગ્રાન્ટ પરત ફરી રહી છે. 
ખાતમૂહૂર્ત થાય છે પરંતુ કામ થતું નથી 
 આવી જ પરિસ્થિતિ બહુચરાજી માતાજીના મંદિર પાસે અડીને આવેલા અને ગાયકવાડ સરકારે બંધાવેલા અને હાલમાં મંદિર હસ્તકના ઐતિહાસિક તળાવની પણ થઈ ગઇ છે. આ તળાવના બ્યુટીફિકેશન માટે  બે થી ત્રણ વાર આ ગ્રાન્ટ ફાળવાઇ પણ  તળાવ વહીવટકર્તાઓની નિષ્કાળજીનો ભોગ બન્યું . તળાવનું કોઈ નવું કામ શરૂ ના થયું પણ હા બે વાર ખાતમૂહૂર્ત ચોક્કસ થયું. હાલમાં આ તળાવમાં ગટરનું પાણી આવી રહ્યું છે તે સિવાય તળાવની ફરતે આવેલા દુકાનદારો પણ મંદિરમાં કચરો નાખી ગંદકીમાં વધારો કરી રહ્યા છે.મંદિરની બિલકુલ બાજુમાં જ આ તળાવ આવેલું હોવાથી ભારે ગંદકી તેમજ દુર્ગંધનો ભોગ યાત્રિકો તેમજ આસપાસ રહેતા લોકો બની રહ્યા છે. સ્થાનિકોની એવી માંગ છે કે આ તળાવનું બ્યુટીફીકેશન ઝડપથી હાથ ધરવામાં આવે.
તળાવમાં ઠલવાઇ રહ્યો છે બજારનો કચરો 
મંદિર હસ્તકના આ તળાવમાં બજારનો કચરો ઠલવાઇ રહ્યો છે. આ તળાવની ફરતે આવેલ દુકાનો ના વહેપારીઓ પણ આ તળાવમાં ગંદકી કરવામાં બાકાત ના ગણી શકાય. સ્થાનિક લોકો સાથે અહીં આવતા શ્રદ્ધાળુઓ પણ એવું ઈચ્છી રહ્યા છે કે આ તળાવમાં થતી ગંદકી અટકાવવામાં આવે તેમજ તેનો વિકાસ કાર્ય હાથ ધરાય. મંદિર હસ્તકના આ તળાવ મંદિર ની બિલકુલ પાસે હોવાથી મંદિરની ગરિમા પણ જળવાઈ રહી નથી ત્યારે તંત્ર દ્વારા ક્યારે પ્રજા હિત માં તળાવનું બ્યુટીફીકેશન ક્યારે હાથ ધરાય છે તે જોવાનું રહ્યું.
આ પણ વાંચોઃ  પ્રસવ પીડા શરૂ થતા 108ની ટીમે અધવચ્ચે ઓટો રિક્ષામાં કરાવી પ્રસુતી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
administratorsBahucharajicarelessnessFilthGaikwadSarkarGujaratFirsthistoricallakehomelakewitness
Next Article