Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વરસાદી ઋતુમાં અમદાવાદમાં, પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કેસમાં વધારો

ચોમાસાની ઋતુમાં રોગચાળાએ શહેરનો ભરડો લીધો છે, છેલ્લાં 15 દિવસથી શહેરમાં મેલેરિયા, ટાઇફઇડ અને ડેન્ગ્યુના કેસમાં નોંધાપત્ર વધારો થયો છે.  દર વર્ષની જેમ આ વર્ષે પણ AMCએ શહેરીજનોનો પોતાના ઘર અને કામકાજના સ્થળો પર પાણી ભરાઈ ન રહે તે માટે લોકોને  સતર્ક રહેવા ચેતવ્યા છે. જેથી મચ્છરનો ઉપદ્રવ  અટકે અને રોગચાળો પણ ન ફેલાય. ત્યારે સાથે જ AMCના હેલ્થ ઓફિસરે લોકો 104 હેલ્પ લાઈનનો સંપર્ક કરી મદદ મેળવà«
વરસાદી ઋતુમાં અમદાવાદમાં  પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કેસમાં વધારો
ચોમાસાની ઋતુમાં રોગચાળાએ શહેરનો ભરડો લીધો છે, છેલ્લાં 15 દિવસથી શહેરમાં મેલેરિયા, ટાઇફઇડ અને ડેન્ગ્યુના કેસમાં નોંધાપત્ર વધારો થયો છે.  દર વર્ષની જેમ આ વર્ષે પણ AMCએ શહેરીજનોનો પોતાના ઘર અને કામકાજના સ્થળો પર પાણી ભરાઈ ન રહે તે માટે લોકોને  સતર્ક રહેવા ચેતવ્યા છે. જેથી મચ્છરનો ઉપદ્રવ  અટકે અને રોગચાળો પણ ન ફેલાય. ત્યારે સાથે જ AMCના હેલ્થ ઓફિસરે લોકો 104 હેલ્પ લાઈનનો સંપર્ક કરી મદદ મેળવી શકશે તેવું પણ જણાવ્યું છે. 
વરસાદી ઋતુમાં અમદાવાદીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યાં છે. આ ઋતુમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કેસમાં પણ વધારો થયો છે. અમદાવાદમાં અનેક  જગ્યાઓ પર પાણી ભરાતા મચ્છરોનો ઉપદ્રવ  વધ્યો છે. અને તેના કારણે મચ્છરજન્ય અને પાણી જન્ય રોગચાળો શરૂ થઈ જાય છે. જેની સામે AMC દ્વારા કન્સ્ટ્રકશન સાઈટ પર ચેકીંગ પણ કરાય છે. તેમજ નોટિસ અને દંડ કરવાની કામગીરી પણ કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ચોમાસાની શરૂઆત થતાં અને રોગચાળો શરૂ થતાં AMC દર વર્ષની જેમ હરકતમાં આવ્યું છે. રોગચાળામાં ચાલુ  ઓગસ્ટ મહિનામાં 17  ઓગસ્ટ  સુધી મેલેરીયાના 87 કેસ, ડેન્ગ્યુના 76 કેસ જ્યારે ઝેરી મેલેરિયાના 3 અને ચિકન ગુનિયાના 11 કેસ નોંધાયા છે તો પાણી જન્ય રોગચાળામાં ઝાડા ઉલ્ટીના 521 કેસ, કમળાના 109 અને ટાઈફોઈડના 172 કેસ નોંધાયા છે. AMC દ્વારા જે કામગીરી કરાય છે, તેમ બંધ ઈમારતો તેમજ એકમો કે જ્યાં પાણી ભરાઈ રહે કે મચ્છરોનો ઉપદ્રવ થાય તેવા એકમોમાં ચેકીંગ કરાય છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ AMCએ પાણી ભરાઈ ન રહે તે માટે લોકોને ધ્યાન આપવા અપીલ કરી છે. જેથી મચ્છરનો ઉપદ્રવ ન થાય અને તેમાંથી રોગચાળો પણ ન ફેલાય. ત્યારે સાથે જ AMCના હેલ્થ ઓફિસરે લોકો 104 હેલ્પ લાઈનનો સંપર્ક કરી મદદ મેળવી શકશે તેવું પણ જણાવ્યું છે.
 
Advertisement
Tags :
Advertisement

.