Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઓસ્ટ્રેલિયાને T20 વર્લ્ડ કપ પહેલા લાગ્યો મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃત્તિ

ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટ્સમેન અને વાઇસ-કેપ્ટન રાચેલ હેન્સે ગુરુવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, જે તેની શાનદાર કારકિર્દીના અંતને ચિહ્નિત કરે છે. 35 વર્ષીય લેફ્ટ હેન્ડ બેટર હેન્સે 2009માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે પોતાના દેશ માટે 6 ટેસ્ટ, 77 વનડે અને 84 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમની
ઓસ્ટ્રેલિયાને t20 વર્લ્ડ કપ પહેલા લાગ્યો મોટો ઝટકો  આ સ્ટાર ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃત્તિ
ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટ્સમેન અને વાઇસ-કેપ્ટન રાચેલ હેન્સે ગુરુવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, જે તેની શાનદાર કારકિર્દીના અંતને ચિહ્નિત કરે છે. 35 વર્ષીય લેફ્ટ હેન્ડ બેટર હેન્સે 2009માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે પોતાના દેશ માટે 6 ટેસ્ટ, 77 વનડે અને 84 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. 
ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમની વાઇસ કેપ્ટન રાચેલ હેન્સે આંતરરાષ્ટ્રીય અને સ્ટેટ ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. 35 વર્ષીય રાચેલે પુષ્ટિ કરી કે તાજેતરની બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની છેલ્લી ટૂર્નામેન્ટ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. હેન્સ આઠમી સિઝનમાં મહિલા બિગ બેશ લીગમાં સિડની થંડર તરફથી રમતા જોવા મળશે. પરંતુ તે ડોમેસ્ટિક ક્રિકેટમાં ન્યૂ સાઉથ વેલ્સ ટીમનો ભાગ નહીં હોય. જે આવતા અઠવાડિયે પોતાના પ્રચારની શરૂઆત કરવા જઈ રહ્યા છે.
Advertisement

હેન્સ ઓસ્ટ્રેલિયા માટે મર્યાદિત ઓવરના ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં નવમાં ક્રમે છે. તેણે વનડેમાં 40.76ની એવરેજથી 2585 રન બનાવ્યા છે. જ્યારે T20 ઈન્ટરનેશનલમાં તેણે 26.56ની એવરેજથી 850 રન બનાવ્યા છે. તે 2018થી ઓસ્ટ્રેલિયાની વાઈસ-કેપ્ટનની ભૂમિકા ભજવી રહી હતી. ત્યારથી, ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરના વર્લ્ડ કપમાં એક અને T20 વર્લ્ડ કપમાં બે ટાઇટલ જીત્યા છે. આ સિવાય ઓસ્ટ્રેલિયાએ તેમની હાજરીમાં આ વર્ષે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
હેન્સે એક નિવેદનમાં કહ્યું, “મારી કારકિર્દી દરમિયાન મારી ટીમના સાથી રહેલા તમામ ખેલાડીઓ કે જેમના કારણે જ હું આટલા લાંબા સમય સુધી રમી શકીં છું. તમે મને દરરોજ પ્રેરણા આપતા રહ્યા. મેં તમારી પાસેથી મેદાન પર અને મેદાનની બહાર ઘણું શીખ્યું છે."
Tags :
Advertisement

.