Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઇસ્લામાબાદની રેલી પહેલા ઇમરાનની મુશ્કેલી વધી, કેબિનેટ મંત્રીએ રાજીનામુ આપ્યું

પડોશી દેશ પાકિસ્તાનમાં અત્યારે રાજકીય સંકટ ઉભું થયું છે. વડાપ્રધાન ઇમરાન ખાનના નેતૃત્વવાળી સરકાર જોખમાય છે. વિપક્ષ દ્વારા પાકિસ્તાનની વર્તમાન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થવાનો છે. તે પહેલા ઇમરાન ખાને શક્તિ પ્રદર્શનના ભાગ રુપે ઇસ્લામાબાદમાં એક વિશાળ રેલીનું આયોજન કર્યુ છે. જો કે તેમને આ રેલી પહેલા જ એક મોટો ઝટકો લાગ્યો છે.પાકિસ્તાની સરકારના કેબિનેટ મંત્રી શાહજહાં બુà
ઇસ્લામાબાદની રેલી પહેલા ઇમરાનની મુશ્કેલી વધી  કેબિનેટ મંત્રીએ રાજીનામુ આપ્યું
પડોશી દેશ પાકિસ્તાનમાં અત્યારે રાજકીય સંકટ ઉભું થયું છે. વડાપ્રધાન ઇમરાન ખાનના નેતૃત્વવાળી સરકાર જોખમાય છે. વિપક્ષ દ્વારા પાકિસ્તાનની વર્તમાન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થવાનો છે. તે પહેલા ઇમરાન ખાને શક્તિ પ્રદર્શનના ભાગ રુપે ઇસ્લામાબાદમાં એક વિશાળ રેલીનું આયોજન કર્યુ છે. જો કે તેમને આ રેલી પહેલા જ એક મોટો ઝટકો લાગ્યો છે.
પાકિસ્તાની સરકારના કેબિનેટ મંત્રી શાહજહાં બુગતીએ રાજીનામું આપી દીધું છે. બુગતી બલૂચિસ્તાનની જમ્હૂરી વતન પાર્ટીના નેતા છે. જમ્હૂરી વતન પાર્ટી (JWP)ના વડા અને MNA શહઝાન બુગતીએ રવિવારે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના પ્રમુખ બિલાવલ ભુટ્ટો ઝરદારીને મળ્યા બાદ ઈમરાન સરકારમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમને ઇમરાન ખાનના નજીકના નેતા ગણવામાં આવતા હતા. 
બુગતીએ બલૂચિસ્તાનમાં વિકાસના અભાવનો ઉલ્લેખ કરીને કહ્યું કે તે હવે વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ સાથે છે. આ પહેલા ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના ઓછામાં ઓછા 24 સાંસદોએ પણ બળવો કર્યો છે. આવી સ્થિતિમાં વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગમાં ઈમરાનની ખુરશી પર જોખમ વધ્યું છે. બિલાવલ ભુટ્ટોની આગેવાની હેઠળના એક પ્રતિનિધિમંડળે અન્ય વિપક્ષી નેતાઓ સાથે વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ માટે જમ્હૂરી વતન પાર્ટી (JWP)ના વડા બુગતી પાસે સમર્થન માંગ્યું હતું.
બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા બુગતીએ કહ્યું કે વર્તમાન સરકારે બલૂચિસ્તાનના લોકોના વિશ્વાસને ઠેસ પહોંચાડી છે. જેથી તેમણે ઈમરાન સરકારને આપેલું સમર્થન પાછું ખેંચી લીધું છે અને કેબિનેટમાંથી પણ રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે ઇમરાન ખાને તેમની બલૂચિસ્તાન બાબતોના SAPM તરીકે નિમણૂક કરી હતી. તેમણે કહ્યું કે હું હવેથી પીડીએમ સાથે ઉભો રહીશ.
બુગતીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ઈમરાન સરકારના કાર્યકાળ દરમિયાન તેમની બેદરકારીને કારણે બલૂચિસ્તાનમાં વિદ્રોહ વધ્યો હતો. ઈમરાન ખાન કહે છે કે દરેક ભ્રષ્ટ છે, પરંતુ લોકોને સામે પુરાવા આપો એટલે તેઓ જ નિર્ણય કરશે. પરંતુ સરકારમાં બેઠેલા લોકો ખોટા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે સરકારે દક્ષિણ પંજાબ માટે વિકાસ પેકેજની જાહેરાત કરી હતી પરંતુ બલૂચિસ્તાનની અવગણના કરી હતી.
Advertisement
Tags :
Advertisement

.