Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પયગંબર પરના નિવેદન બાદ ઇમરાનની પાકિસ્તાન સરકારને સલાહ, ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરો

ભાજપ પ્રવક્તા નૂપુર શર્માએ પયગંબર મોહમ્મદ પર આપેલું નિવેદન અત્યારે વિવાદનું કારણ બન્યું છે. તેના આ નિવેદનનો ઘણા દેશોએ વિરોધ કર્યો છે. ખાસ કરીને ઈસ્લામિક દેશોમાં નૂપુર શર્માના નિવેદનની નિંદા થઈ રહી છે. ભાજપે એક્શન લેતા નૂપુર શર્માને સસ્પેન્ડ કરી છે. પરંતુ હજુ પણ વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે આ વિવાદમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પણ કૂદી પડ્યા છે. તેણે પાકિસ્તાà
પયગંબર પરના નિવેદન બાદ ઇમરાનની પાકિસ્તાન સરકારને સલાહ  ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરો
ભાજપ પ્રવક્તા નૂપુર શર્માએ પયગંબર મોહમ્મદ પર આપેલું નિવેદન અત્યારે વિવાદનું કારણ બન્યું છે. તેના આ નિવેદનનો ઘણા દેશોએ વિરોધ કર્યો છે. ખાસ કરીને ઈસ્લામિક દેશોમાં નૂપુર શર્માના નિવેદનની નિંદા થઈ રહી છે. ભાજપે એક્શન લેતા નૂપુર શર્માને સસ્પેન્ડ કરી છે. પરંતુ હજુ પણ વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે આ વિવાદમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પણ કૂદી પડ્યા છે. તેણે પાકિસ્તાન સરકારને ભારત સાથે સંબંધો તોડવા અને ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવાની સલાહ આપી છે.
પાકિસ્તાન સરકાર આરબ દેશો પાસેથી શીખે
વિવાદાસ્પદ ટીપ્પણીની નિંદા કરતા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને પાકિસ્તાન સરકારને ભારત સાથેના સંબંધો તોડી નાખવા અને આ મુદ્દે કડક વલણ અપનાવવા જણાવ્યું છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના અધ્યક્ષ પદભ્રષ્ટ વડાપ્રધાને મંગળવારે ઈસ્લામાબાદમાં વકીલોની એક કોન્ફરન્સને સંબોધિત કરતા આ માંગણી કરી હતી. તેમણે કહ્યું કે પાકિસ્તાન સરકારે આરબ દેશોને અનુસરીને નરેન્દ્ર મોદી સરકાર સામે કડક વલણ અપનાવવું જોઈએ.
'ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવો જોઈએ'
ઇમરાન ખાને કહ્યું કે "સરકારે ભારત સાથે સંબંધો તોડવા જોઈએ. ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવો જોઈએ." ઇમરાન ખાને આ પહેલા સોમવારે ભાજપના પ્રવક્તા નૂપુર શર્મા દ્વારા અપાયેલા નિવેદનની નિંદા કરી હતી. તેમણે મોદી સરકાર પર ભારતમાં મુસ્લિમો પ્રત્યે ઈરાદાપૂર્વક ઉશ્કેરણી અને નફરતની નીતિને અનુસરવાનો આરોપ પણ મૂક્યો છે. જેમાં તેમની વિરુદ્ધ હિંસા ભડકાવવાનો પણ સમાવેશ થાય છે. 
શાહબાઝ શરીફે પણ ટીકા કરી હતી
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ રવિવારે પયગંબર મોહમ્મદ વિરુદ્ધના વિવાદિત નિવેદનની ટીકા કરી હતી. શહેબાઝ શરીફે આ મુદ્દે ટ્વીટ કરીને કહ્યું હતું કે, ભારતના ભાજપ નેતા દ્વારા અમારા પ્રિય પયગંબર વિશે કરવામાં આવેલી દુ:ખદાયક ટિપ્પણીની હું સખત નિંદા કરું છું. મોદી સરકાર પર કટાક્ષ કરતા શરીફે કહ્યું કે મેં વારંવાર કહ્યું છે કે મોદીના નેતૃત્વમાં ભારત ધાર્મિક સ્વતંત્રતાને કચડી રહ્યું છે અને મુસ્લિમો પર અત્યાચાર કરી રહ્યું છે. 
Advertisement
Tags :
Advertisement

.