પૂર્વ સરકારો દ્વારા ઉત્પાદનને પ્રોત્સાહન ન આપવાને કારણે ચીનમાંથી આયાત વધી : વિદેશ મંત્રી જયશંકર
વિદેશ મંત્રી એસ. જયશંકરે(S. Jaishankar) ચીન તરફથી વધી રહેલા કારોબારની ટીકાનો જવાબ આપ્યો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ચીનમાંથી આયાત રોકવાની માંગ પર કહ્યું કે, 1991માં અર્થવ્યવસ્થાની શરૂઆત થઈ ત્યારથી, અગાઉની સરકારોએ દેશમાં MSME ક્ષેત્ર પર ધ્યાન આપ્યું ન હોતું અને ઉત્પાદન ક્ષેત્રની અવગણના કરી હતી. તેથી ચીનમાંથી આયાત વધી છે. મારા મંત્રાલયે આ અંગે સ્પષ્ટ જવાબ આપ્યો : વિદેશ મંત્રીàª
વિદેશ મંત્રી એસ. જયશંકરે(S. Jaishankar) ચીન તરફથી વધી રહેલા કારોબારની ટીકાનો જવાબ આપ્યો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ચીનમાંથી આયાત રોકવાની માંગ પર કહ્યું કે, 1991માં અર્થવ્યવસ્થાની શરૂઆત થઈ ત્યારથી, અગાઉની સરકારોએ દેશમાં MSME ક્ષેત્ર પર ધ્યાન આપ્યું ન હોતું અને ઉત્પાદન ક્ષેત્રની અવગણના કરી હતી. તેથી ચીનમાંથી આયાત વધી છે.
મારા મંત્રાલયે આ અંગે સ્પષ્ટ જવાબ આપ્યો : વિદેશ મંત્રી
તેમણે સોમવારે મીડિયા જૂથના એક કાર્યક્રમમાં કહ્યું કે, તાજેતરના વર્ષોમાં આ કરવાનું શરૂ કર્યું છે અને અમે 30 વર્ષનું કામ પાંચ કે દસ વર્ષમાં પૂર્ણ કરી શકતા નથી. PM મોદી પર પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીના વાંધાજનક નિવેદન અંગે પૂછવામાં આવેલા પ્રશ્ન પર વિદેશ મંત્રીએ કહ્યું કે, ભારતે પાકિસ્તાનને લઈને ક્યારેય વધારે અપેક્ષાઓ રાખી નથી. તેમણે કહ્યું કે, મને લાગે છે કે મારા મંત્રાલયે આ અંગે સ્પષ્ટ જવાબ આપ્યો હતો. અમારે જે કહેવું હતું તે અમે કહી દીધું.
ભારત-જાપાન સંબંધોનો સકારાત્મક ઇતિહાસ
જયશંકરે ભારત-જાપાન સંબંધો પર ચર્ચા કરી હતી. તેમણે દ્વિપક્ષીય સંબંધો વિશે 12 મુદ્દાઓની વાત કરી અને કહ્યું કે બંને દેશોનો સકારાત્મક ઇતિહાસ છે. તેમણે કહ્યું કે, જાપાનને ભારતમાં આધુનિકતા અને પરંપરાની સુમેળના નમૂના તરીકે જોવામાં આવે છે. જાપાન પરિવર્તનનું ઉત્પ્રેરક રહ્યું છે. આ ક્રમમાં, તેણે મારુતિ, મેટ્રો નેટવર્કનો ઉલ્લેખ કર્યો અને બુલેટ ટ્રેનના વ્યાપક પરિણામો વિશેની પણ વાત કરી હતી.
આ પણ વાંચો - રાહુલ ગાંધીને વિદેશ મંત્રીનો જવાબ, રાજકીય ટીકા ટિપ્પણીથી વાંધો નથી, પરંતુ સેનાનું અપમાન ન થવું જોઇએ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement