IMF ચીફે ભારતીય અર્થવ્યવસ્થાના કર્યાં ભરપુર વખાણ, જુઓ વિડીયો
વિશ્વભરમાં મંદીનાં સંકટ વચ્ચે IMFએ ભારતને વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર ગણાવ્યું છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના એમડી ક્રિસ્ટાલિના જ્યોર્જિયાએ (Kristalina Georgieva) ભારતના વખાણ કરતા કહ્યું કે, ભારત અંધકારમાં પ્રકાશના કિરણ તરીકે ઉભરી આવ્યું છે. આ મુશ્કેલ સમયમાં પણ ભારતની અર્થવ્યવસ્થા જે રીતે ઝડપથી વધી રહી છે અને સૌથી મોટી વિશેષતા એ છે કે તેની પાછળ માળખાકીય સુધારાની મહત્વની ભૂમિકા àª
Advertisement
વિશ્વભરમાં મંદીનાં સંકટ વચ્ચે IMFએ ભારતને વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર ગણાવ્યું છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના એમડી ક્રિસ્ટાલિના જ્યોર્જિયાએ (Kristalina Georgieva) ભારતના વખાણ કરતા કહ્યું કે, ભારત અંધકારમાં પ્રકાશના કિરણ તરીકે ઉભરી આવ્યું છે. આ મુશ્કેલ સમયમાં પણ ભારતની અર્થવ્યવસ્થા જે રીતે ઝડપથી વધી રહી છે અને સૌથી મોટી વિશેષતા એ છે કે તેની પાછળ માળખાકીય સુધારાની મહત્વની ભૂમિકા છે. જણાવી દઈએ કે ભારતની વર્તમાન અર્થવ્યવસ્થાનું કદ લગભગ 3.5 ટ્રિલિયન ડોલર છે.
જ્યારે IMFના મુખ્ય અર્થશાસ્ત્રી પિયર ઓલિવિયરે કહ્યું કે, તમામ દેશોમાં 10 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાની ક્ષમતા નથી, પરંતુ ભારત પાસે આ લક્ષ્યાંક હાંસલ કરવાની ક્ષમતા છે. બે દિવસ પહેલા ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ ભારતના વિકાસના અનુમાનમાં 60 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો.
ભારતમાં 10 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવી ક્ષમતા
IMFના મુખ્ય અર્થશાસ્ત્રી (Chief Economist) પિયર ઓલિવિયરે ભારતમાં ડિજિટાઈઝેશનની પ્રશંસા કરી અને કહ્યું કે, આ પગલું મોટું પરિવર્તન લાવવા જઈ રહ્યું છે. તેમણે ભારતીય અર્થતંત્રને 10 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાની ફોર્મ્યુલા પણ સૂચવી છે. તેમના મતે શિક્ષણ અને સ્વાસ્થ્યમાં રોકાણ વધારીને ભારતીય અર્થવ્યવસ્થાને ઝડપી બનાવી શકાય છે. તેમણે કહ્યું કે, ભારત ઈમારતો અને રસ્તાઓમાં રોકાણ કરી રહ્યું છે, પરંતુ જો માનવ સંસાધનમાં રોકાણ વધશે તો ભારત પણ આગળ વધશે. IMFના મુખ્ય અર્થશાસ્ત્રીએ કહ્યું કે, ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. આવી સ્થિતિમાં ભારતનો 6.8 ટકા અથવા 6.1 ટકાનો વિકાસ દર મોટી વાત છે અને તેના પર ધ્યાન આપવાની જરૂર છે.
ભારતને હજુ માળખાકિય સુવિધાની જરૂર
તેમણે કહ્યું કે, વિશ્વ જ્યારે મંદીના ઓછાયા હેઠળ છે ત્યારે ભારત પ્રકાશના કિરણની જેમ ઉભરી આવ્યું છે. ભારતને (India) હજુ વધુ માળખાકીય સુધારાની જરૂર છે કારણ કે અહીં શક્યતાઓની અછત નથી. પડકારના આ સમયમાં પણ વિકાસ તરફ આગળ વધવું એ મોટી વાત છે. તેમણે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરને એક ચમત્કાર ગણાવ્યો અને કહ્યું કે આટલી મોટી વસ્તીમાં લોકોને આટલી સરળતાથી ફાયદો પહોંચાડવો એ બહુ મોટું કામ છે. ભારત ટેક્નોલોજીનો ખૂબ સારી રીતે ઉપયોગ કરી રહ્યું છે અને તે આધુનિકીકરણ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે.
Advertisement