Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતના કરજણગામની સીમમાં ગેરકાયદે રેતીખનન ઝડપાયું, 55 લાખના મુદામાલ સાથે 14ની ધરપકડ

સુરતના કામરેજ તાલુકાના કરજણ ગામની સીમમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન ચાલતું હતું જ્યાં કામરેજ પોલીસે દરોડો પાડી 14 લોકોને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી ૧૦ ટ્રક અને ૧૪ લોકોની ધરપકડ કરી કુલ ૫૫ લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ સુરતના કરજણ ગામ ખાતે આવેલા તાપી નદી પાસે ગેરકાયદેસર રીતે રેતી ખનન ચાલી રહ્યું હતું આ બાબતની માહિતી કામરેજ પોલીસન
સુરતના કરજણગામની સીમમાં ગેરકાયદે રેતીખનન ઝડપાયું  55 લાખના મુદામાલ સાથે 14ની ધરપકડ
સુરતના કામરેજ તાલુકાના કરજણ ગામની સીમમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન ચાલતું હતું જ્યાં કામરેજ પોલીસે દરોડો પાડી 14 લોકોને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી ૧૦ ટ્રક અને ૧૪ લોકોની ધરપકડ કરી કુલ ૫૫ લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 
મળતી માહિતી મુજબ સુરતના કરજણ ગામ ખાતે આવેલા તાપી નદી પાસે ગેરકાયદેસર રીતે રેતી ખનન ચાલી રહ્યું હતું આ બાબતની માહિતી કામરેજ પોલીસને મળી હતી. માહિતીના આધારે કામરેજ પોલીસે અલગ અલગ ટીમ બનાવી અહી દરોડો પાડ્યો હતો. પોલીસની ટીમેં ત્યાં દરોડો પાડતા રેતીચોરોમાં ફફડાટ ફેલાયો હતો . પોલીસના દરોડા ના પગલે અહીં અફરાતફરી મચી જવા પામી હતી.
પોલીસે ઘટના સ્થળેથી રેતી ખનન કરવા માટે ઉપયોગમાં લેવાતી 10 ટ્રક અને 14 લોકોની ધરપકડ કરી છે. પોલીસે અહીંથી 55 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે અને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.