Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લાઉડસ્પીકર અંગે સરકારના આદેશને અવગણી MNS કાર્યકર્તાઓ આખા મહારાષ્ટ્રમાં કરશે મહાઆરતી

દેશમાં લાઉડસ્પીકર અંગે શરુ થયેલો વિવાદ પુરો થવાનું નામ નથી લઇ રહ્યો. મહારાષ્ટ્રથી શરુ થયેલો આ વિવાદ દેશ આખામાં ફેલાયો છે. જેના કારણે વિવિધ રાજ્ય સરકારોને આ અંગે એક્શન લેવાની પણ ફરજ પડી છે. તેવામં હવે આ રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દ્વારા નવો નિર્ણય કરાયો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ નિર્ણય લીધો છે કે 3 મેના રોજ તેમની પાર્ટીના કાર્યકરો સમગ્ર મહારાષ્ટ્રમાં સ્થàª
લાઉડસ્પીકર અંગે સરકારના આદેશને અવગણી mns કાર્યકર્તાઓ આખા મહારાષ્ટ્રમાં કરશે મહાઆરતી
દેશમાં લાઉડસ્પીકર અંગે શરુ થયેલો વિવાદ પુરો થવાનું નામ નથી લઇ રહ્યો. મહારાષ્ટ્રથી શરુ થયેલો આ વિવાદ દેશ આખામાં ફેલાયો છે. જેના કારણે વિવિધ રાજ્ય સરકારોને આ અંગે એક્શન લેવાની પણ ફરજ પડી છે. તેવામં હવે આ રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દ્વારા નવો નિર્ણય કરાયો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ નિર્ણય લીધો છે કે 3 મેના રોજ તેમની પાર્ટીના કાર્યકરો સમગ્ર મહારાષ્ટ્રમાં સ્થાનિક મંદિરોમાં મહા આરતી કરશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા સોમવારે જ મહારાષ્ટ્ર સરકારે એક આદેશ જાહેર કરીને કહ્યું હતું કે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા માટે પરવાનગી લેવી ફરજિયાત રહેશે.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા નીતિન સરદેસાઈએ કહ્યું કે MNS કાર્યકર્તાઓ 3 મેના રોજ અક્ષય તૃતીયાના અવસરે રાજ્યભરના સ્થાનિક મંદિરોમાં મહા આરતી કરશે. લાઉડ સ્પીકર દ્વારા મહા આરતી કરવામાં આવશે. તો આ તરફ મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલ્સે પાટીલે સોમવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની મહા વિકાસ અગાડી સરકારે રાજ્યના તમામ ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા માટે પોલીસની પરવાનગી ફરજિયાત બનાવી છે. તેમણે કહ્યું કે જે લોકો ધાર્મિક સ્થળો અથવા ધાર્મિક કાર્યક્રમોમાં પરવાનગી વિના લાઉડસ્પીકરનો ઉપયોગ કરશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે દ્વારા ગયા અઠવાડિયે મસ્જિદોમાં લાઉડસ્પીકરનો ઉપયોગ બંધ કરવા અંગે નિવેદન આપ્યું હતું. રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર સરકારને 3 મે સુધીનુ અલેટીમેટ આપ્યું હતું કે મસ્જિદો પર લગાવેલા લાઉડસ્પીકર દૂર કરવામાં આવે, નહીંતર તેમના પક્ષના કાર્યકરોમસ્જિદોની બહાર લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા વગાડશે. ત્યારબાદ શરુ થયેલા વિવાદ વચ્ચે મહારાષ્ટ્ર સરકારે આ નિર્ણય કર્યો હતો. તેવામાં હવે મનસે દ્વારા આ નિર્ણયને અવગણીને રાજ્યભરમાં મહાારતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. 
મહારાષ્ટ્રના ડીજીપીએ આજે ​​અન્ય જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી. મહારાષ્ટ્ર પોલીસ એવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે, જેમની વિરુદ્ધ કોઈપણ પ્રકારના ધાર્મિક વિવાદ સાથે જોડાયેલો કેસ નોંધવામાં આવશે. મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં શાંતિ જાળવવા માટે સાંપ્રદાયિક ગુંડાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. ઉશ્કેરણીજનક નિવેદનો અથવા ભાષણ કરનારાઓ સામે કેસ નોંધવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ બેઠકમાં મીડિયા શું રિપોર્ટિંગ કરી રહ્યું છે તેની પણ ચર્ચા કરવામાં આવી છે, જેના આધારે માર્ગદર્શિકા જારી કરવામાં આવશે.
Advertisement
Tags :
Advertisement

.