ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જો 'આપ'ની સરકાર બનશે તો 300 યુનિટ ફ્રી વીજળી અપાશે, અરવિંદ કેજરીવાલની જાહેરાત

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે  ગુજરાતમાં 'આપ'ની સરકાર બન્યા બાદ 3 મહિનામાં દરેક પરિવારને 300 યુનિટ વીજળી ફ્રી આપવાનું એલાન કર્યું છે. તેમણે કહ્યું કે 31 ડિસેમ્બર પહેલાના તમામ ડોમેસ્ટિક વીજળી બિલ માફ કરવામાં આવશે. સુરતમાં 'આપ' સુપ્રીમો અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે ગુજરાતમાં સરકાર બન્યા બાદ 3 મહિનામાં દરેક પરિવારને 300 યુનિટ વીજળી ફ્રી આપવામાà
08:17 AM Jul 21, 2022 IST | Vipul Pandya
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે  ગુજરાતમાં 'આપ'ની સરકાર બન્યા બાદ 3 મહિનામાં દરેક પરિવારને 300 યુનિટ વીજળી ફ્રી આપવાનું એલાન કર્યું છે. તેમણે કહ્યું કે 31 ડિસેમ્બર પહેલાના તમામ ડોમેસ્ટિક વીજળી બિલ માફ કરવામાં આવશે. 
સુરતમાં 'આપ' સુપ્રીમો અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે ગુજરાતમાં સરકાર બન્યા બાદ 3 મહિનામાં દરેક પરિવારને 300 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવશે. તેમણે કહ્યું કે દરેક ઘરને 24 કલાક વીજળી મળશે અને ફ્રીમાં મળશે તથા પાવર કટ નહી થાય. તેમણે કહ્યું કે 24 કલાક વીજળી ફ્રી આપવાનું ભગવાને મને વરદાન આપ્યું છે. 
સુરતમાં અરવિંદ કેજરીવાલ સાથે મંચ પર BTP ના મહેશ વસાવા પણ હાજર રહ્યા હતા. અરવિંદ કેજરીવાલે કહ્યું કે હું જ્યારે ગુજરાત આવ્યો ત્યારે મારી બાજુની સીટ પર બેઠેલા એક ગુજરાતીએ મને કહ્યું કે ગુજરાતને બચાવી લો. આ લોકોએ બધાને ડરાવીને રાખ્યા છે અને અમારી પાસે કોઇ વિકલ્પ નથી.
અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે છેલ્લા મહિનાઓમાં જેટલીવાર ગુજરાત આવ્યો છું, મને લોકોનો ખુબ પ્રેમ મળ્યો છે. ગુજરાતમાં એક જ પાર્ટીને શાસન કરતા 27 વર્ષ થયા છે. 27 વર્ષમાં અહંકાર આવી ગયો છે અને તેમની પાસે હવે નવા મુદ્દા પણ નથી. હવે બદલાવ જરુરી છે.
તેમણે કહ્યું કે અત્યારે ગુજરાતમાં સૌથી મોટી સમસ્યા મોંઘવારીની છે. આવક વધતી નથી અને મોંઘવારી વધે છે. લોકોને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે અને ખાસ કરીને વીજળીના દર સૌથી વધુ છે. તેમણે કહ્યું કે આજની પહેલી ગેરન્ટી એ છે કે ગુજરાતમાં પણ વીજળી ફ્રી થવી જોઇએ. પહેલા 15 લાખ આપવાની વાત કરી હતી પણ તે જુમલો હતો. અમે ગેરન્ટી આપીએ છીએ કે ગેરન્ટી પુરી ના કરીએ તો બીજી વખત વોટ ના આપતા. અમે દિલ્હી અને પંજાબમાં જે કરીને આવ્યા છે તે અહીં પણ કરીશું. 
 
તેમણે ત્રીજી ગેરેન્ટી આપી કે 31 ડિસેમ્બર પહેલાના તમામ ડોમેસ્ટિક વીજળી બિલ માફ કરવામાં આવશે.
અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે હું સમયાંતરે ગુજરાત આવતો રહીશ. મને વિશ્વાસ છે કે ગુજરાતમાં પણ આપની સરકાર બનશે. ખેડૂતોની વીજળીના મુદ્દે હું બીજી વખત આવીશ ત્યારે ચર્ચા થશે. 
અરવિંદ કેજરીવાલે એમ પણ કહ્યું કે ગુજરાતમાં દારુબંધી જેવુ કંઇ જ નથી. અમારી સરકાર બનશે તો દારુબંધીનો અમલ ચુસ્તપણે કરાશે. અમે આવીશું તો ગેરકાયદે દારુનું વેચાણ બંધ કરાવીશું
ફ્રી રેવડી અંગે કેજરીવાલે કહ્યું કે ફ્રી રેવડી જનતામાં વહેંચવામાં આવે તે ભગવાન છે.પોતાના મિત્રો અને મંત્રીઓને ફ્રી રેવડી આપવામાં આવે તે પાપ છે. મિત્રોની લોન માફ થાય તે ખોટું છે. 

Tags :
AamAdmiPartyArvindKejriwalElectricityGujaratFirst
Next Article