Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મિયા ખલીફા જેવું ફિગર ઇચ્છો છો તો આટલું કરવું પડશે

વજન વધી ગયા બાદ તેને ઘટાડવું એક મોટો પડકાર બની જાય છે. આજે તમને મોટાભાગના લોકો મોટાપાનો શિકાર થયેલા જોવા મળશે. જાણીતી સ્ટાર મિયા ખલીફા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. વળી, સોશિયલ સાઇટ્સ પર અભિનેત્રીની ફેન ફોલોઇંગ પણ ઘણી સારી છે. જોકે, થોડા સમય પહેલા મિયાએ પોતાનું વજન લગભગ 22 કિલો ઘટાડ્યું હતું. જીહા, અને આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તેણે કેવી રીતે પોતાનું વજન આટલું બધું ઘટાડ
04:37 AM Aug 31, 2022 IST | Vipul Pandya
વજન વધી ગયા બાદ તેને ઘટાડવું એક મોટો પડકાર બની જાય છે. આજે તમને મોટાભાગના લોકો મોટાપાનો શિકાર થયેલા જોવા મળશે. જાણીતી સ્ટાર મિયા ખલીફા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. વળી, સોશિયલ સાઇટ્સ પર અભિનેત્રીની ફેન ફોલોઇંગ પણ ઘણી સારી છે. જોકે, થોડા સમય પહેલા મિયાએ પોતાનું વજન લગભગ 22 કિલો ઘટાડ્યું હતું. જીહા, અને આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તેણે કેવી રીતે પોતાનું વજન આટલું બધું ઘટાડ્યું?
મિયા ખલીફાએ તેના એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, "શાળાના સમયથી મારી જીવનશૈલી સારી ન હતી, હું ઘણી બધી બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ ખાતી હતી અને મારા સ્વાસ્થ્ય પર બિલકુલ ધ્યાન આપતી ન હતી. આ જ કારણ હતું કે મારું વજન વધ્યું અને મારી સ્કીન ડલ થવા લાગી." તેણે આગળ કહ્યું કે, "મારે ઈન્ડસ્ટ્રીમાં જોડાતા પહેલા મારા વજનને લગતી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, મારી મેદસ્વીતાને કારણે કોઈ છોકરો મારા પર ધ્યાન આપતો નહતો. કોલેજમાં ગયા પછી મેં મારી વજન ઘટાડવાની સફર શરૂ કરી, ત્યારે મે લગભગ 22 કિલો વડન ઘટાડ્યું હતું. વજન ઘટાડ્યા પછી છોકરાઓ મારા તરફ આકર્ષાવા લાગ્યા હતા."
પશ્ચિમ એશિયાના લેબનોનમાં રહેતી મિયા ખલીફા પોર્ન ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. એક્સ એડલ્ટ સ્ટાર મિયા ખલીફા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના લગભગ 27.8 મિલિયન ફોલોઅર્સ છે. મિયા ખલીફા ઘણીવાર પોતાની સોશિયલ મીડિયા પોસ્ટના કારણે ચર્ચામાં રહે છે. મિયા ખલિફાએ તાજેતરમાં કહ્યું કે, 'તેનું ટ્રાન્સફોર્મેશન તેના માટે આશ્ચર્યજનક નહોતું, ન તો તે સારા જિનેટિક્સ અથવા સારા ચયાપચયને કારણે હતું.' મિયાએ જણાવ્યું કે, તે અઠવાડિયામાં પાંચ દિવસ જિમ જાય છે અને પોતાની ડાયટ રૂટિન ફોલો કરવા માટે સખત મહેનત કરે છે, ત્યારે જ તે આ પ્રકારનું પરિવર્તન કરી શકી છે. 
મિયા ખલીફા નાસ્તામાં ઈંડા, ટોસ્ટ અને બ્લેક કોફી લેવાનું પસંદ કરે છે, જેનાથી પેટ ભરેલું લાગે છે. આ સાથે, મિયા તેના આહારમાં શાકભાજી, ફળો અને બદામનો સમાવેશ કરે છે, લંચમાં તે ભાત, રાંધેલા શાકભાજી, ગ્રીલ્ડ ચિકન લે છે. આ સાથે, જો તેને દિવસ દરમિયાન કોઈપણ સમયે ભૂખ લાગે છે, તો તે સફરજન, જામફળ અથવા કીવી ખાય છે. આ સિવાય તે દિવસ દરમિયાન ઘણું પાણી પીવે છે જેથી તે હાઈડ્રેટ રહે છે. 
આ પણ વાંચો - છોકરી છે કે હાડપિંજર ! આ ડૉક્ટરે વજન ઘટાડવામાં કરી આ ભૂલ,અર્જુન કપૂર અને મલાઈકા અરોરા કરે છે ફોલો
Tags :
FitnessGujaratFirstGYMhealthMiaKhalifa
Next Article