Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

તમે કોઈ પ્રાઇવેટ ઉદ્યોગ ઊભો કરશો તો સરકાર તમારા શેરમાં 25 ટકાની ભાગીદાર બનશે

જીસીસીઆઈના કાર્યક્રમમાં હાજર મનસુખ માંડવિયાએ ઉધોગોને પ્રોત્સાહિત કરતા કહ્યુ હતુ કે ઇન્ડિયાને આપણે મેન્યુફેક્ચરિંગ હબ બનાવવું છે. પોલ્યુશન કંટ્રોલની સાથે સાથે ઇન્ડસ્ટ્રી વિકાસ ખૂબ જરૂરી છે. ઇન્ડિયામાં બ્રેઈન અને મેન પાવરની કોઈ કમી નથી અને તમે કોઈ પ્રાઇવેટ ઉદ્યોગ ઊભો કરશો તો સરકાર તમારી 25 ટકાની ભાગીદાર બનશે એવી સ્કીમ અમે લઈને આવી રહ્યા છે તેથી તમને સરકાર નો પૂરો સપોર્ટ મળશે.ગà
તમે કોઈ પ્રાઇવેટ ઉદ્યોગ ઊભો કરશો તો સરકાર તમારા શેરમાં 25 ટકાની ભાગીદાર બનશે
Advertisement
જીસીસીઆઈના કાર્યક્રમમાં હાજર મનસુખ માંડવિયાએ ઉધોગોને પ્રોત્સાહિત કરતા કહ્યુ હતુ કે ઇન્ડિયાને આપણે મેન્યુફેક્ચરિંગ હબ બનાવવું છે. પોલ્યુશન કંટ્રોલની સાથે સાથે ઇન્ડસ્ટ્રી વિકાસ ખૂબ જરૂરી છે. ઇન્ડિયામાં બ્રેઈન અને મેન પાવરની કોઈ કમી નથી અને તમે કોઈ પ્રાઇવેટ ઉદ્યોગ ઊભો કરશો તો સરકાર તમારી 25 ટકાની ભાગીદાર બનશે એવી સ્કીમ અમે લઈને આવી રહ્યા છે તેથી તમને સરકાર નો પૂરો સપોર્ટ મળશે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા  GCCI ખાતે $5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા હાંસલ કરવા માટે કેમિકલ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગની ભૂમિકા પર પરિસંવાદનું આયોજન કરવામા આવ્યુ હતુ. મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા, અને  ઉદ્યોગ રાજ્ય મંત્રી  જગદીશભાઈ વિશ્વકર્મા હાજર રહ્યા હતા. તેઓને જીસીસીઆઈ દ્વારા  કેમિકલ ઉદ્યોગના વિકાસ માટે કેટલાક સૂચનો  રજૂ કરાયા હતા જેમ કે નિયત સમય રેખામાં પરવાનગીઓ અને કેમિકલ્સ ક્ષેત્ર માટે PLI યોજનાની રજૂઆત કરવામા આવી હતી.
કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણના કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ તેમના મુખ્ય સંબોધનમાં સૂચન કર્યું હતું કે ઉદ્યોગોએ સમસ્યાઓની સાથે સંભવિત ઉકેલો પણ સૂચવવા જોઈએ. તેમણે ઉદ્યોગ દ્વારા સામનો કરવામાં આવતી અડચણોને ઘટાડવા માટે હિતધારકોના પરામર્શના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે સૂચન કર્યું કે ઉદ્યોગોએ તેમની વૃદ્ધિ વધારવા માટે low-hanging fruits and the sunrise sectors  ક્ષેત્રોનો લાભ લેવો જોઈએ. તેમણે જણાવ્યું હતું કે  R &D  ક્ષેત્રમાં  વધુ ધ્યાન આપવાની જરૂર છે અને તેથી સરકાર આર એન્ડ ડી ને પ્રોત્સાહિત કરવા પ્રોત્સાહનો આપી રહી છે. 
ડૉ. માંડવિયાએ કૌશલ્યવર્ધન અને વ્યવસાય કરવાની સરળતાને પ્રોત્સાહન આપવા માટે ઉદ્યોગો સાથે સંયુક્ત રીતે સરકાર દ્વારા કરવામાં  આવેલી પહેલો પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે સરકાર કેમિકલ ક્ષેત્રના વિકાસ માટે વિવિધ પહેલ કરી રહી છે જેમ કે કેમિકલ્સ પાર્ક સ્થાપવા અને બેઝિક કેમિકલ્સના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવું.તેમણે GCCI ને વિકાસ અને વૃદ્ધિ  માટે બિઝનેસ ડેલિગેશન સાથે વૈશ્વિક કેમિકલ હબની મુલાકાત લેવાનું પણ સૂચન કર્યું હતું. માંડવીયાએ વધુમાં જણાવ્યુ હતુ કે ઇન્ડિયા ને આપણે મેન્યુફેક્ચરિંગ હબ બનાવવું છે. પોલ્યુશન કંટ્રોલ ની સાથે સાથે ઇન્ડસ્ટ્રી વિકાસ ખૂબ જરૂરી છે. ઇન્ડિયામાં બ્રેઈન અને મેન પાવર ની કોઈ કમી નથી અને તમે કોઈ પ્રાઇવેટ ઉદ્યોગ ઊભો કરશો તો સરકાર તમારી 25 ટકા ની ભાગીદાર બનશે એવી સ્કીમ અમે લઈને આવી રહ્યા છે તેથી તમને સરકાર નો પૂરો સપોર્ટ મળશે. 
તેમણે કોગ્રેસ સરકાર પર પ્રહાર કરતા કહ્યુ હતુ કે 1992 માં મનમોહન સિંહે જીએસટીનું અમલીકરણની વાત કરી.  તેઓ 10 વર્ષ સરકાર માં રહ્યા પણ અમલ ન કરી શક્યા કેમ કે જે પણ દેશે જીએસટીનું અમલીકરણ કર્યું ત્યાંની સરકાર ગઈ છે તેની બીકે તે ન કરી શક્યા પરંતુ મોદીજીએ તે કરી બતાવ્યું.
 રાજ્યના ઉદ્યોગ પ્રધાન જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે તેઓ 5 ટ્રિલિયન ડોલરના અર્થતંત્રના લક્ષ્યને હાંસલ કરવા માટેના પડકારો અને જરૂરિયાતો વિશે ઉદ્યોગ પાસેથી જાણવા માંગે છે. તેમણે દહેજમાં થયેલા  ઔધોગિક વિકાસના કાર્યો વિષે જણાવ્યું હતું અને અન્ય આવા ક્યા  પ્રોજેક્ટ પર સરકાર દ્વારા ધ્યાન કેન્દ્રિત  કરવાની જરૂર છે એ અંગેના સૂચનો આપવા જણાવ્યું હતું. સહભાગીઓએ તેમના પ્રશ્નો  રજૂ કર્યા હતા  જે  મંત્રી દ્વારા સાંભળવામાં અને નોંધ  લેવામાં આવ્યા  હતા.
Tags :
Advertisement

.

×