નોકરીના ઈન્ટરવ્યૂમાં આ વાત કહેશો, તો તમારી Job પાક્કી
ઈન્ટરવ્યૂ એ સ્ટેજ છે, જેને પહેલી ઈમ્પ્રેશન ગણવામાં આવતી હોય છે. જો તમે પાસ થયા, તો આશાનું કિરણ દેખાય છે. અને જો ઑફર સારી મળી જાય.., તો તો તમારી નોકરી પાક્કી..જો કોઈ સંજોગોમાં તમારાથી કોઈક ભૂલ થઈ જાય તો જોબની એ આશા પણ તૂટી જાય છે. તેવામાં કેટલીક એવી ટીપ્સ છે, જે તમને બેસ્ટ ઈન્ટરવ્યૂ અપાવવામાં મદદ કરશે.તમે જે પણ કંપની માટે અપ્લાય કર્યું હોય, તે કંપની અને ફીલ્ડ બાબતે સંપૂર્ણ જાણકારી જરૂર લઈ
Advertisement

ઈન્ટરવ્યૂ એ સ્ટેજ છે, જેને પહેલી ઈમ્પ્રેશન ગણવામાં આવતી હોય છે. જો તમે પાસ થયા, તો આશાનું કિરણ દેખાય છે. અને જો ઑફર સારી મળી જાય.., તો તો તમારી નોકરી પાક્કી..
જો કોઈ સંજોગોમાં તમારાથી કોઈક ભૂલ થઈ જાય તો જોબની એ આશા પણ તૂટી જાય છે. તેવામાં કેટલીક એવી ટીપ્સ છે, જે તમને બેસ્ટ ઈન્ટરવ્યૂ અપાવવામાં મદદ કરશે.

તમે જે પણ કંપની માટે અપ્લાય કર્યું હોય, તે કંપની અને ફીલ્ડ બાબતે સંપૂર્ણ જાણકારી જરૂર લઈ લો અને તેને સરખી રીતે વાંચી લો.
પાસ્ટ જોબ એક્સપીરિયન્સ
ઈન્ટરવ્યૂમાં પાસ્ટ જોબ એક્સપીરિયન્સ વિશે જરૂર પૂછવામાં આવશે. જેને એ રીતે સમજાવો, જે તમારી ખૂબીઓ અને ગ્રોથને હાઈલાઈટ કરી શકે.
તમને જે સવાલ પૂછવામાં આવે, તેને પહેલા ધ્યાનથી સાંભળો. ઘણી વખત જવાબ આપવાની ઉતાવળમાં લોકો કંઈ પણ બોલી નાખે છે. જેનાથી બનતી વાત બગડી જાય છે.
બૉડી લેન્ગવેજ
તમારી બૉડી લેન્ગવેજ એવી રાખો, જે તમારા કૉન્ફિડન્સને દર્શાવી શકે.
ડ્રેસિંગ
માથાંથી લઈ પગ સુધી પ્રોપર રીતે તૈયાર થઈને જાવ. જે એક રીતે એ પણ દર્શાવે છે કે તમે આ જૉબ માટે કેટલા ગંભીર છો.
આશા
તમારી આ નોકરીથી શું આશા છે, તેને સ્પષ્ટ શબ્દોમાં જાહેર કરો. ડિમાન્ડ એવી ન રાખો, કે તમારી પ્રોફાઈલ અને એક્સપીરિયન્સના હિસાબથી જસ્ટિફાઈ ન થાય.
તમને કેમ મળવી જોઈએ આ જોબ?
આ સવાલ હંમેશા પૂછવામાં આવે છે કે 'અમે તમને કેમ આ જોબ આપીએ?' ત્યારે આ વાતમાં કોન્ફિડન્સ સાથે પોતાની ખૂબીઓ જણાવો અને એ સમજાવો કે કેવી રીતે તમારા જોબ જોઈન કર્યા પછી કંપનીને ફાયદો થઈ શકે છે.
Advertisement