Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જો તમારા ઘરમાં પણ પૅટ હોય, તો આ તમામ ખર્ચા આ ઇન્શ્યોરન્સમાં કવર થશે

શું તમને ખબર છે, જેમ આપણી હેલ્થ, એક્સિડન્ટ, ડેથ કવર, વાહનો કે પછી જરૂરી સામાન વગેરે ચીજોનો જેવી રીતે ઈન્સ્યોરન્સ લઈ શકાય છે, તેમ તમારા ઘરમાં પણ જો કોઈ પાલતું પ્રાણી હોય તો, તેમનો પણ વીમો ઉતારી શકાય છે.અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં રહેતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કપલ પાસે એક લેબ્રાડોર બ્રીડનો ડોગ હતો. આ ડોગ 5 વર્ષનું થયું ત્યારે તે એકવાર બીમાર પડ્યું. પરિવારે એને બચાવવા પૂરેપૂરા પ્રયાસ
08:19 AM Jul 25, 2022 IST | Vipul Pandya
શું તમને ખબર છે, જેમ આપણી હેલ્થ, એક્સિડન્ટ, ડેથ કવર, વાહનો કે પછી જરૂરી સામાન વગેરે ચીજોનો જેવી રીતે ઈન્સ્યોરન્સ લઈ શકાય છે, તેમ તમારા ઘરમાં પણ જો કોઈ પાલતું પ્રાણી હોય તો, તેમનો પણ વીમો ઉતારી શકાય છે.
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં રહેતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કપલ પાસે એક લેબ્રાડોર બ્રીડનો ડોગ હતો. આ ડોગ 5 વર્ષનું થયું ત્યારે તે એકવાર બીમાર પડ્યું. પરિવારે એને બચાવવા પૂરેપૂરા પ્રયાસો કર્યા અને એની સારવાર પાછળ લાખો ખર્ચી નાખવા છતાં એનું અવસાન થયું હતું. દુઃખમાં ડૂબેલા આ કપલે 6 મહિના પહેલાં ફરી એક પેટ ડોગ વસાવવાનો નિર્ણય લીધો હતો. એડોપ્શન પ્રોસેસ દરમિયાન પરિવારને જાણ થઈ કે પેટ ડોગ માટે ઇન્શ્યોરન્સ પણ મળી શકે છે. ભૂતકાળના અનુભવના આધારે પરિવારે તાત્કાલિક તેના નવા દત્તક લીધેલા ડોગ માટે રૂ. 3 લાખનું ઇન્શ્યોરન્સ કવર ખરીદી લીધું. આવો જાણીએ આ પેટ ઇન્શ્યોરન્સમાં શું કવર થાય?
 પેટ ઇન્શ્યોરન્સમાં શું શું કવર થાય?
  • હોસ્પિટલાઈઝેશન
  • ઓપરેશન કે સર્જરી
  • ટર્મિનલ રોગો
  • મૃત્યુ
  • અકસ્માતમાં થયેલ ઈજાની સારવાર
  • ટૂંકા/લાંબા ગાળાની બીમારીઓ
  • ચોરાઈ જવું
  • ખોવાઈ જવું
  • થર્ડ પાર્ટી લાયેબિલિટી 
શું હોય છે પેટ ઈન્શ્યોરન્સ?
ભારતમાં લગભગ 4 વર્ષ અગાઉ પેટ ઇન્શ્યોરન્સ વેચવાની મંજૂરી મળી હતી. જોકે ખાનગી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓમાં હાલ એકમાત્ર બજાજ એલિયાન્ઝ જ પેટ ડોગ માટે ઇન્શ્યોરન્સ વેચી રહી છે. 
કેટલો વીમો લઈ શકાય?
પેટ ઇન્શ્યોરન્સનો ટ્રેન્ડ હજુ શરૂ થઈ રહ્યો છે. તેમ છતાં ગુજરાતમાં ઘણા એવા લોકો છે, જેમણે તેના ડોગ માટે રૂ. 5-6 લાખનો વીમો ઉતરાવ્યો છે. છેલ્લા એક વર્ષથી સરૂ થયેલા પેટ ઇન્શ્યોરન્સ વેચણમાં અત્યાર સુધીના આ સમય દરમિયાન આશરે 1300 વીમાનું વેચાણ થયું છે, જેમાંથી રૂ. 5 લાખનું કવર લેનારાઓની સંખ્યા 10% જેટલી છે. સરેરાશ વાર્ષિક રૂ. 
કેટલું પ્રીમિયમ આવે?
સામાન્ય રીતે પેટ પેરેન્ટ્સ એક ડોગ પાછળ વાર્ષિક 1 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરતા હોય છે. રીસર્ચ અનુસાર ભારતમાં 2.25 કરોડ જેટલા પેટ ડોગ હોવાનો અંદાજો છે. તેમજ દેશમાં પેટ કૅરનું માર્કેટ રૂ.3500 કરોડનું જોવા મળી રહ્યું છે. સામાન્ય રીતે વાર્ષિક 2000-5000રૂ. પ્રીમિયમ આવે તે રીતે ઈન્શ્યોરન્સ કવર વધુ લેવામાં આવે છે.
Tags :
CatDogGujaratFirstHealthInsuranceInsuranceInsurancepolicyPat
Next Article