ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ દેશમાં ચા પર ચર્ચા થતી હોય તો મારા લગ્ન પર ચર્ચા થવી સ્વભાવિક છે, ધીરેન્દ્ર શાસ્ત્રીનો રમુજી અંદાજ

બાગેશ્વર ધામ સરકારના ધીરેન્દ્ર શાસ્ત્રી તેમના નિવેદનોને કારણે ચર્ચામાં છે. તેમનું માનવું છે કે તેઓ ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવીને રહેશે. અને આ અંગે ઘણીવાર તેઓ પોતાની વાત ખુલીને સામે રાખી ચૂક્યા છે..બીજી તરફ  તેમના લગ્નને લઈને થોડા દિવસોથી ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. તેમણે એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં પણ આ વિશે વાત કરી. પોતાના લગ્નની ચર્ચાને લઇ કંઇક આમ કહ્યું ધીરેન્દ્ર શાસ્ત્રà«
08:08 AM Feb 04, 2023 IST | Vipul Pandya
બાગેશ્વર ધામ સરકારના ધીરેન્દ્ર શાસ્ત્રી તેમના નિવેદનોને કારણે ચર્ચામાં છે. તેમનું માનવું છે કે તેઓ ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવીને રહેશે. અને આ અંગે ઘણીવાર તેઓ પોતાની વાત ખુલીને સામે રાખી ચૂક્યા છે..બીજી તરફ  તેમના લગ્નને લઈને થોડા દિવસોથી ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. તેમણે એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં પણ આ વિશે વાત કરી. 
પોતાના લગ્નની ચર્ચાને લઇ કંઇક આમ કહ્યું ધીરેન્દ્ર શાસ્ત્રીએ 
જાણીતી ન્યૂઝ ચેનલ આજતક સાથે વાત કરતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, 'મારા લગ્નની ચર્ચા ચાલતી રહે છે અને બહુ લાંબા સમયથી ચાલતી આવે છે. જ્યારે ભારતમાં ચા પર ચર્ચા થઈ શકે છે તો પછી મારા લગ્નની ચર્ચા કેમ ન થઈ શકે. આ કોઈ મોટી વાત નથી... બહુ જલ્દી લગ્ન થશે, સારા પરિવારમાં થશે અને ભગવાન જાણે કે કેવી પત્ની હશે. 
ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી હિન્દુ રાષ્ટ્રના મુદ્દે બોલ્યા
ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું, 'આખું વિશ્વ હિન્દુ છે. જો કે, અમે કોઈને ધમકી આપી નથી કે દબાણ કર્યું નથી... અમે ફક્ત એટલું જ કહ્યું કે બધા હિંદુ છે, હવે જે કોઈ માને છે તે બાગેશ્વર બાલાજી અને તમામ સંતોના સમર્થનમાં છે. જેઓ માનતા નથી તેઓ વિરોધમાં છે. જેઓ વિરોધમાં છે તેમને આપણે ન તો સમજાવવાના છે કે ન તો ધમકાવવા છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે અમે અહિંસક છીએ, અમારે રાજનીતિ નથી કરવી, ન તો અમે નેતા બનવા માગીએ છીએ. તેમણે કહ્યું કે ભારતના બંધારણમાં દરેક વ્યક્તિને મૂળભૂત અધિકારો મળ્યા છે અને તે અંતર્ગત અમે અમારી વાત રાખીએ છીએ અને હિંદુઓને એક કરી રહ્યા છીએ.
મારે કોઇ સપના નથી ઃ ધીરેન્દ્ર શાસ્ત્રી 
ધીરેન્દ્ર શાસ્ત્રીએ ઈસ્લામિક ધર્મગુરુઓ વિશે જણાવ્યું હતું કે જે લોકોમાં સત્ય સાંભળવાની હિંમત છે તેઓ અમને સમર્થન આપી રહ્યા છે અને જેઓ અમને સાથ નથી આપતા તેઓ તેમનો ડર છે અને તેમનો ડર અકબંધ રહેશે. ઈન્ટરવ્યુમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના લક્ષ્ય વિશે પણ વાત કરી હતી. શાસ્ત્રીએ કહ્યું કે તેઓ કોઈ લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીને પોતાનું જીવન જીવતા નથી. તેણે કહ્યું, 'અમારે કોઈ સપના નથી. તેમ જ કોઈ કથાકાર બનવાનું સ્વપ્ન  નથી.સ્વપ્નન સનાતન છે 
ધર્માંતરણ મુદ્દે ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યું?
ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે ખૂબ જ વિકટ સંજોગો છે, નિર્દોષ લોકોને લાલચ બતાવીને ધર્મ બદલવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું જોકે, ઘરે પરત ફર્યા પછી, હું કહેવા માંગુ છું કે બધા હિંદુ છે અને બધા સનાતની છે. જો કોઈ જાતે આવવા માંગે તો અમે તેને ના નથી કહેતા . સવારમાં ભૂલી ગયેલો સાંજ ઘરે પરત ફરે તો તેને ભૂલ્યો ન કહેવાય. બીજી તરફ જે લોકો પોતાને હિંદુ બોલવાની ના પાડી રહ્યા છે તેના પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે,જો કોઇ પુત્ર તેના પિતાને પિતા કહેવા ન માંગતો હોયતો તેમાં પિતાનો શું વાંક છે, તે પુત્રનો વાંક છે.દોષ સનાતનનો નથી, ભૂલનારાઓનો દોષ છે.

આ પણ વાંચોઃ  આસામમાં બાળલગ્ન મામલે 2044 લોકોની ધરપકડ, 52 કાઝીઓ અને પાદરીઓની ધરપકડ


ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
DhirendraShastriGujaratFirstMarriagereply
Next Article