Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઓફિસમાં ખુરશીમાં સતત બેસવાથી તમારા પગમાં દુખાવો થાય છે, તો કારગત નીવડશે આ ઉપાય

જો પગની નસોમાં દુખાવો થતો હોય તો ઘણા પ્રકારના ઘરગથ્થુ ઉપચાર અસરકારક સાબિત થઇ શકે છે. આજકાલ વ્યસ્ત જીવન અને બેઠાડું જીવનશૈલીના કારણે શરીરમાં ઘણી સમસ્યાઓ થાય છે. આ સમસ્યાઓમાં પગમાં દુખાવો પણ  સામાન્ય સમસ્યા બની ગઇ છે. પગની નસોમાં દુખાવો ખૂબ જ અસહ્ય હોય છે. જેના કારણે ચાલવામાં પણ ભારે મુશ્કેલી પડે છે. ઉપરાંત, તે રોજિંદા દિનચર્યાને અસર કરી શકે છે. આવી સ્થિતિમાં પગની નસોમાં થતા દુખાવાàª
11:59 AM Aug 26, 2022 IST | Vipul Pandya
જો પગની નસોમાં દુખાવો થતો હોય તો ઘણા પ્રકારના ઘરગથ્થુ ઉપચાર અસરકારક સાબિત થઇ શકે છે. આજકાલ વ્યસ્ત જીવન અને બેઠાડું જીવનશૈલીના કારણે શરીરમાં ઘણી સમસ્યાઓ થાય છે. આ સમસ્યાઓમાં પગમાં દુખાવો પણ  સામાન્ય સમસ્યા બની ગઇ છે. 
પગની નસોમાં દુખાવો ખૂબ જ અસહ્ય હોય છે. જેના કારણે ચાલવામાં પણ ભારે મુશ્કેલી પડે છે. ઉપરાંત, તે રોજિંદા દિનચર્યાને અસર કરી શકે છે. આવી સ્થિતિમાં પગની નસોમાં થતા દુખાવાથી રાહત મેળવવી ખૂબ જ જરૂરી છે. જો તમારા પગની નસોમાં દુખાવો થાય છે, તો તમે આ સમસ્યાને દૂર કરવા માટે કેટલાક અસરકારક ઘરેલું ઉપચારની મદદ લઈ શકો છો. 

પગની નસોમાં થતી પીડા દૂર કરવા માટે અપનાવો આ ઘરેલું ઉપચાર



હળદરની પેસ્ટ
જ્યારે પગની નસોમાં દુખાવો થતો હોય ત્યારે તમે હળદરની પેસ્ટનો ઉપયોગ કરી શકો છો. હળદરમાં હાજર એન્ટીઑકિસડન્ટ અને બળતરા નિષેધ ગુણો પગની નસોમાં દુખાવો દૂર કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે. તેનો ઉપયોગ કરવા માટે હળદરમાં થોડું સરસવનું તેલ ઉમેરીને પગ પર લગાવો. તેનાથી તેમને સંધિવાના દુખાવામાં પણ ઘણી રાહત મળશે. આ સિવાય હળદરવાળું દૂધ પીવાથી પગની નસોમાં થતા દુખાવામાં પણ રાહત મળે છે.

નીલગીરી તેલ
નીલગિરીનું તેલ સાંધાના દુખાવાને ઓછું કરવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. રાત્રે સૂતા પહેલા આ તેલનો ઉપયોગ કરો. તેનો ઉપયોગ કરવા માટે સૌ પ્રથમ પગને ગરમ પાણીથી સારી રીતે ધોઈ લો. હવે આ તેલને પગમાં લગાવો અને હળવા હાથે મસાજ કરો. આનાથી ચેતાઓમાં તણાવ અને પીડામાંથી રાહત મળી શકે છે.

દિવેલ
એરંડાનું તેલ પગમાં દુખાવો અને ખેંચાણથી રાહત આપી શકે છે. આ તેલથી તમારા પગની નિયમિત માલિશ કરો. આ સિવાય જો તમારી પાસે દીવેલ ન હોય તો કોઈપણ તેલમાં એરંડાના પાન નાખીને સહેજ ગરમ કરો. હવે આ તેલથી પગની માલિશ કરી શકો છો. તેનાથી તમને રાહત મળશે. 
આ પણ વાંચો- જમ્યા પછી થાય છે એસિડિટી ? તો કરો આ 5 બદલાવ તમારી દિનચર્યામાં
Tags :
GujaratFirsthealthHealthTipsHomeRemediesPaininLegs
Next Article