Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

1લી મે સુધીમાં MLA જીગ્નેશ મેવાણીને છોડવામાં નહીં આવે તો જેલ ભરો આંદોલનની ચીમકી

તાજેતરમાં MLA જીગ્નેશભાઈ મેવાણીની અટકાયતના મામલે સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. તેવા સંજોગોમાં આજે સુરેન્દ્રનગર શહેરના આંબેડકર ચોક વિસ્તારમાંથી અનુસૂચિત જાતિના યુવકો દ્વારા ભવ્ય રેલી યોજવામાં આવી છે અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને રજુઆત પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીની અટકાયત પોલીસ દ્વારા કરી અને ત્યારબાદ તેમના ઉપર ટ્વિટરનà
1લી મે સુધીમાં mla જીગ્નેશ મેવાણીને છોડવામાં નહીં આવે તો જેલ ભરો આંદોલનની ચીમકી
તાજેતરમાં MLA જીગ્નેશભાઈ મેવાણીની અટકાયતના મામલે સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. તેવા સંજોગોમાં આજે સુરેન્દ્રનગર શહેરના આંબેડકર ચોક વિસ્તારમાંથી અનુસૂચિત જાતિના યુવકો દ્વારા ભવ્ય રેલી યોજવામાં આવી છે અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને રજુઆત પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીની અટકાયત પોલીસ દ્વારા કરી અને ત્યારબાદ તેમના ઉપર ટ્વિટરના મામલે ગુના દાખલ કરવામાં આવ્યા છે અને તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે. જેને સમગ્ર ગુજરાતના દલિત સમાજના યુવકો અને વિવિધ સંગઠનો તેમજ પીડિતો શોષિતોમાં જેના માટે ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીએ અવાજ ઉઠાવ્યો છે તેવા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ મામલે સુરેન્દ્રનગર અનુસૂચિત જાતિ યુવકો દ્વારા સુરેન્દ્રનગર શહેરના રાજ હોટલથી ભવ્ય રેલી યોજવામાં આવી છે. અંદાજીત 500 થી વધુ યુવકોએ રેલી યોજીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને રજુઆત કરી છે. આગામી દિવસોમાં જીગ્નેશભાઈ મેવાણી ઉપર કરેલા તમામ કેસો પરત ખેંચવામાં નહીં આવે અને માન-સન્માન સાથે તેમને ગુજરાત નહીં લાવવામાં આવે તો ભવ્ય આંદોલન અને જેલ ભરો આંદોલન સુધીની ચીમકી દલિત સમાજના તથા અનુસૂચિત જાતિના યુવકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર શહેરમાં સમગ્ર રોડ રસ્તાઓ ઉપર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 
કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર એલર્ટ મોડમાં છે. ત્યારે સુરેન્દ્રનગર કલેકટર કચેરી પણ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ છે. ડીવાયએસપી સહિતનો કાફલો પણ કલેકટર ઓફિસમાં ગોઠવી દેવામાં આવ્યો છે. જોકે, કોઇપણ અનિચ્છનીય બનાવ ન બને તેવા પ્રયાસો પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. ભવ્ય રેલી અનુસૂચિત જાતિના યુવકો દ્વારા કાઢવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ શહેરના વિવિધ લોકોમાં પણ અનુસૂચિત જાતિના યુવકો દ્વારા MLA જીગ્નેશભાઈ મેવાણીના મામલે વિરોધ પ્રદર્શન નોંધવામાં આવ્યું છે. MLA જીગ્નેશ મેવાણી સાથે અનુસૂચિત જાતિના યુવનો જ નહીં પરંતુ સમગ્ર જ્ઞાતિના યુવકો અને વડીલો તેમજ જેના માટે તે અવાજ ઉઠાવે છે તેવા લોકો પણ આ રેલીમાં જોડાયા છે. 
ઉલ્લેખનીય છે કે, શહેરી વિસ્તારમાં ભવ્ય રેલી યોજી અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને વિવિધ પ્રકારની ચીમકીઓ પણ યુવકો દ્વારા આપવામાં આવી છે. સુરેન્દ્રનગર શહેરના આંબેડકર ચોક વિસ્તારમાંથી આજે મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો અને યુવકો દ્વારા ભવ્ય રેલી યોજવામાં આવી છે. તેવા સંજોગોમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી અને અનુસૂચિત જાતિના લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. જેમાં 1લી મે સુધીમાં MLA જીગ્નેશ મેવાણી ઉપર લગાવવામાં આવેલા તમામ આરોપો કેસો પરત ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે. તેવા સંજોગોમાં 1લી મેથી જેલ ભરો આંદોલન દલિત સમાજ તેમજ અનુસૂચિત જાતિના લોકો કરે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે અને આ મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત પણ કરવામાં આવી છે. પાટડીના ધારાસભ્ય નવસાદ સોલંકીએ પણ અમદાવાદ ખાતે MLA જીગ્નેશ મેવાણી અટકાયતના મામલે વિરોધ પ્રદર્શન કરી પ્રતિકાર રેલી યોજી હતી.
અમદાવાદમાં ભાજપને જડબાતોડ જવાબ આપતી પ્રતિકાર રેલી યોજાઇ. સાથે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની કાયરતાપૂર્ણ ધરપકડના વિરોધમાં સમગ્ર ગુજરાતમાંથી દલિત સમાજ સહિત તમામ સમાજના બુદ્ધિજીવી લોકોએ વિશાળ સંખ્યામાં આ રેલીમાં ભાગ લીધો. બધાનો એક જ સૂર હતો કે ભાજપની તાનાશાહી સામે અમે ઝુકીશું નહીં, જેટલા જુલમ કરશે તેટલી આક્રમકતાથી જવાબ આપીશું. વરિષ્ઠ સાથી ધારાસભ્ય શૈલેષભાઈ પરમાર અને અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન હિતેન્દ્રભાઈ પીઠડીયા સહિત વિશેષ અન્ય સમાજના અમારા સાથી ધારાસભ્યો સી. જે. ચાવડા, બળદેવજી ઠાકોર, હિંમતસિંહ પટેલ, રઘુભાઈ દેસાઈ, ગેનીબેન ઠાકોર, નાથાભાઈ પટેલ સહિત ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોર, પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયા, સિદ્ધાર્થ પટેલ, રાષ્ટ્રીય મહાસચિવ દિપકભાઈ બાબરીયા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત MLA જીગ્નેશભાઈના પિતા નટુભાઈ મેવાણીએ પણ ખાસ હાજર રહ્યા હતા.
સુરેન્દ્રનગર શહેરની કલેકટર કચેરી પણ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઇ છે. તેવા સંજોગોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર જિલ્લામાં અને શહેરી વિસ્તારમાં ખાસ કરીને મુખ્ય રોડ રસ્તા ઉપર જ્યાંથી આ રેલી પસાર થવાની હતી. ત્યારે પીએસઆઇ, પીઆઇ સહિતનો સ્ટાફ ગોઠવી દેવામાં આવ્યો છે. જિલ્લાની કલેકટર કચેરી ખાતે પણ ડીવાયએસપી કોડ અને ખુદ ડીવાયએસપી સ્ટેન્ડબાય થયા છે. કોઈ પણ પ્રકારે રેલી દરમિયાન અથવા રજૂઆત દરમિયાન અનિચ્છનીય બનાવ ન બને તેવા પ્રયાસો પોલીસ તંત્રએ પણ હાથ ધર્યા છે. સુરેન્દ્રનગર ડીવાયએસપી સહિતનો કાફલો કલેક્ટર કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ગામડે-ગામડે અનુસૂચિત જાતિના યુવકો લોકો સુધી MLA જીગ્નેશ મેવાણી અટકાયતના મામલે આંદોલનમાં જોડાવા અપીલ કરશે.
ઉલ્લેખનીય છે કે, MLA જીગ્નેશ મેવાણીને ટ્વિટરના મામલે અટકાયત કરી અને આસામ પોલીસે ધરપકડ કરી છે. હવે સમગ્ર ગુજરાતમાં આ મામલે વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવી રહ્યો છે તેવા સંજોગોમાં આજે ભવ્ય રેલી પણ યોજવામાં આવી છે. અનુસૂચિત જાતિ દ્વારા રેલી યોજી અને જિલ્લા કલેકટરને રજૂઆત પણ કરવામાં આવી છે. આગામી દિવસોમાં અનુસૂચિત જાતિના યુવકો દ્વારા ગામડે ગામડે લોકોને MLA જીગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવેલા કામો અંગે માહિતગાર કરવામાં આવશે અને તેઓ ઝડપથી જેલ મુક્ત થાય તે અંગે લોકોમાં પણ જાગૃતિ લાવી અને ભવ્ય આંદોલન કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.
Advertisement
Tags :
Advertisement

.