Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જો મારા સમયમાં કોહલી રમતો હોત તો આટલી સદી ન કરી શક્યો હોત: શોએબ અખ્તર

પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર અને દિગ્ગજ બોલરે એક નિવેદનમાં જણાવ્યું છે કે તેના સમયમાં વિરાટ કોહલી રમતો હોત તો તે આટલી સદી કે આટલા બધા રન ન કરી શક્યો હોત.એક દ્રષ્ટિકોણથી આપણે જોઈએ તો તે તેના જમાનાનો એક દિગ્ગજ અને ભલભલા બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂકી દેતો હતો. એ વાતથી કોઇ પણ ઇનકાર કરી શકે એમ નથી. પણ ક્રિકેટમાં કે પછી જીવનમાં દરેક માણસનો પોતાનો એક ઉત્તમ સમય હોય છે જે ઉત્તમ સમયમાં તે àª
જો મારા સમયમાં કોહલી રમતો હોત તો આટલી સદી ન કરી શક્યો હોત  શોએબ અખ્તર
પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર અને દિગ્ગજ બોલરે એક નિવેદનમાં જણાવ્યું છે કે તેના સમયમાં વિરાટ કોહલી રમતો હોત તો તે આટલી સદી કે આટલા બધા રન ન કરી શક્યો હોત.
એક દ્રષ્ટિકોણથી આપણે જોઈએ તો તે તેના જમાનાનો એક દિગ્ગજ અને ભલભલા બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂકી દેતો હતો. એ વાતથી કોઇ પણ ઇનકાર કરી શકે એમ નથી. પણ ક્રિકેટમાં કે પછી જીવનમાં દરેક માણસનો પોતાનો એક ઉત્તમ સમય હોય છે જે ઉત્તમ સમયમાં તે પોતાનું ઉત્તમ પ્રદાન કરી શકે છે. શોએબે પણ પોતાના  સમયમાં તે કરી બતાવ્યું અને વિરાટ કોહલીએ પણ પોતાના સમયમાં પોતાનું ઉત્તમ પ્રદાન કરી બતાવ્યું છે. બન્ને ક્રિકેટરોએ  પોતાના દેશ માટે મહત્ત્વનું પ્રદાન કર્યું છે. પણ બન્નેનો ક્રિકેટની રમતનો સમયગાળો અલગ અલગ રહ્યો છે. આમ હોય ત્યારે ક્રિકેટની દુનિયામાં "જો કે તો" ની થીયરી કામ કરતી નથી. આમ થયું હોત તો આમ થાત એવી સમય વીતી ગયા પછીની કાલ્પનિક બડાશ મારવી શોએબ જેવા વિશ્વ કક્ષાના કદાચ શોભતી નથી.
કારણ કે શક્ય છે શોએબની સામે વિરાટ કોહલીએ આના કરતાં પણ વધારે રન કર્યા હોત અથવા તો વધુ સદીઓ મારી હોત એવી કલ્પના પણ આપણે કરી શકીએ છીએ. પણ એવી કલ્પના એ માત્ર આપણી જો અને તો ની થીયરી ઉપર મંડાયેલી હોય છે. તાર્કિક રીતે એને વાસ્તવિક ગણવું ખૂબ જ અઘરું છે. એ પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો શોએબ અખ્તરનું આ વિધાન એની દ્રષ્ટિએ કદાચ તેના આત્મવિશ્વાસનો આધાર બનતું હશે પણ દુનિયાની નજરે તો એ એક માત્ર તેના અભિમાનને છતું કરે છે.
Advertisement
Tags :
Advertisement

.