Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાનમાં જલ્દી જ ચૂંટણીની જાહેરાત નહી થાય તો ગૃહયુદ્ધની પરિસ્થિતિનું થશે નિર્માણ

પાકિસ્તાનમાં હાલમાં શ્રીલંકા જેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. દેશ ભૂખમરી અને બેરોજગારીથી સૌથી વધુ પીડાઇ રહ્યો છે. ત્યારે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને એક ચેતવણી આપી છે અને કહ્યું કે, જો જલ્દી જ નવી ચૂંટણીની જાહેરાત કરવામાં નહીં આવે તો દેશમાં ગૃહયુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થઇ શકે છે. એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં તેમણે પાકિસ્તાનમાં વર્તમાન સ્થિતિ અનà
પાકિસ્તાનમાં જલ્દી જ ચૂંટણીની જાહેરાત નહી થાય તો ગૃહયુદ્ધની પરિસ્થિતિનું થશે નિર્માણ
પાકિસ્તાનમાં હાલમાં શ્રીલંકા જેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. દેશ ભૂખમરી અને બેરોજગારીથી સૌથી વધુ પીડાઇ રહ્યો છે. ત્યારે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને એક ચેતવણી આપી છે અને કહ્યું કે, જો જલ્દી જ નવી ચૂંટણીની જાહેરાત કરવામાં નહીં આવે તો દેશમાં ગૃહયુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થઇ શકે છે. 
એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં તેમણે પાકિસ્તાનમાં વર્તમાન સ્થિતિ અને આવનારી સ્થિતિ અંગે જણાવ્યું હતું. વળી તેમણે પાકિસ્તાનની વર્તમાન સ્થિતિને લઈને ઘણી શક્યતાઓ પણ વ્યક્ત કરી. મહત્વનું છે કે, ઈમરાન ખાન પાકિસ્તાનમાં પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી. વિપક્ષે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરીને ઈમરાન ખાનની સરકારને નીચે ઉતારી હતી. ઈમરાનના સમર્થકોએ પણ ઈસ્લામાબાદમાં ભારે હોબાળો મચાવ્યો હતો. એવું માનવામાં આવતું હતું કે પાકિસ્તાનમાં ટૂંક સમયમાં ચૂંટણીની જાહેરાત થશે અને લોકો એક નવી સરકાર ચૂંટીને બનાવશે, પરંતુ તે પહેલા વિપક્ષે રાજકીય ગણિત લગાવીને પોતાની સરકાર બનાવી લીધી. 
ચૂંટણીને આડે હજુ વધુ સમય બાકી છે, પરંતુ ઈમરાન ખાન કાયદાકીય પ્રક્રિયાને ટાંકીને કોર્ટને વિનંતી કરી રહ્યા છે કે, ચૂંટણી શક્ય તેટલી વહેલી યોજવામાં આવે. આ સિવાય ઈમરાન ખાને પોતાના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાન આર્મી સાથે ચાલી રહેલી તકરાર અંગે પણ ઘણી વાતો કરી છે. ઈમરાન ખાને કહ્યું, 'અહીં અસલી સમસ્યા પાકિસ્તાન સરકારની છે. જો યોગ્ય નિર્ણયો લેવામાં નહીં આવે, તો હું તમને લેખિતમાં આપી શકું છું કે તે ખતમ થઈ જશે. સૌથી પહેલા આપણી સેના બરબાદી તરફ જશે. જ્યારથી આ સરકાર આવી છે ત્યારથી રૂપિયો અને શેરબજાર ગગડી રહ્યું છે. સર્વત્ર અરાજકતા છે. ઇમરાન ખાને દેશની શક્તિશાળી સૈન્ય પર પણ હુમલો કર્યો છે, અને સ્વીકાર્યું છે કે તેમની સરકાર એક "નબળી સરકાર" હતી જેને "બધી બાજુથી બ્લેકમેલ કરવામાં આવી હતી". 
તેમણે કહ્યું કે, સત્તાની લગામ તેમના હાથમાં નહોતી અને "દરેકને ખબર હતી કે તે કોની પાસે છે." મહત્વનું છે કે, અવિશ્વાસ પ્રસ્તાવ હાર્યા બાદ ખાનને એપ્રિલમાં સત્તા પરથી હટાવવામાં આવ્યા હતા. ભૂતપૂર્વ વડાપ્રધાને આરોપ મુક્યો છે કે, તે યુએસની આગેવાની હેઠળના કાવતરાનો ભાગ હતો કારણ કે તેમણે રશિયા, ચીન અને અફઘાનિસ્તાન પર સ્વતંત્ર વિદેશ નીતિ અપનાવી હતી. ઈમરાન ખાને ચેતવણી આપી હતી કે એકવાર અર્થવ્યવસ્થા બરબાદ થઈ જશે તો દેશ ડિફોલ્ટ થઈ જશે. 
ઈમરાન ખાનના મતે, વિશ્વ પછી પાકિસ્તાનને પરમાણુ નિઃશસ્ત્રીકરણ તરફ આગળ વધવા માટે કહેશે, જેમ કે યુક્રેનને 1990 માં કર્યું હતું. પદભ્રષ્ટ વડાપ્રધાને દાવો કર્યો હતો કે, "વિદેશમાં ભારતની થિંક-ટેંક બલૂચિસ્તાનને અલગ કરવા પર વિચાર કરી રહી છે, આ તેમની યોજના છે, તેથી હું દબાણ કરી રહ્યો છું."
Advertisement
Tags :
Advertisement

.