Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આઝમ ખાનને એક કેસમાં જામીન મળ્યા તો બીજી FIR દાખલ, આ શું થઇ રહ્યું છે: સુપ્રીમ કોર્ટ

સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનની અરજી પર બુધવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો એક કેસમાં જામીન આપવામાં આવે તો નવો કેસ નોંધવામાં આવે છે. આવું કેમ થઈ રહ્યું છે? એક પછી એક 89 કેસ નોંધાયા છે. ઉત્તરપ્રદેશની સરકાર  તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે આ ખોટી માન્યતા છે. અમે આ અંગે એફિડેવિટ ફાઇલ કરીશું. આને મંજૂરી આપતાં કોર્ટે સુનાવણી 17 àª
07:46 AM May 11, 2022 IST | Vipul Pandya
સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનની અરજી પર બુધવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો એક કેસમાં જામીન આપવામાં આવે તો નવો કેસ નોંધવામાં આવે છે. આવું કેમ થઈ રહ્યું છે? એક પછી એક 89 કેસ નોંધાયા છે. ઉત્તરપ્રદેશની સરકાર  તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે આ ખોટી માન્યતા છે. અમે આ અંગે એફિડેવિટ ફાઇલ કરીશું. આને મંજૂરી આપતાં કોર્ટે સુનાવણી 17 મે પર મુલતવી રાખી છે.
 6 મેના રોજ સુપ્રીમ કોર્ટે જમીન હડપના કેસમાં આઝમ ખાનની જામીન અરજીની સુનાવણીમાં વિલંબ પર નારાજગી વ્યક્ત કરી હતી અને તેને "ન્યાય સાથે મજાક" ગણાવી હતી. જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ અને જસ્ટિસ બી. આર. ગવઈની બેન્ચે કહ્યું કે ખાનને 87માંથી 86 કેસમાં જામીન આપવામાં આવ્યા છે અને તે આ મામલે 11 મેના રોજ સુનાવણી કરશે. બેન્ચે કહ્યું, "આઝમ ખાન લાંબા સમય પહેલા એક કેસ સિવાયના તમામ કેસોમાં જામીન આપવામાં આવ્યા છે. તે ન્યાય સાથે મજાક છે. અમે બીજું કશું કહીશું નહીં. આ પછી કોર્ટે કહ્યું હતું કે અમે બુધવારે સુનાવણી કરીશું. આ પછી આજે થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે કડક ટીપ્પણી કરી હતી કે જ્યારે આઝમ ખાનને એક કેસમાં જામીન મળ્યા ત્યારે નવો કેસ નોંધવામાં આવ્યો હતો. આવું કેમ થઈ રહ્યું છે? એક પછી એક 89 કેસ નોંધાયા છે.
બીજી તરફ, અલાહાબાદ હાઈકોર્ટે મંગળવારે દુશ્મનની સંપત્તિ હડપ કરવાના કેસમાં આઝમ ખાનને વચગાળાના જામીન આપ્યા છે. મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટી માટે આઝમ ખાને આ સંપત્તિ હડપ કરી હતી. કોર્ટે રામપુરના જિલ્લા મેજિસ્ટ્રેટને જૌહર યુનિવર્સિટી કેમ્પસમાં સ્થિત દુશ્મન સંપત્તિનો કબજો લેવા અને 30 જૂન, 2022 સુધીમાં બાઉન્ડ્રી વોલ ઊભી કરવાનો નિર્દેશ આપ્યો છે. ન્યાયાધીશ રાહુલ ચતુર્વેદીએ તેમના નિર્દેશમાં જણાવ્યું હતું કે રામપુરના જિલ્લા મેજિસ્ટ્રેટ જમીનનો કબજો લેવાની કવાયત પૂર્ણ કરશે ત્યારે આઝમ ખાનના વચગાળાના જામીનને રેગ્યુલર જામીનમાં રૂપાંતરિત કરવામાં આવશે.
Tags :
AzamKhanGujaratFirstSamajwadiPartySCsuprimcourt
Next Article