Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

લંડનના ટેલિફોન બુથથી ભારતમાં કર્યો ફોન, પછી જે થયું તે ઘટના મારા સ્મરણવિશ્વમાં કાયમ રહેશે

80ના દાયકાની આ એક સત્ય ઘટના છે. ઘટના લંડનમાં બનેલી જેનો હું જાત સાક્ષી છું. લંડનના નિવાસ દરમિયાન એક દિવસે ત્યાના પબ્લિક ટેલીફોન ઉપરથી મારા પરિવાર સાથે વાત કરવા માટે કોલ જોડ્યો. નિયમ પ્રમાણે કોલ કનેક્ટ થાય એટલે તમારે પબ્લિક ટેલીફોનના બોક્ષમાં સિક્કા નાખતા જવું પડે. એ દિવસે મારો ફોન જોડાયો એટલે મેં આદત મુજબ બોક્ષમાં એક પાઉન્ડ નાખ્યો. કોઈ ટેકનિકલ ખામી હશે એટલે વાત થઈ શકી નહીં. ઘરે વાત
07:26 AM Jul 02, 2022 IST | Vipul Pandya
80ના દાયકાની આ એક સત્ય ઘટના છે. ઘટના લંડનમાં બનેલી જેનો હું જાત સાક્ષી છું. લંડનના નિવાસ દરમિયાન એક દિવસે ત્યાના પબ્લિક ટેલીફોન ઉપરથી મારા પરિવાર સાથે વાત કરવા માટે કોલ જોડ્યો. નિયમ પ્રમાણે કોલ કનેક્ટ થાય એટલે તમારે પબ્લિક ટેલીફોનના બોક્ષમાં સિક્કા નાખતા જવું પડે. એ દિવસે મારો ફોન જોડાયો એટલે મેં આદત મુજબ બોક્ષમાં એક પાઉન્ડ નાખ્યો. 
કોઈ ટેકનિકલ ખામી હશે એટલે વાત થઈ શકી નહીં. ઘરે વાત કરવાની તીવ્ર ઈચ્છા હોવાથી મેં બીજો પાઉન્ડ પણ નાખ્યો એ પછી ત્રીજો અને ચોથો પાઉન્ડ નાખવા છતાં ભારતથી કનેક્ટ થયેલો કોલ વાતચીતમાં પરિવર્તિત થઈ શક્યો નહીં. હું ખૂબ જ નિરાશ થયો. ઘરે વાત ન થઈ શકી એની નિરાશા તો હતી જ પણ સાથે સાથે અર્થ વગર ચાર પાઉન્ડ વપરાઈ ગયા તેનો વસવસો પણ ખૂબ હતો. ​અચાનક મારા મનમાં વિચાર આવ્યો અને મેં ત્યાંથી થોડેક દૂર આવેલા બીજા એક ટેલીફોન બુથ ઉપરથી ત્યાંના ટેલીફોન ખાતાને નંબર જોડ્યો અને ફરિયાદ કરી કે મારી સાથે આવી ઘટના ઘટી છે. 
મારા આશ્ચર્ય વચ્ચે ટેલીફોન ખાતાના મારો અવાજ સાંભળતા અધિકારીએ ઇંગ્લેન્ડના ટેલીફોન ખાતા વતી હદયપૂર્વક માફી માંગી અને વધુ આશ્ચર્ય વચ્ચે તેમણે મને ઇન્ડિયા મારા ઘરના ટેલીફોન સાથે કનેક્ટ કરીને તત્કાલ વાત કરવાની સગવડ પૂરી પાડી. આ વખતે મારે કોઈ સિક્કો નાખવાનો નહતો એટલે પરિવારના સહજનો સાથે મેં નિરાતે વાત કરી અને ટેલીફોન પૂરો થયા પછી ઓફિસરનો આભાર માન્યો. ​જવાબમાં ઓફિસરે ફરી મારી ક્ષમા માંગી. ​હું લંડનના ટેલીફોન તંત્ર, તેના અધિકારી અને મને થયેલા અનુભવને મારા જીવનનું એક સુખદ અનુભવ મારા સ્મરણવિશ્વમાં કાયમ મઘમઘતો રહીશ.
આ પણ વાંચો - પોળની ઓટલા સંસ્કૃતિ અને વાટકી વ્યવહારનું સ્મરણ આજે પણ આવે છે
Tags :
CallForeverGujaratFirstIndiaLondonmemoryTelephonebooth
Next Article