ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કેપ્ટન હું છે કે... ભારત-પાક મેચમાં થયું એવું કે બાબર આઝમ થયો ગુસ્સે, Video

એશિયા કપ 2022 (Asia Cup 2022) ટૂર્નામેન્ટની અંતિમ મેચમાં શ્રીલંકાએ પાકિસ્તાનને હરાવ્યું છે. શ્રીલંકાની ટીમે આ મેચ 5 વિકેટે જીતી લીધી છે. આ જીત સાથે શ્રીલંકાની ટીમે ચોક્કસપણે 11 સપ્ટેમ્બરે રમાનારી મેચ પહેલા પાકિસ્તાનને એક ટ્રેલર બતાવ્યું છે. આ મેચ દરમિયાન કેટલીક એવી ઘટના પણ જોવા મળી હતી જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. એવું લાગતું હતું કે પાકિસ્તાનના ખેલાડી મોહમ્મદ રિઝવાન ટીમનો કેપ્ટ
04:51 AM Sep 10, 2022 IST | Vipul Pandya
એશિયા કપ 2022 (Asia Cup 2022) ટૂર્નામેન્ટની અંતિમ મેચમાં શ્રીલંકાએ પાકિસ્તાનને હરાવ્યું છે. શ્રીલંકાની ટીમે આ મેચ 5 વિકેટે જીતી લીધી છે. આ જીત સાથે શ્રીલંકાની ટીમે ચોક્કસપણે 11 સપ્ટેમ્બરે રમાનારી મેચ પહેલા પાકિસ્તાનને એક ટ્રેલર બતાવ્યું છે. આ મેચ દરમિયાન કેટલીક એવી ઘટના પણ જોવા મળી હતી જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. એવું લાગતું હતું કે પાકિસ્તાનના ખેલાડી મોહમ્મદ રિઝવાન ટીમનો કેપ્ટન હોય. પરંતુ તુરંત જ બાબર આઝમે તેને યાદ અપાવ્યું કે તે પાકિસ્તાની ટીમનો અસલી કેપ્ટન છે, રિઝવાન નહીં.
પાકિસ્તાન અને શ્રીલંકાએ એશિયા કપ 2022 સીઝનની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. પરંતુ આ પહેલા સુપર-4 તબક્કામાં પાકિસ્તાનની છેલ્લી મેચ પણ શ્રીલંકા સામે હતી. શ્રીલંકાએ આ મેચ 5 વિકેટે જીતી લીધી હતી. આ મેચમાં એક સમય એવો પણ આવ્યો હતો કે જ્યારે પાકિસ્તાનનો કેપ્ટન જાણે મોહમ્મદ રિજવાન હોય તેવું લાગી રહ્યું હતું. આ મેચમાં મોહમ્મદ રિઝવાન અને અમ્પાયરે એવું કામ કર્યું, જેનાથી બાબર આઝમ ગુસ્સે થઈ ગયો હતો. થયું એવું કે, શ્રીલંકાની ઇનિંગ દરમિયાન, પાકિસ્તાની વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન અને ફિલ્ડ અમ્પાયરે એક એવું કામ કર્યું, જેના પછી બાબર આઝમે તેને કહેવું પડ્યું કે હું ટીમનો કેપ્ટન છું. આ સમગ્ર ઘટના કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી. તેનો વિડીયો પણ જોરદાર વાયરલ થઈ રહ્યો છે. 

આ ઘટના શ્રીલંકાની ઇનિંગ દરમિયાન 16મી ઓવરમાં બની હતી. ફાસ્ટ બોલર હસન અલીની ઓવરના બીજા બોલ પર દાસુન સનાકાએ સ્કૂપ શોટ મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ વિકેટકીપર રિઝવાનના ગ્લવ્સમાં ગયો. અહીં રિઝવાનને લાગ્યું કે બોલ બેટની ધાર પર લાગ્યો છે અને સનાકા કેચ આઉટ થયો છે. રિઝવાને અપીલ કરી, પરંતુ ફિલ્ડ અમ્પાયર અનિલ ચૌધરીએ નોટઆઉટ આપ્યો. અહીંથી રિઝવાને DRS લેવાનો સંકેત આપ્યો. અમ્પાયરે પણ આ અપીલ સ્વીકારી અને DRS આપ્યું. આ દરમિયાન કેપ્ટન બાબર આઝમ ગુસ્સે થઈ ગયા, કારણ કે અમ્પાયરે તેમને પૂછ્યું ન હતું. જણાવી દઈએ કે, નિયમ અનુસાર, કેપ્ટનની ગ્રીન સિગ્નલ મળ્યા પછી જ અમ્પાયર DRS સ્વીકારે છે. પરંતુ રિઝવાનના કહેવા પર અમ્પાયરે સીધો જ નિર્ણય લીધો હતો. 
આવી સ્થિતિમાં બાબરે કહ્યું કે 'હું કેપ્ટન છું'. બાબરની આ પ્રતિક્રિયા કેમેરામાં પણ રેકોર્ડ થઈ ગઈ હતી અને હવે તે જોરદાર વાયરલ થઈ રહી છે. જોકે, DRS લેવામાં આવ્યું હતું અને તેમાં બેટ્સમેનને નોટઆઉટ જાહેર કરવામાં આવ્યા હતો. 
આ પણ વાંચો - આસિફ અલી અને ફરીદ અહેમદને ICCએ ફટકાર્યો એવો દંડ કે ક્યારે નહીં ભૂલી શકે
Tags :
AsiaCupAsiaCup2022BabarAzamcaptainCricketGujaratFirstSLvsPAKSports
Next Article