Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મને ડર છે કે આ સરકારમાં વિધાનસભા વેચાઇ ન જાય : કોંગ્રેસ ધારાસભ્ય

વિધાનસભામાં ચાલી રહેલી અંદાજપત્રની ચર્ચા દરમિયાન કોંગ્રેસ ધારાસભ્યોએ સરકાર પર ઘણા શાબ્દિક પ્રહારો કર્યા હતા. ગૃહમાં ચાલી રહેલી ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારી મતવિસ્તારના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે પોતાના નિવેદનમાં કહ્યું કે, આ સરકાર માત્ર ગુજરાતની જનતાને સપનાઓ જ બતાવી રહી છે. તેમણે આગળ કહ્યું કે, કોંગ્રેસની બનાવેલી શાળાઓમાં ભણી તમે આજે મંત્રી બન્યા છો. મને તો હવે એ ડર છે કે આ સરàª
મને ડર છે કે આ સરકારમાં વિધાનસભા વેચાઇ ન જાય   કોંગ્રેસ ધારાસભ્ય
વિધાનસભામાં ચાલી રહેલી અંદાજપત્રની ચર્ચા દરમિયાન કોંગ્રેસ ધારાસભ્યોએ સરકાર પર ઘણા શાબ્દિક પ્રહારો કર્યા હતા. ગૃહમાં ચાલી રહેલી ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારી મતવિસ્તારના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે પોતાના નિવેદનમાં કહ્યું કે, આ સરકાર માત્ર ગુજરાતની જનતાને સપનાઓ જ બતાવી રહી છે. 

તેમણે આગળ કહ્યું કે, કોંગ્રેસની બનાવેલી શાળાઓમાં ભણી તમે આજે મંત્રી બન્યા છો. મને તો હવે એ ડર છે કે આ સરકારમાં કોંગ્રેસે બનાવેલી વિધાનસભા વેંચાઇ ન જાય. ધારાસભ્યએ કટાક્ષ કરતા કહ્યું કે, મોટી મોટી વાતો ખૂબ કરો છો પણ ખરા અર્થમાં જનતા માટે કઇ કર્યું છે ખરા? પ્રાકૃતિક ખેતી માટે હજુ સુધી 1 રૂપિયાનું પણ બજેટ ફાળવ્યું નથી. છેલ્લા 8 વર્ષની વાત કરીએ તો કૃષિના બજેટમાં ઘટાડો થયો છે. ખેડૂતો દેવાદાર થયા છે. માત્ર 3.23 ટકા જેવી સામાન્ય રકમ ફાળવી ગુજરાતના ખેડૂતોને ધક્કો માર્યો છે. આજે દેશના અને ગુજરાત રાજ્યના ખેડૂતોને ભારે મુશ્કેલીઓ થઇ રહી છે. અને બીજી તરફ તમે પ્રાકૃતિક ખેતી માટે ખાલી વાહ વાહી લૂંટી છે. સરકારની વેરાની આવક વદી છે અને સાથે દેવું પણ વધી રહ્યું છે. 17 ટકા જેટલી રકમ સરકાર ફક્ત વેરામાંથી દેવામાં ચુકવે છે, આ બધુ હોવા છતા સરકારે વાહવાહી લૂંટવી છે. વિરજી ઠુમ્મરે વધુમાં કહ્યું કે, પંચાયત કાર્યકમમાં અને ખેલેગે ગુજરાતમાં 200 કરોડથી વધુ રૂપિયા સરકારે ખર્ચ્યા છે. બજેટ કરતા સરકારનું દેવું 1 લાખ કરોડથી વધારે છે. શિક્ષણ ક્ષેત્રે પણ સરકારની ઝાંટકણી કાઢતા ઠુમ્મરે કહ્યું કે, સરકાર 1.53 ટકા રકમ શિક્ષણમાં વાપરે છે. રાજ્યમાં 6,000 શાળઓ બંધ થઈ ગઈ છે. શિક્ષણ હાલમાં ખાડે ગયું છે. સરકાર હાલમાં માત્ર વાહવાહી લૂંટવામાં જ વ્યસ્ત છે.
છેલ્લા ઘણા દિવસોથી રશિયા-યુક્રેન યુદ્ધનો મામલો વૈશ્વિક સ્તરે ઘૂંજ્યો છે. ત્યારે આ મામલે પણ ઠુમ્મરે સરકારને આડે હાથે લીધા અને કહ્યું કે, વિધાર્થીઓ યુક્રેન ગયા અને આ યુદ્ધ દરમિયાન ફસાઇ ગયા પણ સરકાર એમને લાવી ન શકી. વધુમાં તેમણે કહ્યું કે, બજેટથી બાળકો અને સ્ત્રીઓનું પોષણ ભાગ્યેજ દૂર થશે. રાજ્યમાં આજે 6,181 આંગણવાડી જર્જરીત હાલતમાં છે. સંકલિત બાલ વિકાસ યોજનામાં ખર્ચ ઓછો બતાવવામાં આવ્યો છે. ખેડૂતો માટે બજેટ કપાય છે. ગુજરાતના ખેડૂતોને વીજળી મળી રહી નથી. આવા ઘણા મુદ્દાઓ પર ધારીના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે સરકારને આડે હાથે લીધી હતી. 
Advertisement
Tags :
Advertisement

.