જંબુસર નગરપાલિકાના મહિલા પ્રમુખના પતિનો ચીફ ઓફિસર ઉપર જીવલેણ હુમલો
ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાની નગરપાલિકામાં મહિલા પ્રમુખની જગ્યાએ તેનો પતિ વહીવટ કરતો હોવાના વિવાદમાં ચીફ ઓફિસરને પાલિકા પ્રમુખના પતિએ ધમકી આપી હતી. જો કે પોલીસ પ્રોટેક્શન ન મળતા ચીફ ઓફિસરે અન્ય ખાનગી ઓફિસમાં બેસી નગરપાલિકાનો કારોબાર ચલાવી રહ્યા હતા.તે દરમ્યાન મહિલા પ્રમુખના પતિએ ચીફ ઓફિસર ઉપર હુમલો કર્યો હતો. તેમને ગંભીર ઈજા થતા જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગà
ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાની નગરપાલિકામાં મહિલા પ્રમુખની જગ્યાએ તેનો પતિ વહીવટ કરતો હોવાના વિવાદમાં ચીફ ઓફિસરને પાલિકા પ્રમુખના પતિએ ધમકી આપી હતી. જો કે પોલીસ પ્રોટેક્શન ન મળતા ચીફ ઓફિસરે અન્ય ખાનગી ઓફિસમાં બેસી નગરપાલિકાનો કારોબાર ચલાવી રહ્યા હતા.તે દરમ્યાન મહિલા પ્રમુખના પતિએ ચીફ ઓફિસર ઉપર હુમલો કર્યો હતો. તેમને ગંભીર ઈજા થતા જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયા બાદ વધુ સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલે સામ સામે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ જંબુસર નગરપાલિકામાં ભાજપના શાસનમાં મહિલા પ્રમુખ તરીકે ભાવનાબેન રામી પ્રમુખ પદનો ચાર્જ સંભાળતા હતા.પરંતુ ભાવનાબેન રામીની જગ્યાએ તેમના પતિ ભાવેશ રામી પ્રમુખ બની કારોબાર ચલાવતા હોવા બાબતે ચીફ ઓફિસર સાથે મહિલા પ્રમુખના પતિની બોલાચાલી થઇ હતીજેમાં તેમણે ચીફ ઓફિસરને ખોટા કે છેડતીના કેસમાં ફસાઈ દેવાની ધમકી આપી હતી.જેના પગલે ચીફ ઓફિસરે પોલીસ પ્રોટેક્શનની માંગ સાથે જંબુસર પોલીસમાં ફરિયાદ આપી હતી.પરંતુ પોલીસે ફરિયાદ તો ન દાખલ કરી પરંતુ સાથે પોલીસ પ્રોટેક્શન પણ ન મળતા ચીફ ઓફિસરે જંબુસર નગરપાલિકા છોડી અન્ય ખાનગી ઓફિસમાં બેસી નગરપાલિકા નો કારભાર ચલાવી રહ્યા હતા.
દરમિયાન, મંગળવારે રાત્રીના ૧૦ વાગ્યાની આસપાસ ચીફ ઓફિસર એક દુકાન પાસે ઉભા હતા તે સમયે મહિલા પ્રમુખ અને તેનો પતિ આવી ચીફ ઓફિસર સાથે મારામારી કરતા ચીફ ઓફિસરના કપડાં ફાટી ગયા હતા અને બ્લડ પ્રેસર વધી જતા તેમજ ગંભીર ઇજા થતા તાત્કાલિક જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેમની તબિયત વધુ લથડતા વડોદરા ખાતે 108 મારફ્તે ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઈજાગ્રસ્ત ચીફ ઓફિસરનું નિવેદન નોંધી તપાસ આદરી હતી.
બીજી તરફ વિપક્ષ નેતા શાકીર મલિકે જણાવ્યું હતું કે અગાઉના ચીફ ઓફિસરને છેડતીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને હાલ ના ચીફ ઓફિસરને છેડતીના કેસમાં ફસાવી ફરિયાદ દાખલ કરાવી દીધી છે અને મારી ઉપર પણ છેડતીની અરજી કરી હતી ત્યારે મહિલા પ્રમુખ છેડતીની ફરિયાદ કરે ત્યારે પોલીસે સાચી દિશામાં તથ્ય શું છે તેની તપાસ કરી ફરિયાદ દાખલ કરવી જોઈએ.
સમગ્ર પ્રકરણમાં જંબુસર નગરપાલિકાની મહિલા પ્રમુખ ભાવનાબેન રામીએ ચીફ ઓફિસર સામે છેડતી, જાનથી મારી નાંખવાની ધમકી અને ગાડી ચઢાવી દેવાનો પ્રયાસનો ગુનો જંબુસર પોલીસ મથકમાં દાખલ કરાવ્યો છે અને ચીફ ઓફિસર સામે ગંભીર આક્ષેપ કર્યા છે. પોલીસે સમગ્ર પ્રકરણમાં બંને પક્ષની ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી હતી.
જં
Advertisement