Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ

આજે પવિત્ર શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર છે જેથી રાજ્યભરના શિવમંદિરોમાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા છે અને ભગવાન ભોળાનાથ મહાદેવને જળ અને દૂધનો અભિષેક કરી રહ્યા છે. અમદાવાદ શહેર સહિત રાજ્યના તમામ નાના મોટા શહેરો અને નગરોમાં  શિવાલયોમાં ભક્તોની ભીડ જામી છે. પવિત્ર શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર છે. ભક્તોએ આખો મહિનો ઉપવાસ કર્યો છે અને ઘણા લોકો સોમવારે પણ ઉપવાસ કરે છે. શ્રાવણ મહિà
પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ
આજે પવિત્ર શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર છે જેથી રાજ્યભરના શિવમંદિરોમાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા છે અને ભગવાન ભોળાનાથ મહાદેવને જળ અને દૂધનો અભિષેક કરી રહ્યા છે. અમદાવાદ શહેર સહિત રાજ્યના તમામ નાના મોટા શહેરો અને નગરોમાં  શિવાલયોમાં ભક્તોની ભીડ જામી છે. 
પવિત્ર શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર છે. ભક્તોએ આખો મહિનો ઉપવાસ કર્યો છે અને ઘણા લોકો સોમવારે પણ ઉપવાસ કરે છે. શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે શિવાલયોમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. શિવ મંદિરે અનેક સુગંધી દ્રવ્યો અને જળ તથા દૂધથી ભક્તો મહાદેવની પૂજા કરીને અભિષેક કરી રહ્યા છે. કેટલાક શિવ મંદિરોમાં ભગવાનના શણગાર પણ કરાયા છે. 
શ્રાવણ માસના છેલ્લો સોમવાર હોવાથી ભક્તો ભગવાનના દર્શન કરવા શિવ મંદિરોમાં આવી રહ્યા છે. આ વર્ષે શ્રાવણ માસ સોમવારે શરુ થયો હતો. ભક્તો બિલી પત્ર ચઢાવીને ભગવાનની પૂજા કરી રહ્યા છે. શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યા હતા. મંદિરોમાં ભજન અને કિર્તનના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે. ભક્તો ભોળાનાથની પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. 
Advertisement
Tags :
Advertisement

.