હોળીના રંગોને આસાનીથી ચામડી પરથી દૂર કરી દેશે આ Tips

ધૂળેટીના તહેવારની મજા પૂરેપૂરા 2 વર્ષ પછી માણવા મળી છે. જેને કારણે લોકો આજના આ તહેવારને મન ભરીને માણી રહ્યા છે. અબીલ-ગુલાલ અને રંગોથી મસ્તી કરી રહ્યા છે. આમ તો હવે સામાન્ય રીતે લોકો ઑર્ગેનિક રંગોથી જ રમવાનું પસંદ કરે છે. છતાં ઘમી વખત એવું બને કે ચામડી પરથી આ રંગોને અને તેના ડાઘાને દૂર કરવું મુશ્કેલ બને છે. અને જેના કારણે એલર્જી કે ખંજવાળની સમસ્યાઓ સર્જાય છે.. ત્યારે આવો જણાવીએ કેટલીક એવી ટીપ્સ, જે હોળીના રંગોને આસાનીથી ચામડી પરથી દૂર કરી દેશે..
- સામાન્ય રીતે એવું કહેવાય છે કે રંગોથી રમતા પહેલા શરીર પર કોપરેલ તેલથી એક વખત સહેજ મસાજ કરી લેવું સારું. તેનાથી રંગ સરળતાથી નીકળી જાય છે, અને ઈન્ફેક્શનનું રિસ્ક પણ નથી રહેતું.. પરંતુ જો તમે આમ કરવાનું ભૂલી ગયા હોવ તો આ ટીપ્સ તમને ફાયદાકારક રહેશે...
- હોળીના રંગોને કાઢવા વધુ પડતું ઘસવાથી કે વારંવાર સાબુ, ફેસવોશનો ઉપયોગ કરવાથી સ્કિન વધુ ડ્રાય બને છે. જેનાથી સ્કિન ખેંચાય છે અને તેમાં ખંજવાળ આવવા લાગે છે. તો તેના માટે તમારે મલાઈમાં લીંબુ લગાવવું જોઈએ. જેનાથી ડ્રાયનેસ અને બળતરા બંને સમસ્યાથી છૂટકારો મળશે.
- હોળી રમતાં પહેલાં પોતાની સ્કિન પર ઓલિવ ઓયલથી મસાજ કરો. આવું કરવાથી સ્કિન મુલાયમ થશે અને સ્કિમમાં થઈ રહેલી ઈચિંગમાંથી છુટકારો મળશે.
- હોળી રમ્યા બાદ ચામડી ડ્રાય થઈ જાય છે. તેથી દહીંમાં મધ અને હળદર નાખીને ચામડી પર લગાવો અને પછી ઠંડા પાણીથી ધોઈ લો. તેનાથી ચામડી મુલાયમ બનશે. સાથે જ આ ફેસ પેકથી ચહેરા પર લાગેલો રંગ પણ સાફ થઈ જશે.