તીખાં-તમતમતા કુંભણ ગામના પ્રખ્યાત "કુંભણીયા ભજીયા" બનાવવાની રીત
કુંભણીયા ભજીયા બનાવવાની સામગ્રી:500 ગ્રામ ચણાનો ઝીણો લોટ250 ગ્રામ લીલું લસણ100 ગ્રામ આદું500 ગ્રામ તીખાં લીલાં મરચાં (સ્વાદ મુજબ )250 ગ્રામ કોથમીર1 લીંબુનો રસમીઠું સ્વાદ અનુસારકુંભણીયા ભજીયા બનાવવાની રીત:સૌ પ્રથમ એક મોટો બાઉલ લઈ તેમાં ઉપર જણાવેલ બધી જ સામગ્રી મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી થોડુંક કઠણ ખીરૂં તૈયાર કરો. ત્યારબાદ તેલ ગરમ કરવા મૂકી દો. ધ્યાનમાં રાખો કે આ ભજીયા બનાવવા માટે તેન
12:21 PM Jul 13, 2022 IST
|
Vipul Pandya
કુંભણીયા ભજીયા બનાવવાની સામગ્રી:
500 ગ્રામ ચણાનો ઝીણો લોટ
250 ગ્રામ લીલું લસણ
100 ગ્રામ આદું
500 ગ્રામ તીખાં લીલાં મરચાં (સ્વાદ મુજબ )
250 ગ્રામ કોથમીર
1 લીંબુનો રસ
મીઠું સ્વાદ અનુસાર
કુંભણીયા ભજીયા બનાવવાની રીત:
- સૌ પ્રથમ એક મોટો બાઉલ લઈ તેમાં ઉપર જણાવેલ બધી જ સામગ્રી મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી થોડુંક કઠણ ખીરૂં તૈયાર કરો.
- ત્યારબાદ તેલ ગરમ કરવા મૂકી દો.
- ધ્યાનમાં રાખો કે આ ભજીયા બનાવવા માટે તેની ટેક્નિક જ સૌથી મહત્વની છે. તેથી તૈયાર કરેલા ખીરાંને હાથમાં મૂટ્ઠી ભરી આંગળીઓને હથેળીમાં ફેરવતા જઈ ગરમ તેલમાં ઝીણાં પણ બુંદી કરતા સહેજ મોટા ડપકાં મૂકતાં જાવ.
- આ ભજીયાનો સામાન્ય રીતે કોઈ જ આકાર નક્કી નથી હોતો. પરંતુ ચોક્કસ ધ્યાનમાં રાખો કે ભજીયાની સાઈઝમાં કોઈ મોટો ફેરફાર ન પડે. નહિંતર વધુ નાની સાઈઝના ભજીયા કડક અને વધુ મોટી સાઈઝના ભજીયા અંદરથી કાચા જ રહેશે.
- તળાઈ જાય એટલે ગરમાગરમ ભજીયાને મરચાં કે કઢી સાથે સર્વ કરો.
- આ ભજીયા કુંભણ ગામની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. તેથી જ આ ભજીયા 'કુંભણીયા ભજીયા' તરીકે પ્રખ્યાત થયા છે.
Next Article