Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઝટપટ બની જતા 'તવા કુલચા'

તવા કુલચા બનાવવા માટેની સામગ્રી -200gm મેંદો ૫૦ગ્રામ બટર ( જરૂર મુજબ ૪ચમચી)૪ચમચી દહીં મીઠું સ્વાદ પ્રમાણે હાફ ચમચી સુગર હાફ ટી સ્પૂન સોડા હાફ ટી સ્પૂન Eno કોથમીર તવા કુલચા બનાવવા માટેની રીત- સૌ પહેલાં મેંદો ચાળી એક બાઉલમાં દહીં, સોડા, સુગર, મીઠું અને બટર ગરમ પીગાળી એડ કરી જરૂર મુજબ પાણી નાખી ખૂબ હથેળી વડે મસળી લોટ બાંધી મૂકવો.લગભાગ 7 થી 8 મિનટ બેય હાથ વડે ખેંચી મસળી લેવું જેથી એક્દમ સોફ્ટ
ઝટપટ બની જતા  તવા કુલચા
તવા કુલચા બનાવવા માટેની સામગ્રી -
200gm મેંદો 
૫૦ગ્રામ બટર ( જરૂર મુજબ ૪ચમચી)
૪ચમચી દહીં 
મીઠું સ્વાદ પ્રમાણે 
હાફ ચમચી સુગર 
હાફ ટી સ્પૂન સોડા 
હાફ ટી સ્પૂન Eno 
કોથમીર 
તવા કુલચા બનાવવા માટેની રીત- 
  • સૌ પહેલાં મેંદો ચાળી એક બાઉલમાં દહીં, સોડા, સુગર, મીઠું અને બટર ગરમ પીગાળી એડ કરી જરૂર મુજબ પાણી નાખી ખૂબ હથેળી વડે મસળી લોટ બાંધી મૂકવો.
  • લગભાગ 7 થી 8 મિનટ બેય હાથ વડે ખેંચી મસળી લેવું જેથી એક્દમ સોફ્ટ અને લીસો બેઝ બને.
  • ત્યારબાદ તેને 30 મિનિટ ભીના કપડાથી ઢાંકીને રેસ્ટ આપી પછી તેને એકસરખા લૂઆ બનાવી ગોળ અથવા લંબગોળ આકારમાં વણી તેના પર કોથમીર નાખી પાણી લગાડીને ફરીથી વણી લો. 
  • પછી એક નોનસ્ટિક તવી પર ધીમી આંચ પાર પાણી વાળો હાથ કૂલચા પાછળ ભાગમાં લગાવીને ધીમેથી મૂકી તવી પર આજુબાજુ પાણી છાટવું, જેથી વરાળથી ઢાંકીને એક્દમ સરસ ફૂલી જશે. 
  • 2 મિનિટ પછી જોવું અને ઉલટાવી ફરીથી તવી આજુબાજુ પાણી છાંટી કવર કરી ઢાંકીને 2 મિનિટ થવા દેવું.
  • પછી ગેસ પર અડધી મિનિટ શેકવું અને બટર લગાવીને છોલે સાથે સર્વ કરવું. 
Advertisement
Tags :
Advertisement

.