Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચીઝ સ્પ્રિંગ ઢોંસા બનાવવા માટેની સરળ રીત

ચીઝ સ્પ્રિંગ ઢોસા બનાવવા માટેની સામગ્રી- ઢોંસાનું ખીરું બનાવવા માટે કટિંગ વેજ- કોબીજ, ગાજર, કેપ્સીકમ, કાંદા, લીલાં મરચા ૧ ચમચી રેડ ચિલી સોસ ૧ ચમચી સેઝવન સોસ હાફ ચમચી ઓરેગનો હાફ ચમચી મિક્સ હર્બસમીઠું સ્વાદ પ્રમાણે ચીઝ ખમણી લેવું બટર/ ઓઇલ સંભાર  માટે -સરગવા સિંગ 2 નંગ ડુંગળી 2 નંગ ટોમેટો 2 નંગ દૂધી ૧૦૦ગ્રામ લવિંગ 2 નંગ સંભાર મસાલો ૨ચમચી ઓઇલ ૪ચમચીહાફ ચમચી રાય 2 સૂકા મરચાં હિંગ મીઠા àª
ચીઝ સ્પ્રિંગ ઢોંસા બનાવવા માટેની સરળ રીત
ચીઝ સ્પ્રિંગ ઢોસા બનાવવા માટેની સામગ્રી- 

ઢોંસાનું ખીરું બનાવવા માટે 
કટિંગ વેજ- કોબીજ, ગાજર, કેપ્સીકમ, કાંદા, લીલાં મરચા 
૧ ચમચી રેડ ચિલી સોસ 
૧ ચમચી સેઝવન સોસ 
હાફ ચમચી ઓરેગનો 
હાફ ચમચી મિક્સ હર્બસ
મીઠું સ્વાદ પ્રમાણે 
ચીઝ ખમણી લેવું 
બટર/ ઓઇલ 
સંભાર  માટે -
સરગવા સિંગ 2 નંગ 
ડુંગળી 2 નંગ 
ટોમેટો 2 નંગ 
દૂધી ૧૦૦ગ્રામ 
લવિંગ 2 નંગ 
સંભાર મસાલો ૨ચમચી 
ઓઇલ ૪ચમચી
હાફ ચમચી રાય 
2 સૂકા મરચાં 
હિંગ 
મીઠા લીમડા પાન 
કોથમીર 
મીઠું 
હળદર 
લાલમરચું 
હાફ ચમચી આચાર મસાલો 
બનાવવા માટેની રીત- 

સૌ પહેલાં બધાં વેજ કટિંગ કરીને ધોઈને કૂકરમાં મીઠું હળદર અને લવિંગ નાખી ૪ સીટી વગાડી દેવી. ત્યાર પછી થોડા વેજીટેબલ, દૂધી, સરગવાના થોડા પીસીસ કાઢી લો અને બાકીમાં બોસ ફેરવી મિક્સ કરી 2 ગ્લાસ પાણી નાખી મીઠું, મરચું, હળદર, સંભાર મસાલો નાંખી ઉકાળવું. 5 મિનિટ ત્યારબાદ એક પેનમાં ઓઇલ મૂકી તેમાં રાય, હિંગ નાખી પછી સૂકા મરચા નાખી આચાર મસાલો નાંખી વઘાર રેડો. પછી 2 મિનિટ ઉકાળીને કોથમીર નાખી ગાર્નિશ કરો. તો સંભાર તૈયાર છે.
 
ઢોંસા બનાવવા માટે...

સ્પ્રિંગ ઢોસા માટે બધાં વેજીટેબલની પાતળી સ્લાઇસ કરી લો. પછી તેમાં રેડ ચિલી સોસ, સેઝવન સોસ, મીઠું, ઓરેગનો, મિક્સ હર્બ મસાલા નાખી મિક્સ કરી એક નોનસ્ટિક તવી પર ઓઇલ કે બટર મા ઢોસા બનાવી આ પૂરણ પાથરી તેના પર ચીઝ નાખી રોલ કરી ફરીથી ઉપર ચીઝ નાખી સર્વ કરવું ચટણી અને સંભાર સાથે...
Advertisement
Tags :
Advertisement

.