ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રેસ્ટેરન્ટ સ્ટાઈલ પનીર ટીકા મસાલા ઘરે કેવી રીતે બનાવશો?

 પનીર ટીકા મસાલા બનાવવા માટેની સામગ્રી:મેરીનેટ માટે૨૫૦ ગ્રામ પનીર૨ ચમચી દહીં૧ ચમચી લાલ મરચું પાવડર૧ ચમચી હળદર પાવડર૧ ચમચી કિચન કિંગ મસાલો૧ ચમચી તેલ અને ઘી૧ ચમચી નમકગાર્નીશિંગ માટે૧ ચીઝ ક્યુબ૧ ચમચી કોથમીર સમારેલીગ્રેવી માટે:૨ મોટી ડુંગળી સમારેલી૪ મિડિયમ સાઈઝના ટમેટા સમારેલા૪ થી ૫ લસણની કળી સમારેલી૫૦ કાજુ ના ટુકડા૧ નંગ તજ લવિંગ એલચી તમાલપત્ર સૂકું લાલ મરચું૧ ચમચી લાલ મરચું પàª
01:50 PM Mar 13, 2022 IST | Vipul Pandya
 પનીર ટીકા મસાલા બનાવવા માટેની સામગ્રી:
મેરીનેટ માટે
૨૫૦ ગ્રામ પનીર
૨ ચમચી દહીં
૧ ચમચી લાલ મરચું પાવડર
૧ ચમચી હળદર પાવડર
૧ ચમચી કિચન કિંગ મસાલો
૧ ચમચી તેલ અને ઘી
૧ ચમચી નમક
ગાર્નીશિંગ માટે
૧ ચીઝ ક્યુબ
૧ ચમચી કોથમીર સમારેલી
ગ્રેવી માટે:
૨ મોટી ડુંગળી સમારેલી
૪ મિડિયમ સાઈઝના ટમેટા સમારેલા
૪ થી ૫ લસણની કળી સમારેલી
૫૦ કાજુ ના ટુકડા
૧ નંગ તજ લવિંગ એલચી તમાલપત્ર સૂકું લાલ મરચું
૧ ચમચી લાલ મરચું પાવડર
૧ ચમચી હળદર પાવડર
૧ ચમચી કિચન કિંગ મસાલો
૨ ચમચી ફ્રેશ મલાઈ
૧ ચમચી કસુરી મેથી
પનીર ટીકા મસાલા બનાવવા માટેની રીત :
  • સૌપ્રથમ મેરીનેટ માટે એક બાઉલમાં પનીરના પીસ લઈ તેમાં દહીં લાલ મરચું પાવડર, હળદર પાવડર, કિચન કિંગ મસાલો, મીઠું નાખી 30 મિનીટ સુધી મેરિનેટ કરી લો.
  • ત્યાર બાદ એક પેનમાં તેલ અને ઘી મૂકી કરીને પાંચેક મિનિટ સુધી પનીરને સાંતળી સાઈડ પર મુકી દો.
ગ્રેવી બનાવવા માટે :
એક પેનમાં તેલ અને ઘી મૂકી તેમાં તજ, લવિંગ, તમાલપત્ર, એલચી, સૂકું લાલ મરચું એડ કરી તેમાં ટમેટા, ડુંગળી,  લસણની કળી અને કાજુ ઉમેરી બધું મિક્સ કરી લો.
  • પાંચ થી સાત મિનિટ સુધી સાંતળી લો.
  • ત્યાર બાદ ઠંડુ થયા પછી તેમાંથી તમાલપત્ર, સૂકું લાલ મરચું, એલચી કાઢી લો અને અને બધું મિક્સ કરી ગ્રેવી બનાવી લો.
  • ત્યાર બાદ એક પેનમાં વઘાર માટે તેલ અને ઘી મૂકી તેમાં રેડ ગ્રેવી એડ કરો.
  • પછી તેમાં કસૂરી મેથી, ફેશ મલાઈ ઉમેરી હલાવી લો.
  • પછી તેમાં સાંતળેલું પનીર ઉમેરી તેલ છૂટું પડે એટલે તેમાં કોથમીર અને ચીઝ ખમણીને સર્વ કરો.
  • તો તૈયાર છે પનીર ટીકા મસાલા. તેને રોટી,નાન, પરાઠા કે કુલચા સાથે ગરમા ગરમ સર્વ કરો. 
Tags :
GujaratFirstRecipe
Next Article