10 મિનિટમાં થશે રેડી ટુ સર્વ એવા ચટ્ટાકેદાર Chilly Paneer
ચિલી પનીર બનાવવા માટેની સામગ્રી- 200gm પનીર ૧ચમચી કોર્ન ફ્લોર ૧ચમચી મેંદો અથવા ચોખા લોટ મીઠું સ્વાદ પ્રમાણે મરી પાવડર હાફ ટી સ્પૂન ઓરેગનો હાફ ટી સ્પૂન રેડ ચિલી ફ્લેક્સ જરૂર મુજબ કેપ્સીકમ,કાંદા, લીલી ડુંગળી ના પાન, કોબીજ, ગાજર , 3 નંગ લીલા મરચા કટ ૧ ચમચી આદુ મરચા પેસ્ટ ૧ ચમચી લસણ કટ ૧ ચમચી રેડ ચિલી સોસ ૧ ચમચી સોયા સોસ ૧ ચમચી ટોમેટો કેચપઅડધી ચમચી સેઝવન સોસ લીલું લસણ અને કોથમીર ૪થી૫ ચમચ
Advertisement

ચિલી પનીર બનાવવા માટેની સામગ્રી-
200gm પનીર
૧ચમચી કોર્ન ફ્લોર
૧ચમચી મેંદો અથવા ચોખા લોટ
મીઠું સ્વાદ પ્રમાણે
મરી પાવડર હાફ ટી સ્પૂન
ઓરેગનો હાફ ટી સ્પૂન
રેડ ચિલી ફ્લેક્સ જરૂર મુજબ
કેપ્સીકમ,કાંદા, લીલી ડુંગળી ના પાન, કોબીજ, ગાજર ,
3 નંગ લીલા મરચા કટ
૧ ચમચી આદુ મરચા પેસ્ટ
૧ ચમચી લસણ કટ
૧ ચમચી રેડ ચિલી સોસ
૧ ચમચી સોયા સોસ
૧ ચમચી ટોમેટો કેચપ
અડધી ચમચી સેઝવન સોસ
લીલું લસણ અને કોથમીર
૪થી૫ ચમચી ઓઇલ
અડધી ચમચી લીંબુનો રસ
ચિલી પનીર બનાવવા માટેની રીત-
- સૌ પહેલાં પનીર ને ધોઈને કાપી લો.
- એકસરખા ચોરસ કરી એક બાઉલમાં કાઢી તેના પર મીઠું, કોર્ન ફ્લોર, મેંદો, મરી પાવડર,રેડ ચિલી ફ્લેક્સ, અને લીંબુનો રસ નાખી ૧ ચમચી પાણી ઉમેરીને તેને મિક્સ કરો.
- હવે એક પેનમાં તેલ મૂકી તેમાં પનીર સાંતળવું ચારેબાજુ થી ફેરવી 5 મિનિટ થાય ક્રિસ્પી થાય એટલે કાઢી લો.
- આજ પેનમાં આદુ મરચાની પેસ્ટ, લસણ અને કાંદા ઉમેરી ૧ મિનિટ સાંતળવું પછી તરત કાપેલા વેજીટેબલ નાખી બધાં સોસ ઉમેરીને પનીર એડ કરીને ૧ મિનિટ બધું મિક્સ કરી લો.
- તો હવે તૈયાર છે ક્રિસ્પી ચિલી પનીર.
- તેને લીલી ડુંગળી અને કોથમીર નાખી સજાવવું અને સર્વ કરવું.