Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રોજ એકનું એક ખાઈને કંટાળ્યા છો? તો ટ્રાય કરી જૂઓ 'પનીર અપ્પમ'

પનીર અપ્પમ બનાવવા માટેની સામગ્રી :-સંભાર :-200ગ્રામ દાળ (બે વ્યક્તિ માટે )1 ટામેટું2 ડુંગળી ( સંભાર માટે )અડધી નાની દૂધી5/6 પીસ સરગવાની શીંગ 1 કેપ્સિકમ1 ડુંગળી ( અપ્પમ ના ખીરા માં ઉમેરવા માટે )1 ગાજર1 નાનું લીલું મરચું750 ગ્રામ ઈડલીનું ખીરું100 ગ્રામ પનીરએક પેકેટ બ્લુ Eno સાંભાર બનાવવાની રીત :-સૌ પ્રથમ દાળ ને હુંફાળા પાણીમાં સરસ રીતે ધોઈ એમાં એક નાનું ટામેટું.. ડુંગળી નાની સમારી એને કુકર માં 5 સીટી àª
રોજ એકનું એક ખાઈને કંટાળ્યા છો  તો ટ્રાય કરી જૂઓ  પનીર અપ્પમ
પનીર અપ્પમ બનાવવા માટેની સામગ્રી :-
સંભાર :-
200ગ્રામ દાળ (બે વ્યક્તિ માટે )
1 ટામેટું
2 ડુંગળી ( સંભાર માટે )
અડધી નાની દૂધી
5/6 પીસ સરગવાની શીંગ 
1 કેપ્સિકમ
1 ડુંગળી ( અપ્પમ ના ખીરા માં ઉમેરવા માટે )
1 ગાજર
1 નાનું લીલું મરચું
750 ગ્રામ ઈડલીનું ખીરું
100 ગ્રામ પનીર
એક પેકેટ બ્લુ Eno 

સાંભાર બનાવવાની રીત :-
  • સૌ પ્રથમ દાળ ને હુંફાળા પાણીમાં સરસ રીતે ધોઈ એમાં એક નાનું ટામેટું.. ડુંગળી નાની સમારી એને કુકર માં 5 સીટી વગાડી બાફી લો..
  • ત્યાર બાદ દાળને થોડી ઠંડી થવા દઈ ગ્રાઈન્ડરની મદદથી ક્રશ કરી લો.
  • હવે એક તપેલીમાં દોઢ ગ્લાસ પાણી લઇ દૂધી તેમજ સરગવાને ઉકાળો.
  • ઉકળી જાય એ પછી એમાં ક્રશ કરેલી દાળને ઉમેરી તેમાં પ્રમાણસર હળદળ, મીઠુ, ધાણાજીરું ઉમેરી તેને ઉકળવા દો.
  • એ ઉકળે એની સાથે બાજુના ગેસ પર નાની કડાઈમાં 2 ચમચા તેલ લઇ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરૂ, મેથી, લીમડો, હિંગ સાંતળી લો.
  • ત્યાર બાદ તેમાં એક મોટી સાઈઝની સમારેલી ડુંગળી ઉમેરી એને થોડી લાલ સાંતળી લો.
  • ડુંગળી થઇ જાય એટલે એમાં 3 ચમચી સંભાર મસાલો અને થોડું લાલ મરચું, કાશ્મીરી મરચું અને એક ચમચો દાળ ઉમેરી આ તડકો દાળ ઉકળે છે તેમાં ઉમેરી દો.. સાથે થોડી કોથમીર પણ ઉમેરો.
  • છેલ્લે એક લીંબુ ઉમેરો..
પનીર અપ્પમ બનાવવાની રીત:-
  • 750ગ્રામ ઈડલીનું ખીરું લઇ તેમાં બ્લુ Eno ઉમેરી ખીરાને એકટીવ કરવું.
  • સાથે જ માપસર મીઠું અને એક કેપ્સિકમ, ડુંગળી, ગાજર, એક લીલું મરચું અને 100  ગ્રામ પનીરના ટુકડા  ખીરામાં ઉમેરવા.
  • ત્યાર બાદ અપ્પમ પેનને તેલ ગ્રીસ કરી તેમાં ખીરું ઉમેરી ગેસ મધ્યમ આંચ પર રાખવું જેથી અપ્પમ બળીના જાય.
  • 5 મિનિટમાં તેને પલટાવી બીજી બાજુ થવા દો. તો તૈયાર છે પનીર અપ્પમ..
આ પનીર અપ્પમને ગરમા ગરમ સાંભારની સાથે સર્વ કરો...
Advertisement
Tags :
Advertisement

.