'હાંડી પુલાવ' બનાવતી વખતે ઉપર ભભરાવો આ ચીજ, વધી જશે સ્વાદ..
હાંડી પુલાવ બનાવવા માટેની સામગ્રી:-2 વાટકી પલાળેલા બાસમતી ચોખા 1 નંગ બટાકો ૩ નંગ ડુંગળી 2 નંગ કેપ્સીકમ 1 બાઉલ વટાણા 1બાઉલ ગાજર 1/2 બાઉલ લસણની પેસ્ટ 5 ચમચા તેલ 4 નંગ લવિંગ 2 નાના ટુકડા તજ 2 નંગ તમાલપત્ર1 ચમચી હળદર 2 ચમચી મરચું પાવડર 2 ચમચી પુલાવ મસાલો 2 ચમચી જીરું મીઠું જરૂર મુજબ ગાર્નીશિંગ માટે :-દ્રાક્ષ જરૂર મુજબ કાજુ જરૂર મુજબ દાડમના દાણા જરૂર મુજબ થોડી કોથમીરસ્પેશિયલ સામગ્રી :-તળેલી ડ
હાંડી પુલાવ બનાવવા માટેની સામગ્રી:-
2 વાટકી પલાળેલા બાસમતી ચોખા
1 નંગ બટાકો
૩ નંગ ડુંગળી
2 નંગ કેપ્સીકમ
1 બાઉલ વટાણા
1બાઉલ ગાજર
1/2 બાઉલ લસણની પેસ્ટ
5 ચમચા તેલ
4 નંગ લવિંગ
2 નાના ટુકડા તજ
2 નંગ તમાલપત્ર
1 ચમચી હળદર
2 ચમચી મરચું પાવડર
2 ચમચી પુલાવ મસાલો
2 ચમચી જીરું
મીઠું જરૂર મુજબ
ગાર્નીશિંગ માટે :-
દ્રાક્ષ જરૂર મુજબ
કાજુ જરૂર મુજબ
દાડમના દાણા જરૂર
મુજબ થોડી કોથમીર
સ્પેશિયલ સામગ્રી :-
તળેલી ડુંગળી- ( ડુંગળીની પાતળી ચીરીઓ કરી ગરમ તેલમાં બ્રાઉન રંગની થાય તેમ તળી લો.)
હાંડી પુલાવ બનાવવા માટેની રીત : -
- સૌ પ્રથમ ચોખાને બરાબર ધોઈને એક કલાક માટે પાણીમાં પલાળીને રાખો.
- પછી એક માટીની હાંડી લઈને ગેસ ચાલુ કરીને તેમાં તેલ ઉમેરી ગરમ કરો.
- તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, તજ, લવિંગ, તમાલપત્ર અને ક્રશ કરેલી લસણની પેસ્ટ ઉમેરી 2 મિનીટ માટે સાંતળી લો.
- પછી તેમાં સમારેલી ડુંગળી, સમારેલું બટાકુ, સમારેલું કેપ્સીકમ, વટાણા, સમારેલુ ગાજર નાખીને બધુ બરાબર મિક્સ કરી એક મિનીટ માટે સાંતળી લો.
- પછી તેમાં મીઠું, મરચું, હળદર અને પુલાવ મસાલો ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો.
- પછી તેમાં પલાળેલા ચોખા ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરીને હાંડીને ઢાંકીને પંદરથી વીસ મિનિટ માટે પુલાવને ધીમા તાપે ચડવા દો.
- હવે પંદર-વીસ મિનિટ પછી પુલાવ તૈયાર છે.
- તેને એક સર્વિંગ બાઉલમાં લઈને ઉપરથી કાજુ, દ્રાક્ષ, દાડમના દાણા અને કોથમીર ભભરાવીને સર્વ કરો.
- ઉપર બનાવેલી સ્પેશિયલ સામગ્રી એટલે કે તળેલી ડુંગળી ભભરાવો... તેનાથી પુલાવના સ્વાદમાં ચાર-ચાંદ લાગી જશે...
- તો તૈયાર છે હાંડી પુલાવ. તેને દહીં અને પાપડ સાથે ગરમા ગરમ સર્વ કરો.
Advertisement