આ રીતે ગ્લાસમાં બનાવો મસાલાથી ભરપૂર 'ગ્લાસ ઢોકળા'
ગ્લાસ ઢોકળા બનાવવા માટેની સામગ્રી :-સોજી એક બાઉલદહીં અડધો બાઉલપાણી જરુર મુજબ મીઠું સ્વાદ મુજબ 1 ચમચી - ઈનો / ફ્રૂટ સોલ્ટ વઘાર માટે :-રાઈ, લીલા મરચાં,મીઠા લીમડાના પાન, તેલ જરુર મુજબ સ્ટફીંગ માટે :-1 બાઉલ મેશ કરેલા બાફેલા બટાકા 2 ટેબલ સ્પૂન ઝીણી સમારેલી ડુંગળી મીઠુંમરચુંધાણાજીરુગરમ મસાલોકોથમીર1 ચમચી આદું મરચાંની પેસ્ટ ગ્લાસ ઢોકળા બનાવવા માટેની રીત :-સૌ પ્રથમ સોજીને એક વાસણમાં લઈ તેàª
12:33 PM Jul 06, 2022 IST
|
Vipul Pandya
ગ્લાસ ઢોકળા બનાવવા માટેની સામગ્રી :-
સોજી એક બાઉલ
દહીં અડધો બાઉલ
પાણી જરુર મુજબ
મીઠું સ્વાદ મુજબ
1 ચમચી - ઈનો / ફ્રૂટ સોલ્ટ
વઘાર માટે :-
રાઈ, લીલા મરચાં,મીઠા લીમડાના પાન, તેલ જરુર મુજબ
સ્ટફીંગ માટે :-
1 બાઉલ મેશ કરેલા બાફેલા બટાકા
2 ટેબલ સ્પૂન ઝીણી સમારેલી ડુંગળી
મીઠું
મરચું
ધાણાજીરુ
ગરમ મસાલો
કોથમીર
1 ચમચી આદું મરચાંની પેસ્ટ
ગ્લાસ ઢોકળા બનાવવા માટેની રીત :-
- સૌ પ્રથમ સોજીને એક વાસણમાં લઈ તેમાં દહીં તથા જરુર મુજબ પાણી ઉમેરી, મીઠું નાખી બેટર તૈયાર કરો.
- 20 થી 30 મિનિટ રેસ્ટ આપી તેમાં ફ્રૂટ સોલ્ટ ઉમેરી મિક્સ કરો.
- સ્ટફીંગની બધી સામગ્રી લઇ મિક્સ કરી તેના લંબગોળ સાઈઝમાં ગોળા બનાવી લો.
- સ્ટીમરમાં પાણી ઉકાળો.
- 3 નાના મિડિયમ સાઈઝના સ્ટીલના ગ્લાસને તેલથી ગ્રીસ કરી લો.
- તેમાં તળિયે થોડું 2 ટે.સ્પુન જેટલું તૈયાર કરેલું ખીરૂં પાથરો સ્ટફીંગના બનાવેલ રોલ ગ્લાસમાં પાથરેલા ખીરા પર ગોઠવી તેની સૌથી ઉપરની બાજુ ખીરાથી કવર કરો.
- ત્યારબાદ દરેક ગ્લાસ સ્ટીમરમાં ગોઠવી ઢાંકણ બંધ કરી ઢોકળાને 15-20.મિનિટ ચડવા દો.
- સ્ટવ બંધ કરી ઢોકળાને સાવ ઠરવા દો.
- ત્યાર બાદ ચપ્પુની મદદથી ગ્લાસમાંથી ઢોકળા કાઢી લો.
- આખા ઢોકળાને વઘારની સામગ્રી મુજબ વઘારો.
- ધીરે ધીરે હલાવીને એક પ્લેટ કાઢી તેને રાઉન્ડ આકારમાં કાપી કોથમીરથી ગાર્નિશ કરી ગરમા ગરમ ગ્લાસ ઢોકળા સર્વ કરો.
Next Article