દાલ બાટી બનાવતી વખતે લેજો આ 3 દાળ, બનશે વધુ સ્વાદિષ્ટ
ચાલો આપને જણાવીએ દાલબાટી બનાવવાની રીત:દાળ બનાવવા માટેની સામગ્રી :1 વાટકી ચણા દાળ 1 વાટકી તુવેર દાળ1 વાટકી મગની દાળસ્વાદાનુસાર મીઠું વઘાર માટે ઘીલીલું લસણડુંગળીટમેટાતેલધાણા પાવડર મરચું પાવડરજીરુંબાટી માટેની સામગ્રી: જીણો ઘઉંનો લોટતલજીરુંઘીતેલદાળ બનાવવાની રીત : સૌ પ્રથમ ત્રણેય દાળ કૂકરમાં મિક્સ કરી બાફી લેવી.ત્યારબાદ ત્યાર બાદ કડાઈ માં તેલ મૂકી તેલ આવી જાય બાદમાં તેમાં જીરુà
Advertisement

ચાલો આપને જણાવીએ દાલબાટી બનાવવાની રીત:
દાળ બનાવવા માટેની સામગ્રી :
1 વાટકી ચણા દાળ
1 વાટકી તુવેર દાળ
1 વાટકી મગની દાળ
સ્વાદાનુસાર મીઠું
વઘાર માટે ઘી
લીલું લસણ
ડુંગળી
ટમેટા
તેલ
ધાણા પાવડર
મરચું પાવડર
જીરું
બાટી માટેની સામગ્રી:
જીણો ઘઉંનો લોટ
તલ
જીરું
ઘી
તેલ
દાળ બનાવવાની રીત :
- સૌ પ્રથમ ત્રણેય દાળ કૂકરમાં મિક્સ કરી બાફી લેવી.
- ત્યારબાદ ત્યાર બાદ કડાઈ માં તેલ મૂકી તેલ આવી જાય બાદમાં તેમાં જીરું નાખવું સાંતળી જય પછી લીલું લસણ, ડુંગળી નાખી થોડીક વાર સાંતળવું.
- ત્યારબાદ તેમાં ટમેટા નાખવા સ્વાદાનુસાર મીઠું, ધાણા પાવડર , હળદર અને દાળ ઉમેરી નાખવી હલાવી લો.
- ત્યાર બાદ તેમાં મરચું પાવડર અને પછી થોડુંક પાણી નાખીને ઉકાળી લો.
- થઈ જાય એટલે કોથમીર નાખીને હલાવી લો.
- તો તૈયાર છે સરસ મજાની દાળ....
બાટી બનાવવાની રીત:
એક બાઉલમાં લોટ લઈ તેમાં તલ, જીરું, સ્વાદાનુસાર મીઠું અને મોણ માટે ઘી નાંખી નવશેકા ગરમ પાણીથી થોડોક કઠણ લોટ બાંધવો.
- ત્યાર બાદ રોટલી જેવડા નાના લુવા કરી ગોળ શેપ આપી વચ્ચે ચપ્પુથી પ્લસની નિશાની કરી કુકરમાં ઘી નાખી બાટીને કૂકરમાં મૂકવી.
- કૂકરની સીટી કાઢી નાખવી.
- ત્યાર બાદ વારે વારે કૂકરને હલાવ્યા કરવાનું જેથી બાટી નીચે ન બેસે અને બધી બાજુ થી કૂક થઈ જાય.
- 10 મિનિટ પછી બાટીને કાઢી લેવી.
- હવ્પ્લે બાટીના ટૂંકડા કરી પ્લેટ માં લઇ સર્વ કરવું