Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પૈસા ખર્ચ કર્યા વગર ઘરે જ ટ્રાય કરો Chocolate Butterscotch flavoured Birthday Cake

ચોકલેટ સ્પોન્જ માટે:2 વાડકી મેંદો1/2 વાડકી દહીં1/4 વાડકી તેલ (સીંગતેલ સિવાયનું)1/2 વાડકી દળેલી ખાંડ1/2 ચમચી બેકિંગ પાઉડર1/4 ચમચી બેકિંગ સોડા2 ચમચી કોકો પાવડર1/2 ચમચી કોફી1/2 વાડકી દૂધ1/2 ચમચી બટરઆઈસિંગ માટે:1 વાડકી વ્હિપ ક્રીમ2 ચમચી બટર સ્કૉચ સીરપ2 ડ્રોપ પીળો ફૂડ કલર1 ડ્રોપ લીલો ફૂડ કલરકલરફૂલ સ્ટારબનાવવા માટેની રીત: સૌ પ્રથમ એક બાઉલમાં દહીં, તેલ અને દળેલી ખાંડને બરાબર ફીણી લો. પછી એમાં ચારણીથી ચાàª
પૈસા ખર્ચ કર્યા વગર ઘરે જ ટ્રાય કરો  chocolate butterscotch flavoured birthday cake
ચોકલેટ સ્પોન્જ માટે:
2 વાડકી મેંદો
1/2 વાડકી દહીં
1/4 વાડકી તેલ (સીંગતેલ સિવાયનું)
1/2 વાડકી દળેલી ખાંડ
1/2 ચમચી બેકિંગ પાઉડર
1/4 ચમચી બેકિંગ સોડા
2 ચમચી કોકો પાવડર
1/2 ચમચી કોફી
1/2 વાડકી દૂધ
1/2 ચમચી બટર
આઈસિંગ માટે:
1 વાડકી વ્હિપ ક્રીમ
2 ચમચી બટર સ્કૉચ સીરપ
2 ડ્રોપ પીળો ફૂડ કલર
1 ડ્રોપ લીલો ફૂડ કલર
કલરફૂલ સ્ટાર
બનાવવા માટેની રીત:
  •  સૌ પ્રથમ એક બાઉલમાં દહીં, તેલ અને દળેલી ખાંડને બરાબર ફીણી લો. પછી એમાં ચારણીથી ચાળીને મેંદો, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા તથા કોકો પાવડર ઉમેરી સહેજ પાણીમાં પિગળેલી કોફી નું પાણી ઉમેરી મિક્સ કરો. હવે એમાં ધીમે ધીમે દૂધ ઉમેરતા જઈ મિક્સ કરી કેક નું મિશ્રણ તૈયાર કરો. તૈયાર મિશ્રણ ને બટર થી ગ્રીસ કરેલા મોલ્ડ માં પાથરો અને બે ત્રણ વાર વાસણ ને ટેપ કરી લેવું.
  • એક કૂકર માં કાંઠલો મૂકી ઢાંકીને પાંચ મિનિટ માટે પ્રી હિટ કરવા મૂકો. કૂકર ની રીંગ અને સિટી બંને કાઢી લેવા. હવે કેક નું મિશ્રણ ભરેલા મોલ્ડ ને કૂકર માં મૂકી ઢાંકીને ધીમા તાપે 35 થી 40 મિનીટ માટે બેક થવા દો. કેક થઈ ગઈ છે કે નહિ એ જોવા ચપ્પુ કે ટુથ પિક ને નાખી જોઈ લેવું કે ક્લીન બહાર નીકળે એટલે કેક તૈયાર. કેક ને કૂકર માં થી બહાર કાઢી એકદમ ઠંડી પડે પછી વાસણ મા થી કાઢવી અને એના ત્રણ એકસમાન લેયર કાપવા.
  •  કેક આઇસિંગ માટે એક મોટા વાસણમાં વ્હિપ્પ ક્રીમ લઈ એને ઇલેક્ટ્રિક બીટર થી બીટ કરી એમાં થી થોડું ક્રીમ અલગ કાઢી એમાં લીલો ફૂડ કલર ઉમેરવો.
  • કેકના દરેક લેયરમાં પહેલા થોડું પાણી છાંટવું જેથી કેક સોફ્ટ રહે. પછી ઉપર ક્રીમ લગાડી ઉપર બટર સ્કોચ્ સીરપ પાથરવી. હવે બાકીના ક્રીમમાં પીળો ફૂડ કલર ઉમેરી આખી કેક પર લગાવી કલરફૂલ સ્ટાર લગાડો.  આલ્ફાબેટ લગાડ્યા છે. 
  • કેક ડેકોરેશન ઘણી બધી રીતે કરી શકાય છે.
(કેક સ્પોન્જ ની રેસિપીમાં ફ્લેવર્સ બદલીને પણ બનાવી શકાય રીત આ જ રેહશે)
Advertisement
Tags :
Advertisement

.