Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચીઝી વાનગીઓમાં ઉમેરો કરતા અને જોતા જ મોં માં પાણી આવી જાય એવા 'ચીઝ બર્સ્ટ પીઝા ઢોંસા'

ચીઝ બર્સ્ટ પીઝા ઢોંસા બનાવવા માટેની સામગ્રી:3 કપ સાદા ચોખા દોઢ કપ અડદની દાળ અડધી ચમચી મેથીના દાણા 1 વાડકી સાદા પૌંવા 2 મોટી ચમચી બટર 1 મોટી ચમચી પીઝા સોસ 2 ચમચી પ્રોસેસ ચીઝ2 ચમચી મોઝરેલા ચીઝ1 ચમચી ઝીણા સમારેલા કેપ્સીકમ 1 ચમચી ઝીણી સમારેલી ડુંગળી અડધી ચમચી ઓરેગાનો અડધી ચમચી ચીલી ફ્લેક્સમીઠું સ્વાદ મુજબ પાણી જરૂર મુજબ ચીઝ બર્સ્ટ પીઝા ઢોંસા બનાવવા માટેની રીત:સૌપ્રથમ દાળ, ચોખા અને મેàª
ચીઝી વાનગીઓમાં ઉમેરો કરતા અને જોતા જ મોં માં પાણી આવી જાય એવા  ચીઝ બર્સ્ટ પીઝા ઢોંસા
ચીઝ બર્સ્ટ પીઝા ઢોંસા બનાવવા માટેની સામગ્રી:
3 કપ સાદા ચોખા 
દોઢ કપ અડદની દાળ 
અડધી ચમચી મેથીના દાણા 
1 વાડકી સાદા પૌંવા 
2 મોટી ચમચી બટર 
1 મોટી ચમચી પીઝા સોસ 
2 ચમચી પ્રોસેસ ચીઝ
2 ચમચી મોઝરેલા ચીઝ
1 ચમચી ઝીણા સમારેલા કેપ્સીકમ 
1 ચમચી ઝીણી સમારેલી ડુંગળી 
અડધી ચમચી ઓરેગાનો 
અડધી ચમચી ચીલી ફ્લેક્સ
મીઠું સ્વાદ મુજબ 
પાણી જરૂર મુજબ 
ચીઝ બર્સ્ટ પીઝા ઢોંસા બનાવવા માટેની રીત:
  • સૌપ્રથમ દાળ, ચોખા અને મેથીના દાણાને અલગ અલગ વાસણમાં ધોઈને 6 થી 7 કલાક માટે પલાળી દો.  
  • ખીરુ બનાવવાના અડધો કલાક પહેલા સાદા પૌંવાને પણ પલાળી દો.
  • હવે અડદની દાળની પેસ્ટ બનાવો.
  • ત્યારબાદ ચોખાની પેસ્ટ અને છેલ્લે મેથી દાણા અને પૌંવાને પણ પીસી લો.
  • હવે બધી જ ચીજોને પેસ્ટને મિક્સ કરી ખીરું તૈયાર કરી મીઠું ઉમેરી હલાવી લો.
  • આ ખીરાને 2 કલાક માટે રેસ્ટ આપો. 
  • હવે એક મોટો લોખંડનો તવો લઈ તેને બરાબર ગરમ કરી તેના ઉપર તેલ લગાવી કપડું ફેરવી દો.
  • ત્યારબાદ પાણી છાંટીને ફરી કપડું ફેરવી, તવા ઉપર એક ચમચાથી ખીરું પાથરી ગોળ ગોળ ફેરવીને ઢોંસો બનાવો. 
  • ત્યારબાદ તેના ઉપર બટર, પીઝા સોસ, ચીઝ, કેપ્સિકમ, ડુંગળી, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ પાથરી દો.
  •  ચીઝ ઓગળી જાય એટલે તેને કટ કરી ગરમાગરમ સર્વ કરો.
Advertisement
Tags :
Advertisement

.