Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

5 ફ્લેવરની પાણીપુરી, આ રીતે ટેસ્ટી પાણી..

Pani Puri😋 ♦️ પાણી-પુરીનું નામ પડે એટલે ભલભલાના મોંમાં પાણી આવી જાય અને તેનો ચટ્ટાકો પણ મારી લઈએ.. કારણ કે પાણી-પુરી તો લગભગ બધાની ફેવરીટ હોય છે.એમાં પણ પૂરી સાથે વિવિધ ફલેવર ના પાણી મળી જાય તો મજા જ મજા. આજે મે અહી ફૂદીના પાણી, જલજીરા પાણી, ખજૂર-આમલી,ગોળ નુ પાણી, લસણ નુ પાણી, ખાટું-મીઠું પાણી ના ફલેવર બનાવેલ છે અને હા તેમાં ખાસ પાલક ગી્ન કલર લાવવા વાપરેલ છે અને ટેસ્ટ મા તો એકદમ મસ્ત લાગે તો ચાલ
07:45 AM Mar 30, 2022 IST | Vipul Pandya
Pani Puri😋
 ♦️ પાણી-પુરીનું નામ પડે એટલે ભલભલાના મોંમાં પાણી આવી જાય અને તેનો ચટ્ટાકો પણ મારી લઈએ.. કારણ કે પાણી-પુરી તો લગભગ બધાની ફેવરીટ હોય છે.એમાં પણ પૂરી સાથે વિવિધ ફલેવર ના પાણી મળી જાય તો મજા જ મજા. આજે મે અહી ફૂદીના પાણી, જલજીરા પાણી, ખજૂર-આમલી,ગોળ નુ પાણી, લસણ નુ પાણી, ખાટું-મીઠું પાણી ના ફલેવર બનાવેલ છે અને હા તેમાં ખાસ પાલક ગી્ન કલર લાવવા વાપરેલ છે અને ટેસ્ટ મા તો એકદમ મસ્ત લાગે તો ચાલો જોઈ લઈ એ રેસિપી....
🍀ફૂદીના પાણી :
            1પૂણી ફૂદીનો,પોણો બાઉલ કોથમીર,3-4લીલા મરચા(તીખાશ માટે વધ-ધટ કરી શકાય),આદુ,8-10પાન પાલક ના પાન બધા એકવાર પાણી થી ધોઈ ને પછી મિકસર મા પેસ્ટ તૈયાર કરી લેવી.પછી આ પેસ્ટ મા જરૂરીયાત મુજબ પાણી ઉમેરી પછી મીઠું, એવરેસ્ટ પાણીપુરી નો મસાલો(1-2ચમચી),સંચળ પાઉડર, આમચૂર પાઉડર, જલજીરા પાઉડર, જીરું પાઉડર (1ચમચી),મરી (1/2ચમચી) ,લીબુ નો રસ ઉમેરી પાણી તૈયાર કરવુ.

🔶લસણનું પાણી :  
               20-25 કળી લસણ,આદુ,તીખા લીલા મરચાં,7-8 પાન પાલક,કોથમીર ની મિકસર મા પેસ્ટ તૈયાર કરવી.પછી તેમા જરૂરીયાત મુજબ પાણી, મીઠું, સંચળ પાઉડર, જીરું પાઉડર, આમચૂર પાઉડર, લીબુ નો રસ ઉમેરી પાણી તૈયાર કરવુ.

♦️ખજૂર-આમલી,ગોળ નુ પાણી :
           ખજૂર 1કપ ,20-30 ગા્મ આમલી ને પોણો કપ ગોળ ને કૂકર મા 2-3 સીટી જરૂર મુજબ પાણી ઉમેરી ને કરી લેવી.પછી ઠંડુ થાય એટલે ગળણી થી ગાળી ને તેમા મીઠું, શેકેલા જીરું પાઉડર, સંચળ પાઉડર, આમચૂર પાઉડર,ગરમ મસાલો (1 ચમચી) ,હીગ નાની ચમચી ,ધાણાજીરું પાઊડર (1 નાની ચમચી) ઉમેરી સ્વીટ પાણી તૈયાર કરવુ.
🔶જલજીરા પાણી :  
                   જલજીરા પાઉડર, પાણી જરૂરિયાત મુજબ લઈ તેમાં મીઠું ,હીંગ ,મરી પાઉડર, શેકેલા જીરુંનો પાઉડર, સંચળ પાઉડર ઉમેરી જલજીરાનું પાણી તૈયાર કરવું..
🌺ખાટુ-મીઠું પાણી :
            આ પાણી માટે વધારે કંઈ જ નહી કરવાનુ તેમાં અડધું તૈયાર કરેલું ફૂદીનાનું પાણી અથવા લસણનું પાણી લઈ તેમાં ખજૂર-આમલી-ગોળનું પાણી લઈને મિકસ કરી લો. તો તૈયાર છે ખાટુ-મીઠું પાણી.
💠બટેકાનો મસાલો : 
     બટેકા બાફીને તેની છાલ કાઢીને સ્મેશ કરી લો. પછી તેમાં બાફેલા ચણા, મીઠું, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, ઉમેરી બટાકા નો મસાલો તૈયાર કરવો.

    હવે એક પ્લેટમાં બારીક કરેલ ડુંગળી,તૈયાર કરેલા બધા પાણી, સેવ,પાણી-પુરીની પૂરી (અને જો બુંદી હોય તો એ પણ પાણી મા ઉપરથી ઉમેરી શકાય) લઈ સવૅ કરો...
Tags :
GujaratFirstRecipe
Next Article