ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

#Recipe: જાણો કેવી રીતે બને છે અસ્સલ કાઠિયાવાડનો ચટ્ટાકો ગણાતી વાનગી?

#વાનગીનું નામ -કાઠિયાવાડી મધપૂડોસામગ્રી:૧ કપ સમારેલુ લીલુ લસણ ૧ કપ સમારેલા લીલા કાંદા૧/૨ કપ ઝીણાં સમારેલા કાંદા૧ કપ બાફીને મેશ કરેલા બટેકા૨ કપ ટામેટાની પ્યુરી૧/૨ કપ બાફેલા વટાણા૧/૨ કપ કોથમીર૨ ચમચા તેલ૨-૩ નંગ લવિંગ૧/૪ ચમચી હીંગ૧૦ મીઠા લીમડાના પાન૨ ચમચી આદુ - લસણ - મરચાંની પેસ્ટ૧/૨ ચમચી હળદર૨ ચમચી લાલ મરચું૧/૨ ચમચી ગરમ મસાલો૧/૩ ચમચી પાવભાજી મસાલોમીઠું સ્વાદાનુસાર૧/૨ લીંબુનો રસ દમ આàª
12:11 PM Feb 09, 2022 IST | Vipul Pandya
#વાનગીનું નામ -કાઠિયાવાડી મધપૂડો
સામગ્રી:
  • ૧ કપ સમારેલુ લીલુ લસણ 
  • ૧ કપ સમારેલા લીલા કાંદા
  • ૧/૨ કપ ઝીણાં સમારેલા કાંદા
  • ૧ કપ બાફીને મેશ કરેલા બટેકા
  • ૨ કપ ટામેટાની પ્યુરી
  • ૧/૨ કપ બાફેલા વટાણા
  • ૧/૨ કપ કોથમીર
  • ૨ ચમચા તેલ
  • ૨-૩ નંગ લવિંગ
  • ૧/૪ ચમચી હીંગ
  • ૧૦ મીઠા લીમડાના પાન
  • ૨ ચમચી આદુ - લસણ - મરચાંની પેસ્ટ
  • ૧/૨ ચમચી હળદર
  • ૨ ચમચી લાલ મરચું
  • ૧/૨ ચમચી ગરમ મસાલો
  • ૧/૩ ચમચી પાવભાજી મસાલો
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧/૨ લીંબુનો રસ 
  • દમ આપવા - ૧ ટુકડો કોલસો અને ૧ ચમચી ઘી
  • સર્વિંગ માટે 
  • સેવ, બાજરીનો રોટલો, અથાણું, મરચાં
બનાવવા માટેની રીત: 
  • ઓથેન્ટિક રીતે આ વાનગી માટીના વાસણમાં બનાવવાની હોય છે પણ તમારી પાસે માટીનું વાસણ ન હોય તો વાડકામાં પણ બનાવી શકો. 
  • વાડકામાં તેલ મૂકી ગરમ થાય એટલે લવિંગ, જીરા, હીંગ, સૂકું લાલ મરચું અને લીમડાનો વઘાર કરી આદુ, લસણ, મરચાંની પેસ્ટ ઉમેરી સાંતળવુ. પછી તેમાં લીલુ લસણ ઉમેરી બે મિનિટ સાંતળવુ, પછી તેમા લીલા કાંદા બે મિનિટ સાતળી, જીણા સમારેલા કાંદા ઉમેરી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળી, ટામેટાની પ્યુરી ઉમેરી હલાવી ઢાંકીને થવા દેવુ. ટામેટાનું પાણી બળી જાય એટલે બધા મસાલા ઉમેરી દઈ બાફેલા બટેકા અને વટાણા, લીંબુનો રસ ઉમેરી હલાવી ઢાંકીને થવા દેવુ. 
  • મીઠું સ્વાદાનુસાર નાખવુ. 
  • હવે બીજા ગેસ પર કોલસો લાલ થાય ત્યાં સુધી ગરમ કરી, શાકમાં એક ડીશ મુકી તેના પર ગરમ કોલસો મૂકી ૧ ચમચી ઘી રેડી ઢાંકણુ ઢાંકી દેવુ, આ રીતે દમ આપી દેવો. 
  • કાઠિયાવાડી મધપૂડો તૈયાર છે. તેને એક પ્લેટમાં કાઢી ઉપર કોથમીર અને સેવ ભભરાવી, બાજરીના રોટલા,ગોળ - ઘી, મરચા અને લીંબુના અથાણાં સાથે ગરમાગરમ સર્વ કરવું.
Tags :
FoodKathiyavadiRecipekitchenRecipeSpicyFood
Next Article