Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

તમારા જીવનમાં મનોરંજનનું મહત્ત્વ કેટલું?

દરેકને જીવનમાં મનોરંજનની જરુરીયાત રહેછે. દરેક વ્યક્તિનો મનોરંજન મેળવવાનું માધ્યમ અલગ-અલગ હોયછે. કોઈ પ્રવાસો થકી તો કોઈ વાંચન થકી તો વળી કોઈ સંગીત થકી મનોરંજન મેળવી જ લેતા હોય છે. આજની રોજબરોજની વ્યસ્ત જીંદગીમાં માન્સીક સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે મનોરંજન ખૂબ અગત્યનો ફાળો ભજવે છે. આ તમામમાં મોટા ભાગના લોકો મનોરંજન માટે ફિલ્મોનો સહારો લેતા હોય છે. એટલે જ ફિલ્મોને મનોરંજન જગત કહેàª
06:06 AM Jun 03, 2022 IST | Vipul Pandya
દરેકને જીવનમાં મનોરંજનની જરુરીયાત રહેછે. દરેક વ્યક્તિનો મનોરંજન મેળવવાનું માધ્યમ અલગ-અલગ હોયછે. કોઈ પ્રવાસો થકી તો કોઈ વાંચન થકી તો વળી કોઈ સંગીત થકી મનોરંજન મેળવી જ લેતા હોય છે. આજની રોજબરોજની વ્યસ્ત જીંદગીમાં માન્સીક સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે મનોરંજન ખૂબ અગત્યનો ફાળો ભજવે છે. આ તમામમાં મોટા ભાગના લોકો મનોરંજન માટે ફિલ્મોનો સહારો લેતા હોય છે. એટલે જ ફિલ્મોને મનોરંજન જગત કહેછે. ફિલ્મોના કાલ્પનીક જગતના પાત્રો સાથે લોકો પોતાને સાંકળી લેતા હોય છે. વાસ્તવીક જીવનમાં જે પોતે નથી કરી શકતા એ ફિલ્મના નાયક અને નાયિકાને કરતા જોઈને લોકો હળવા કે ખુશ થઈ જતા હોય છે. ક્યારેક અમુક કથા કે પાત્રો લોકોમાં નવું જોમ પુરી નવી ઉર્જા અને હિંમતનો સંચાર કરી દેતો હોય છે. એટલે જ ઘણા લોકો પોતાની રોજબરોજની ભાષામાં ફિલ્મી ડાયલોગ પણ ટાંકતો હોય છે. 
એટલે જ ફિલ્મો અને ફિલ્મ કલાકારો જેવી હસ્તીઓ તેમના વિવિધ કિરદારો થકી લોકોમાં વધારે પ્રખ્યાત,  જાણીતા અને માનીતા બની જતા હોય છે. 
કલાને કોઈ સીમાડા નથી નડતા, નથી કોઈ સરહદો કે ધર્મ નડતો. આ હું એટલે કહીં શકું છું કારણકે હાલના જ મારા કશ્મીર પ્રવાસ દરમ્યાન ઘણી વાતો મેં નોંધી. કશ્મીરમાં મોલ અને મલ્ટી પ્લેક્સછે પણ એક પણ સીનેમાહોલ નથી. ત્યાં મ્યુઝીક વીડિયો બને છે અને લોકો જુએ પણ છે.સાથે-સાથે લોકો હિન્દી ફિલ્મો, સીરીયલો અને કલાકારોનો પણ એક મોટો ચાહકવર્ગ છે. 
ગુજરાતી કલાકાર દિલીપ જોશી એટલે કે તારક મહેતાના... જેઠાલાલ પણ કશ્મીરમાં પોતાનો અલગ ચાહક વર્ગ ધરાવે છે.
આજે જ રિલીઝ થયેલી ફિલ્મ જયસુખ ઝડપાયોનું મોટા ભાગનું શુટીંગ કશ્મીરમાં થયું છે. હવે ગુજરાતી ફિલ્મોમાં પણ ટ્યુલીપના બગીચાઓની વચ્ચે રોમેન્સ જોવા મળશે. આ ફિલ્મમાં હિંદી જગતના જાણીતા કોમેડીયન જોની લીવર પહેલીવાર ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મમાં ટાઈટલ કેરેક્ટર જયસુખના પાત્રમાં ભૂલભૂલૈયા-1માં ગોટીના પાત્રથી જાણીતા જીમીત ત્રીવેદી તો તેમની સાથે સુંદર અભિનેત્રી પૂજા જોશી પણ જોવા મળશે. ફિલ્મને ઘર્મેશ મહેતાએ પ્રોડ્યુસ કરીછે.જોની લીવર સાથે ધર્મેશ મહેતાની આ બીજી ફિલ્મછે. 
ધીરે-ધીરે ગુજરાતી ફિલ્મો હવે આગળ વધી રહી છે. કોઈપણ ફિલ્મ માટે તેની વાર્તા , તેનું સ્ટોરી ટેલીંગ, સંગીત, સીનેમેટોગ્રાફી, એડીટીંગ, કલાકારોનો અભિનયની સાથે સાથે લોકેશન્સ જેવા તમામ પાસા ખૂબ મહત્વપુર્ણ બની જતા હોય છે. 
જેમ એક તરફ બોલીવુડને ટોલીવુડે મ્હાત આપી છે અને જે રીતે હવે મોટી-મોટી સાઉથની ફિલ્મોમાં હિન્દી કલાકારો પણ દેખા દઈ રહ્યાં છે એમ હવે ગુજરાતી ફિલ્મો, ગુજરાતી કલ્ચર અને ગુજરાતી કલાકારો  પણ ભાષાના સીમાડા પાર કરી બોલીવુડ તરફ આગેકૂચ કરી રહ્યાં છે. 
સ્કેમ 1992 વેબ સિરીઝ બાદ હિંદી સીનેજગતમાં પ્રતિક ગાંધીએ ડંકો વગાડ્યો છે. તો બીજી તરફ પ્રતિક સાથે 2014માં બે યાર ફિલ્મમાં એક સાથે જોવા મળેલા દિવ્યાંગ ઠક્કર રાઈટર તરીકે જોરદાર રીતે આવ્યા છે જયેશભાઈ જોરદાર લઈને.
જી હા યશરાજ ફિલ્મસની બહુચર્ચીત હિન્દી ફિલ્મ જયેશભાઈ જોરદારના રાઈટર-ડિરેક્ટરછે દિવ્યાંગ ઠક્કર. 
રણવીર સિંહ, બમન ઈરાની, રત્ના પાઠક, પુનિત હિસ્સાર, અપારશક્તિ ખુરાના જેવા બોલીવુડ દિગ્ગજોની ફોજ સાથે જયેશભાઈ જોરદાર સીનેમાઘરોમાં ધુમ મચાવી રહ્યાં છે. સ્ત્રીભૃણ હત્યા અને દિકરીઓને મહત્વ આપવાના મજબૂત વિષયને હળવી ભાષાશૈલીમાં રજૂ કરવામાં આવી છે તો રણવીર સિંહ તો છે જ બોલીવુડના પાવર પેક, સુપરએનર્જેટિક પરફોર્મર. સાથે બમન ઈરાની, સુપ્રિયા પાઠક જેવા દિગ્ગજો હોય એટલે કોમેડી તડકો તો રહેવાનો જ. આ ફિલ્મ એક મજબૂત મેસેજ પણ આપી જાય છે. પરિવાર સાથે માણી શકાય તેવી હલ્કી ફુલ્કી ફિલ્મ. જોકે બોકસ ઓફિસ પર ફિલ્મ ધારી તેવી કમાણી કરી શકી નથી. 
ખણખોદ 
મચઅવેઈટેડ બોબી દેઓલની આશ્રમ સિરીઝની ત્રીજી સીઝન આજ રોજ ઓટીટી પર રિલીઝ થઈ રહી છે. પહેલી બે  સીઝનને જબરી સફળતા મળી છે. ત્યારે ત્રીજા ભાગ માટે દર્શકો આતુરતાથી રાહ જોઈને બેઠા હતા. આ સિરીઝથી બોબી દેઓલને બાબાના પરફોર્મન્સ માટે ખૂબ વખાણાયા છે. ધૂતારા બાબાઓ ધર્મ અને આસ્થાના નામે કેવા ધતીંગો ચલાવતા હોય છે. તેના પર આખી સિરીઝ આધારીત છે.
અમદાવાદની જાણીતી આરજે અને ખુબ સારી નાટકની અદાકારા દેવકી હવે રુપેરી પરદે પર્દાર્પણ કરશે. ડિરેક્ટર દર્શન અશ્વિન ત્રિવેદીની આગામી ફિલ્મ કેરીમાં દેવકી અને હિંદી સિરીયલોનો જાણીતો ચહેરો રોનીત રોય રોમેન્સ કરતા જોવા મળશે. 
ચાલ જીવી લઈએ બાદ જયસુખ ઝડપાયો જેવી ફિલ્મો હવે ધીરે-ધીરે અમદાવાદ અને ગુજરાતના સીમાડા પાર અન્ય રાજ્યોના સુંદર લોકેશન્સ પર પણ ગુજરાતી ફિલ્મો શૂટ થઈ રહીછે. જોકે ગુજરાતના પનોતા પુત્ર જેવા મૂળ પંજાબી બ્રાહમણ એવા જાણીતા ડિરેક્ટર ધ્વની ગૌતમ તો આ મામલામાં પણ અન્ય ડિરેક્ટરોથી બે કદમ આગળ છે. ધ્વની ગૌતમ પોતાની ફિલ્મો સીમાડા પાર વિદેશના લોકેશન્સ બતાવી લાર્જર ધેન લાઈફ શો બીઝ માટે જાણીતા છે. ધ્વનીની મચ અવેઈટેડ આગામી ફિલ્મ હીર યુરોપીયન કંટ્રી સાઈટમાં  શૂટ થઈ છે આ પહેલા પણ તેમણે ફિલ્મો માટે સીંગાપોર, મલેશીયા જેવા લોકેશન્સ ઉપયોગમાં લીધા છે ત્યારે હવે ધ્વનીની લેટેસ્ટ અપડેટ મુજબ આગામી બે ફિલ્મો માટે લંડન આસપાસના વિસ્તારોની રેકી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: સોનું તને મારા પર ભરોસો નઇ કે?
Tags :
BanikivanientertainmentGujaratFirsthappyimportanLifeMovie
Next Article